Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યાઙ્ગઠમંજરી
एतच्च न समीचीनम् । यतो यद्यस्मादेकान्तेनाभिन्नं तत्तेन सहैवोत्पद्यते, यथा घटेन घटत्वम् । तैश्च प्रमाणफलयोः कार्यकारणभावोऽभ्युपगम्यते । प्रमाणं कारणं, फलं कार्यमिति । स चैकान्ताभेदे न घटते । न हि युगपदुत्पद्यमानयोस्तयोः सव्येतरगोविषाणयोरिव कार्यकारणभावो युक्तः, नियतप्राक्कालभावित्वात् कारणस्य નિયતોત્ત જાતમાવિત્વાન્ઘ ાર્યસ્થ । તરેવાદ→ ન તુત્યાત: હેતુમાવ રૂતિ । પત્ન=ાર્ય:, હેતુઃ જારળË, तयोर्भावः = स्वरूपम्, कार्यकारणभावः । स तुल्यकालः = समानकालो न युज्यत इत्यर्थः ॥ अथ क्षणान्तरितत्वात् तयोः क्रमभावित्वं भविष्यतीत्याशङ्क्याह । 'हेतौ विलीने न फलस्य भाव' इति । हेतौ कारणे प्रमाणलक्षणे विलीने કાર્ય કારણનાં અવ્યવહિતઉત્તરવર્તી હોય છે. અર્થાત્ કાર્ય-કારણ વચ્ચે સમાનકાલીનતાભાવ નથી, પરંતુ પૂર્વોત્તરભાવ ઇષ્ટ છે. તેથી જો પ્રમાણ અને ફળ એકાંતે અભિન્ન હોવાથી સમાનકાલીન હોય, તો તે બન્ને વચ્ચે કાર્યકારણભાવ સંગત ન થાય. આ આશયથી જ કવિએ કહ્યું કે –“ન તુલ્યકાળ” ઇત્યાદિ. અર્થાત્ ફળ અને હેતુ સમાનકાળે ઉત્પત્તિશીલ ન હોય.
હેતુનાં વિનાશમાં ફળની અસિદ્ધિ
પૂર્વપક્ષ :– હેતુ અને ફળ ક્ષણાન્તરિત છે. એટલે કે પૂર્વક્ષણે હેતુ છે અને ઉત્તરક્ષણે ફળ છે. આમ બન્નેને ક્રમભાવી માનવાથી કોઇ દોષ રહેશે નહિ. કેમકે બે ક્રમભાવીપદાર્થો વચ્ચે હેતુફળભાવ સુ–ઉપપન્ન છે.
ઉત્તરપક્ષ :– હેતુ નષ્ટ થયા પછી ફળની ઉત્પત્તિ સંભવી ન શકે. બૌદ્ધમતે સર્વ સત્ વસ્તુઓ ક્ષણવિનાશી છે. અર્થાત્ ઉત્પત્તિ પછીની ક્ષણે જ નિરન્વય નાશ પામે છે. આમ ઉત્તરક્ષણે પ્રમાણરૂપ હેતુનો નિરન્વય નાશ થયો હોવાથી પ્રમિતિરૂપ કાર્ય શી રીતે ઉત્પન્ન થઇ શકશે ? કેમકે કારણરૂપ મૂળનો જ અભાવ છે. ‘આ આનું ફળ છે” એવી આબાળગોપાળપ્રસિદ્ધ પ્રતીતિ હેતુ અને ફળ બન્ને વિધમાન હોય, તો જ ઘટી શકે, એકની પણ અવિધમાનતામાં એ પ્રતીતિ અસિદ્ધ છે. (જો સર્વથા અસત્વસ્તુ કાર્યકારણભાવનો બોધ કરાવી શકે, તો ખપુષ્પદ્ગારા પણ તે બોધ થવાનો અતિપ્રસંગ આવે. અથવા તો ધણી નષ્ટ વસ્તુઓનો પણ કાર્યકારણભાવમાં નિવેશ કરવાનો પ્રસંગ આવે, અથવા કારણનાં અભાવમાં પણ કાર્ય માનશો તો બીજ વિના વૃક્ષોત્પત્તિનો પ્રસંગ આવશે.)વળી ‘હેતુફળભાવ’ સંબંધરૂપ છે. અને સમ્બન્ધ પોતાનાં બે સંબંધીમાં રહે છે. તેથી ક્ષણક્ષયવાદની સિદ્ધિમાં તત્પર તમે સંબંધને સિદ્ધ કરવા સમર્થ નહિ બની શકો. કારણ કે, તમારા મતે હેતુકાળે ફળ નથી, અને ફળકાળે હેતુ નથી. એટલે કે સંબંધના બન્ને આશ્રય એકકાળે મળી શકે તેમ નથી, તેથી સંબંધની સિદ્ધિ ન થવાથી, આ હેતુ અને આ ફળ” એવી પ્રતિનિયત–ચોક્કસ પ્રતીતિ થઇ શકશે નહિ. કેમકે હેતુ કે ફળ બેમાંથી એકના પ્રતીતિકાળે અન્યનું ગ્રહણ ન હોવાથી આવા સંબંધનું ગ્રહણ થઇ શકે નહિ. કહ્યું છે કે –“દ્વિષ્ઠ (બેમાં વૃત્તિ)સંબંધનું સંવેદન એકરૂપ (એક સંબંધી)ના જ્ઞાનથી થઇ શકે નહિ. કેમકે બન્ને સંબંધીના સ્વરૂપનું ગ્રહણ થાય તો જ સંબંધનું સંવેદન થાય.” · પ્રમાણપ્રમિતિ વચ્ચે વ્યવસ્થાપકવ્યવસ્થાપ્યભાવ-ધર્મોત્તર
“જ્ઞાનની અર્થ સાથે જે સદેશતા છે, તે જ પ્રમાણ છે. કેમકે આ સદેશતાનાં નિમિત્તથી અર્થપ્રતીતિ સિદ્ધ થાય છે." ન્યાયબિંદુનાં આ બે સૂત્રના અર્થ પર પ્રકાશ કરતા ધર્મોત્તર પોતાની ટીકામાં દર્શાવે છે કે – વિજ્ઞાન નીલાકાર જ છે. કેમકે તેનાથી નીલની (વસ્તુની )પ્રતીતિ થાય છે. વસ્તુત:ચક્ષુઆદિ જે ઇન્દ્રિયોથી જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેઓના કારણે કંઇ એ ઇન્દ્રિયજન્યજ્ઞાન નીલનું જ સંવેદનરૂપ છે, એમ નિશ્ચિત કરાતું નથી. કિન્તુ પ્રથમ અનુભવદ્વારા એ જ્ઞાન ‘નીલસશ છે” એવું જ્ઞાન થાય છે. અને તેનાથી એ જ્ઞાન નીલનું સંવેદન છે.’ એમ નિશ્ચિત કરાય છે—વ્યવસ્થાપિત કરાય છે. વળી અમે (બૌદ્ધ) પ્રમાણ જનક છે અને ફળ જન્ય છે એવા હેતુના વિનાશમાં ફળની અસિદ્ધિ
191