________________
કોઈ : - - ક્યાકુખમંજરી , ૨ : રાહહહહહહહ अम्बरादीनां च शब्दादितन्मात्रजत्वं प्रतीतिपराहतत्वेनैव विहितोत्तरम् । अपि च, सर्ववादिभिस्तावदविगानेन । गगनस्य नित्यत्वमङ्गीक्रियते । अयं च शब्दतन्मात्रात् तस्याप्याविर्भावमुद्भावयन्नित्यैकान्तवादिनां च धुरि आसनं
न्यासयन्नसंगतप्रलापीव प्रतिभाति । न च परिणामिकारणं स्वकार्यस्य गुणो भवितुमर्हतीति “शब्दगुणमाकाशम्" इत्यादि इस वाङ्मात्रम्। वागादीनां चेन्द्रियत्वमेव नयुज्यते, इतरासाध्यकार्यकारित्वाभावात्; परप्रतिपादनग्रहणविहरणमलोत्सर्गादिकार्याणामितरावयवैरपि साध्यत्वोपलब्धेः । तथापि तत्त्वकल्पने इन्द्रियसंख्या न व्यवतिष्ठते, अन्याङ्गोपाङ्गादीनामपीन्द्रियत्वप्रसङ्गात् । અધ્યવસાય પ્રગટે છે. એમ સિદ્ધ થઈ શકે નહિ.
પૂર્વપક્ષ :- જડ પણ બુદ્ધિ ચિતશક્તિનાં સાનિધ્યથી ચેતનાયુક્ત જેવી ભાસે છે. એમ પૂર્વે નિર્દેશ ફિનું કર્યો જ છે.
ઉત્તરપક્ષ:- પૂર્વેએ નિર્દેશ કર્યો છે તે વાત સાચી છે. પરંતુ તે નિર્દેશ અસંગત છે. ચૈતન્યવાન પુરુષ દર્પણમાં પ્રતિબિંબિત થાય એટલામાત્રથી કંઈ દર્પણ પણ ચૈતન્યયુક્ત થતું નથી. એમ દર્પણકલ્પબુદ્ધિમાં ચિતશક્તિનું પ્રતિબિંબ પડે એટલા માત્રથી કંઇ બુદ્ધિ ચેતનાયુક્ત જેવી લાગે નહિ. કેમકે ચૈતન્ય અને અચૈતન્ય કોઈ કાળે પરાવર્તન ન પામે એવા સ્વભાવ છે. તેથી ઈન્દ્ર પણ આવા સ્વભાવને ફેરવી શકે નહિ. તેથી અચૈતન્યસ્વભાવવાળી બુદ્ધિ ચિતશક્તિનાં સાંનિધ્યથી પણ ચેતનાયુક્ત થાય નહિ. વળી અહીં ચેતનાયુક્ત જેવી એ પ્રયોગ બુદ્ધિમાં ચેતનાનો આરોપ સૂચવે છે. અને આરોપ (=ઉપચાર)અર્થક્રિયા કરવા સમર્થ નથી. અતિક્રોધી માણવકમાં (=બાળકવિશેષમાં)અગ્નિપણાનો આરોપ કરવામાત્રથી કંઈ તે અગ્નિસાધ્ય દહન, પંચન વગેરે ક્રિયા કરી શકે નહીં. માટે બુદ્ધિ જો જડહોય, તોચિતશક્તિનાં સાનિધ્યથી પણ તેનામાં ચેતના પ્રગટેનહિ. અત: વિષયનો અધ્યવસાય જડ ગણાતી બુદ્ધિને સંભવે નહિ. કિન્ત ચિતશક્તિને જ સંભવી શકે. કારણ કે બોધ જ્ઞાન ચેતનનો ધર્મ છે, જડનો નહિ. તેથી જ “બુદ્ધિ ધર્માદિ આઠગુણમય છે.” એ કથન પણ માત્ર વચનવિલાસ છે કારણ કે, ધર્મવગેરે ગુણો આત્માનાં છે જડનાં નહિ ને અડનાં ય, તો ઘટવગેરેમાં પણ તે ગણો માનવાની આપત્તિ આવે. “અહંકાર બુદ્ધિજન્ય છે એ વચન પણ પૂર્વોક્ત ન્યાયથી ઘટી ન શકે. કારણ કે અહંકાર અભિમાનાત્મક છે. અને અભિમાન પણ જ્ઞાનરૂપ હોવાથી આત્મધર્મ છે. તેથી અચેતનમાંથી તેનો પ્રાદુર્ભાવ થઈ શકે નહિ.
તન્માત્રમાંથી મહાભૂતોત્પત્તિ અસિદ્ધ આકાશવગેરે મહાભૂતો શબ્દાદિતન્માત્રમાંથી ઉત્પન્ન થયા છે. આ વચન પ્રત્યક્ષબાધિત છે. વળી આકાશ નિત્ય છે. એ વાત સર્વવાદીઓને વિરોધવિના સંમત છે. અને છતાં આ સાંખ્યદર્શનકારો શબ્દતન્માત્ર માંથી આકાશની ઉત્પત્તિ બતાવી નિત્ય એકાંતવાદીઓમાં અગ્રેસર બન્યા છે અને અસંબદ્ધપલાપી જેવા ભાસે છે. વળી પરિણામકારણ પોતાનાં કાર્યનો ગુણ બની ન શકે. તેથી શબ્દ જ આકાશનું પરિણામી કારણ હોય, તો તેને આકાશનાં ગુણ તરીકે વર્ણવી શકાય નહિ. તેથી “શબ્દગુણવાળું આકાશ છે. એવું વચન પણ વાહિયાત
છે; (શંકા :-પરિણામી કારણ શા માટે કાર્યનો ગણ ન બની શકે? સમાધાન :- (૧)કારણ અવશ્ય કાર્યપૂર્વક્ષણભાવી હોય છે ? : જ્યારે કાર્યનાં ગુણો અવશ્ય કાર્યઉત્તરક્ષણભાવી હોય છે. એમ તેઓ માને છે. આમ કારણ અને ગુણ ભિન્નકાલીન સિદ્ધ થાય :3છે. અને બે ભિન્નકાલીન વસ્તુ એક ન થઈ શકે. વળી (૨) પરિણામકારણ હંમેશા દ્રવ્યરૂપ શેય છે, આ દ્રવ્ય ગુણરૂપ ક્યારેય થઈ શકે નહીં ઈત્યાદિ હેતુથી પરિણામી કારણ કાર્યનો ગુણ ન બને.)
તન્માત્રમાંથી મહાભૂતોત્પત્તિ અસિદ્ધ