Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
::::::::::::::: સ્થાકુટમેરી
: यच्चोक्तं 'नानाश्रयायाः प्रकृतेरेव बन्धमोक्षौ संसारश्च न पुरुषस्य' इति । तदप्यसारम् । अनादिभवपरम्परानुबद्धया इस प्रकृत्या सह यः पुरुषस्य विवेकाग्रहणलक्षणोऽविष्वग्भावः स एव चेन्न बन्धः, तदा को नामान्यो बन्धः स्यात् ? प्रकृति सर्वोत्पत्तिमतां निमित्तमिति च प्रतिपद्यमानेनायुष्मता संज्ञान्तरेण कर्मैव प्रतिपन्नं, तस्यैवंस्वरूपत्वादचेतनत्वाच्च ॥ यस्तु प्राकृतिकवैकारिकदाक्षिणभेदात् त्रिविधो बन्धः । तद्यथा- प्रकृतावात्मज्ञानाद् ये प्रकृतिमुपासते, तेषां प्राकृतिको बन्धः। ये विकारानेव भूतेन्द्रियाहङ्कारबुद्धीः पुरुषबुद्ध्योपासते तेषां वैकारिकः । इष्टापूर्ते दाक्षिणः । पुरुषतत्त्वानभिज्ञो हीष्टापूर्तकारी कामोपहतमना बध्यत इति । 'इष्टापूर्त मन्यमाना वरिष्ठं, नान्यच्छ्रेयो ये ऽभिनन्दन्ति मूढाः। नाकस्य पृष्ठे | ते सुकृतेन भूत्वा, इमं लोकं हीनतरं वा विशन्ति ॥” इति वचनात् । स त्रिविधोऽपि कल्पनामात्रं कथञ्चिद् | मिथ्यादर्शनाविरतिप्रमादकषाययोगेभ्योऽभिन्नस्वरूपत्वेन कर्मबन्धहेतुष्वेवान्तर्भावात् । बन्धसिद्धौ च सिद्धस्तस्यैव । निर्बाधः संसारः। बन्धमोक्षयोश्चैकाधिकरणत्वाद् य एव बद्धः स एव मुच्यत इति पुरुषस्यैव मोक्षः, आबालगोपालं तथैवप्रतीतेः॥
વાફવગેરે ઈન્દ્રિય તરીકે અસિદ્ધ તથા વાવિગેરેને ઇન્દ્રિયરૂપ માનવા સંગત નથી, કારણ કે, બીજા અંગ જે કાર્ય ન કરી શકે તેવા કાર્ય કરનાર, અંગ ઈન્દ્રિય કહેવાય. વાવિગેરે તેવા નથી. વાકનું કાર્ય બીજાને પ્રતિપાદન કરવાનું છે. આ કાર્ય હસ્તચેષ્ટા કે ભૂસંજ્ઞાદિદ્વારા પણ થઈ શકે છે. મુંગા વગેરે તેમ કરતાં દેખાય છે. હાથનું કાર્ય ગ્રહણ કરવાનું છે. હાથ કપાઈ ગયા 1ોય તેવી વ્યક્તિઓ પણ મુખવગેરે બીજા અવયવોથી તે કાર્ય કરતા દેખાય છે. એ જ રીતે પગ, પાયુવગેરેનાં વિહરણ, મળોત્સર્ગવગેરે કાર્યો અન્ય અવયવોથી પણ સાધ્ય છે. તેથી તેઓ શરીરનાં અંગમાત્ર છે, નહિ કે ઇન્દ્રિય. છતાં જો તેઓને ઈન્દ્રિય જગણશો, તો ઇન્દ્રિયની સંખ્યાનિશ્ચિત નહિ રહે. કારણ કે તો બીજા અંગોને પણ ઇન્દ્રિય કહેવા પડશે.
પ્રકૃતિના બન્ય-મોક્ષ અઘટમાન તથા “ઘણાં આશ્રયવાળી પ્રકૃતિનો જ બન્ય, મોક્ષ અને સંસાર છે, પુરુષનો નથી. એમ જે દર્શાવ્યું છે ! તે પણ તુચ્છ છે. અનાદિકાળથી ક્ષીરનીરન્યાયથી વળગેલી પ્રકૃતિ સાથે પુરુષનો વિવેકાગ્રહ(વિવેક વિભાગનો અબોધ) રૂપ જે અપૃથભાવ છે તે જ પુરુષનો બંધ છે. આનાથી ભિન્ન બીજા વળી કયાં બંધની કલ્પના કરવી?, તથા પ્રકૃતિ બધી ઉત્પત્તિશાળી વસ્તુઓમાં નિમિત છે. એમ કહીને તમે સંજ્ઞાંતર દ્વારા કર્મનું જ પ્રતિપાદન કરો છો. કારણકે કર્મ અચેતન અને જડ છે તથા સંસારગતવસ્તુઓની ઉત્પત્યાદિ અવસ્થામાં અસાધારણકારણ છે એમ અમે માનીએ છીએ. ઇશ્વરાદિને જગતકર્તા અમે માનતા નથી.
તાત્પર્ય - સાંખ્યદર્શને જેને પ્રકૃતિ માની છે તે સ્વમતે કર્મ છે. કર્મનો પુરુષ આત્મા સાથે અનાદિનો સંબંધ છે, તેથી તેનાથી પૂથપે આત્મા ઉપલબ્ધ થઈ શકતો નથી. આત્મા સાથે કર્મનો આ પ્રમાણે એકમેકભાવ જ બન્ધ છે એમ સ્વમતે ઈષ્ટ છે. તમે આ બન્ધ કર્મ પ્રકૃતિનો કહો છો અમે આત્માનો કીએ છીએ. જડ કર્મનો બલ્પ માનવા કરતાં ચેતન આત્માનો બન્ધ માનવો વધુ સંગત છે. કારણ કે આત્માને જ પૃથભાવરૂપ વિવેકનો ગ્રહ(જ્ઞાન)કે અગ્રહ(અજ્ઞાન)સંભવે છે. કેમકે જ્ઞાન એ ચેતનનો
ગણ છે. વળી પ્રતિજનિત શુભાશુભપદાર્થોથી થતો સુખદુ:ખાદિધર્મોનો અનુભવ પણ પુરુષને જ છે. કેમકે તેઓ પણ આત્માનાં ::: ધર્મો છે. તથા બલ્પનત દુ:ખ અને મુક્તિજનિત સુખનો અનુભવ પણ આત્માને જ છે. પ્રકૃતિને સુખદુ:ખાદિ ન હોવાથી
१. एतल्लक्षणं- ऋत्विग्भिमन्त्रसंस्कारैाह्मणानां समक्षतः। अन्तर्वेद्यां यद्दत्तमिष्टं तदभिधीयते ॥१॥ वापीकूपतडागानि देवतायतनानि च। इस अन्नप्रदानमेतत्तु पूर्त तत्त्वविदो विदुः ॥२॥ २. मुंडक उ0 १-२-१० । ३. मिथ्या विपरीतं दर्शनं दृष्टिः मिथ्यादर्शनम् अतत्त्वाभिनिवेशः सावधयोगेभ्यो निवृत्त्यभावः, अविरतिः। प्रकर्षेण माद्यत्यनेनेति प्रमादः । विषयक्रीडाभिष्वङ्गः । कषः संसारः, तस्यायः लाभः यैस्ते कषायाः। कायवाङ्-मनसां कर्म योगः। ક:::::::::::::::. 8::::::::::::::::::::::::::
કાવ્ય-૧૫ .
દિશા
186)
::::::::::::::::::::::::