Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::::
નાક
છે . ક્યાકુઠમંજરી ઝ" 2. રાઠોડ न च वाच्यम् आत्मन्यपौगलिकेऽपि कथं सामान्यविशेषात्मकत्वं निर्विवादमनुभूयत इति । यतः संसार्यात्मनः । प्रतिप्रदेशमनन्तानन्तकर्मपरमाणुभिः सह वह्नितापितघनकुट्टितनिर्विभागपिण्डीभूतसूचीकलापवल्लोलीभावमापन्नस्य कथञ्चित् पौगलिकत्वाभ्यनुज्ञानादिति । यद्यपि स्याद्वादिनां पौगलिकमपौगलिकं च सर्वं वस्तु सामान्यविशेषात्मकं, तथाप्यपौगलिकेषु धर्माधर्माकाशकालेषु तदात्मकत्वमर्वाग्दृशां न तथाप्रतीतिविषयमायाति । पौगलिकेषु पुनस्तत् साध्यमानं तेषां । सुश्रद्धानम्॥ इत्यप्रस्तुतमपि शब्दस्य पौलिकत्वमत्र सामान्यविशेषात्मकत्वसाधनायोपन्यस्तमिति ॥
છે. અને છતાં દ્વારરૂપ પ્રતિઘાતનાં અભાવમાં શબ્દ જે રીતે અસ્મલિત સંભળાય છે તે રીતે બંધદ્વારમાં સંભળાતો નથી.તેથી બંધ દ્વારોમાં પણ શબ્દનું શ્રવણ સૂક્ષ્મછિદ્રોને કારણે જ છે, આમનિબિડતા શબ્દની ગતિમાં અવરોધક છેવાથી તેનાં દ્વારા શબ્દની અપૌનિકતા અસિદ્ધ છે. પૂર્વ અને પાછળનાં અવયવોની અનુપલબ્ધિરૂપ ત્રીજા હેતુમાં વિજળી, ઉલ્કા વગેરેથી શિ
વ્યભિચાર છે. કેમકે તેઓમાં પણ પૂર્વ-પશ્ચાત અવયવો ઉપલબ્ધ થતા નથી. (અને તેઓ પણ પૌદ્ગળિક તરીકે હું સિદ્ધ છે.)ચતુર્થ હેતુ પણ અનૈકાન્તિક છે. કેમકે ગન્ધદ્રવ્ય, સૂક્ષ્મજ, ધૂમાડવગેરેના કારણે વ્યભિચાર છે. સૂક્ષ્મ–ગન્ધદ્રવ્યોવગેરે પણ નાકમાં પ્રવેશતી વખતે મૂછનાં વાળને હલાવતા દેખાતા નથી.(ચક્ષુનાં વિષય ન બનતા સૂક્ષ્મ મૂર્તદ્રવ્યને કંપાવે છે. એ સમાધાન તો અહીં શબ્દનાં વિષયમાં પણ આપી શકાય છે.) “શબ્દ આકાશનો ગુણ છે.” એ હેતુ તો અસિદ્ધ જ છે. પ્રયોગન “શબ્દ આકાશનો ગુણ નથી. કેમકે આપણને પ્રત્યક્ષ (શ્રાવણપ્રત્યક્ષ) છે. જેમ કે રૂપવગેરે. આમ ઉપન્યસ્ત કરેલાં પાંચ હેતુઓ દૂષિત થાય છે. તેથી શબ્દ પદ્ગળિ -ક સિદ્ધ થાય છે. અને તેથી સામાન્ય- વિશેષાત્મક પણ સિદ્ધ થાય છે. (જૈનમતે જેઓ પૌદ્ગળિક હોય તેઓ જ આપણા જેવાને ઇન્દ્રિય-પ્રત્યક્ષ બની શકે. ઔઘરિકઆદિ સ્થળદ્રવ્યો ઇન્દ્રિયપ્રત્યક્ષનાં વિષય બને. વિશેષમાં સૂક્ષ્મ પદ્રવ્યો અવધિજ્ઞાન-મન પર્યાયજ્ઞાનરૂ૫ અને અરૂપી દ્રવ્યો કેવળજ્ઞાનરૂપ આત્મપ્રત્યક્ષના વિષયો બને. આકાશ અરૂપી છે તેથી તે અને તેના ગુણો માત્ર કેવળજ્ઞાનરૂપ યોગિપ્રત્યક્ષનાં જ વિષય બની શકે.)
આત્મા કથંચિત પુદગલરૂપ
શંકા :- જો પૌલિક વસ્તુ જ સામાન્યવિશેષોભયાત્મક હોય તો આત્મા પ્રોગલિક હોવા છતાં હું નિર્વિવાદ સામાન્ય-વિશેષોભયાત્મક અનુભૂતિ થાય છે. તે કેવી રીતે સંભવશે?
સમાધાન:- આ વાત બરાબર નથી. અગ્નિમાં તપાવેલી તથા ઘનવડે કુટાયેલી અને વિભાગ ન થઈ શકે હું એવી રીતે એક પિડરૂપ થયેલી સોયોના સમૂહની જેમ સંસારી આત્મા પોતાના દરેક પ્રદેશમાં લાગેલાં અનંતાનંત કર્મવર્ગણાનાં પુદ્ગલોથી એકમેક થયો છે. તેથી કથંચિત પદ્ગલિક તરીકે અભિમત છે. તેથી કોઈ આપત્તિ નથી. જો કે સાદુવાદીના મતે પોદ્ગલિક-અપોદ્ગલિક સર્વ વસ્તુઓ સામાન્ય-વિશેષાત્મક છે. છતાં પણ (૧)ધર્મ (૨)અધર્મ (૩)આકાશ અને (૪)કાલરૂપ ચાર દ્રવ્યો આપણા જેવા અવિશિષ્ટજ્ઞાનીની પ્રતીતિનાં ) વિષય બનતા નથી. તેથી સામાન્ય-વિશેષાત્મક તરીકે અનુભૂત થતા નથી. પૌદ્ગલિક વસ્તુઓ પ્રતીતિનાવિષય બની શકે છે. તેથી તેઓમાં સામાન્યવિશેષાત્મકત્વની સિદ્ધિ શ્રદ્ધાનો વિષય બની શકે. આ હેતુથી જ “શબ્દ એ સામાન્ય વિશેષાત્મક છે એવી પ્રતિજ્ઞાની સિદ્ધિમાં પૌદ્ગલિકત્વ હેતુ અપ્રસ્તુત લેવા છતાં દર્શાવ્યો છે.
વાચ્ય-વાચક વચ્ચે કથંચિત અભેદભાવ અહીં પણ શબ્દને એકાંતે નિત્ય માનનારના મતે શબ્દનું એકાંતે એકત્વનું તથા એકાંતઅનિત્યવાદીસમત $ ઉિર શબ્દના એકાંતે અનેકત્વનું પૂર્વવત નિરાકરણ કરવું. અથવાતો શબ્દ અને અર્થ = વાચ્ય કથંચિત તાદાત્મ સંબંધ
ધરાવે છે. તેથી ઘટવગેરે વાઓ જેમ સામાન્યવિશેષઉભયાત્મક છે તેમ તેના વાચક “ઘટ' આદિશબ્દો પણ
કાવ્ય-૧૪
:::::::::::::::::::0170)