________________
*
કિક કોણ
ચાતુષ્ઠમંજરી
ફરાર इदानीं ये प्रमाणादेकान्तेनाभिन्नं प्रमाणफलमाहुः ये च बाह्यार्थप्रतिक्षेपेण ज्ञानाद्वैतमेवास्तीति ब्रुवते । तन्मतस्य विचार्यमाणत्वे विशरास्तामाह -
न तल्यकालः फलहेतभावो हतौ विलीने न फलस्य भावः । न संविदद्वैतपथेऽर्थसंविद् विलूनशीर्णं सुगतेन्द्रजालम् ॥१६॥
बौद्धाः किल प्रमाणात् तत्फलमेकान्तेनाभिन्नं मन्यन्ते । तथा च तत्सिद्धान्तः- “उभयत्र तदेव ज्ञान | प्रमाणफलमधिगमरूपत्वात् ।" "उभयत्रेति प्रत्यक्षेऽनुमाने च तदेव ज्ञानं प्रत्यक्षानुमानलक्षणं फलं कार्यम् । कुतः ?
अधिगमरूपत्वादिति परिच्छेदस्यत्वात्। तथाहि । परिच्छेदस्यमेव ज्ञानमुत्पद्यते । न च परिच्छेदादृतेऽन्यद् ज्ञानफलम्, | भिन्नाधिकरणत्वात् । इति सर्वथा न प्रत्यक्षानुमानाभ्यां भिन्नं फलमस्तीति ।"
વિજ્ઞાનવાદી બૌદ્ધમતનું ખંડન
હવે જે બૌદ્ધ પ્રમાણથી પ્રમાણફળને એક અભિન્ન માને છે, તથા જે બૌદ્ધો જ્ઞાનથી ભિન્ન એવા બાહ્યઅર્થનો વિરોધ કરીને માત્ર જ્ઞાનઅદ્વૈતને જ સ્વીકાર કરે છે. તે બન્ને બૌદ્ધમત વિચાર કરતા ખંડિત થઈ જાય છે, તેમ બતાવતા કવિ કહે છે –
કાવાર્થ:- સમાનકાળે ફળ કાર્ય અને હેતુ રહેતા નથી. તથા તેનો વિનાશ થયા પછી કાર્ય ઉત્પન થઈ શકતું નથી. તથા વિજ્ઞાનમાર્ગે (મો) બાટ્યવિષયનું સંવેદન થઈ શકે નહિ, તેથી બુદ્ધની આ ઇન્દ્રજાળ છિન્નભિન્ન થઈ જાય છે.
પ્રમાણથી પ્રમાણફળ એકાંતે અભિન-બૌદ્ધ પૂર્વપક્ષ:- બૌદ્ધદર્શન પ્રમાણભૂતજ્ઞાનથી તેનાફળને કાજે અભિન્ન ગણે છે. હિંગનાગેચાયપ્રવેશમાં કહ્યું છે– “બને પ્રમાણ સ્થળે તે જ્ઞાને જ પ્રમાણનું ફળ છે. કેમકે ફળ પણ અધિગમ=બોધ જ્ઞાનરૂપ છે. " શ્રી હરિભદ્રસૂરિએ તે ગ્રન્થની ટીકામાં કહ્યું છે - “ઉભયત્ર=પ્રત્યક્ષ અને અનુમાનમાં (બોદ્ધદર્શન આ બે જ પ્રમાણ માને છે)ને જ ( જ્ઞાન જ) કે જે પ્રત્યક્ષ અથવા અનુમાનાત્મક છે–જ સ્વયં ફળ કાર્ય છે. કેમકે હૈં તે ફળ અધિગમવિષયપરિચ્છેદ = વિષયજ્ઞપ્તિરૂપ છે. કેમકે પરિચ્છેદરૂપ જ જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને પરિચ્છેદથી ભિન્ન બીજું કોઈ ફળ માની ન શકાય, કેમકે જે બીજું ફળ માનશો, તેની પ્રમાણરૂ૫હેતુથી ભિન્ન અધિકરણમાં જ વૃત્તિ હશે (હેતુ અને કાર્ય એકાધિકરણ ઈષ્ટ છે)તેથી જયાં પ્રમાણ હેય, ત્યાં જ તેનું કાર્ય જ ઈષ્ટ હોય, તો પ્રમાણનું પરિચ્છેદ સિવાય બીજુ કોઈ કાર્ય પ્રાપ્ત થશે નહિ તેથી પ્રત્યક્ષ અને અનુમાનરૂપ પ્રમાણજ્ઞાનથી તે પ્રમાણનું ફળ સર્વથા ભિન્ન નથી એમ સિદ્ધ થાય છે.”
અભિનમાં હેતુકૂળભાવ અઘટમાન-જૈન ઉત્તરપક્ષ:- બૌદ્ધોની આ માન્યતા બરાબર નથી. એકાંતે અભિન્ન વસ્તુઓ એક સાથે જ ઉત્પન્ન થાય કરી છે, જેમકે ઘટથી અભિન ઘટતા પ્રમાણરૂપ કારણ અને પ્રમિતિરૂપ કાર્ય (ફળ)જો એકાંતે અભિન્ન માનશો, રીતો બન્નેની ઉત્પત્તિ સાથે જ માનવી પડશે. અને એક સાથે ઉત્પન્ન થનારી બે વસ્તુ વચ્ચે ગાયનાંડાબા-જમણા
શિંગડાની જેમ કાર્યકારણભાવ ઘટી શકતો નથી. કેમકે કારણ અવશ્ય કાર્યના અવ્યવહિપૂર્વવર્તી હોય છે. અને : ૧. હિના વિરતન્યાયપ્રવેશે . ૭૨. હરિપદ્રસૂરિના સાયપ્રવેશવૃત્તિઃ પૃ. ૩૬ /
કાવ્ય-૧૬.
દિકરો 190)
:
;....