________________
સ્વાદમંજરી
ननु प्रमाणस्यासाख्य्यव्यावृत्तिः साख्यम्, अनधिगतिव्यावृत्तिरधिगतिरिति व्यावृत्तिभेदादेकस्यापि प्रमाणफलव्यवस्थेति चेत् ? नैवम् । स्वभावभेदमन्तरेणान्यव्यावृत्तिभेदस्यानुपपत्तेः । कथं च प्रमाणस्य फलस्य चाप्रमाणाफलव्यावृत्त्या प्रमाणफलव्यवस्थावत् प्रमाणान्तरफलान्तरव्यावृत्त्याप्यप्रमाणत्वस्याफलत्वस्य च व्यवस्था न स्यात् ? विजातीयादिव सजातीयादपि व्यावृत्तत्वाद् वस्तुनः । तस्मात् प्रमाणात् फलं कथञ्चिद् भिन्नमेवैष्टव्यं, साध्यसाधनभावेन प्रतीयमानत्वात् । ये हि साध्यसाधनभावेन प्रतीयेते ते परस्परं भिद्येते यथा कुठारच्छिदिक्रिये इति ॥
एवं यौगाभिप्रेतः प्रमाणात् फलस्यैकान्तभेदोऽपि निराकर्तव्यः, तस्यैकप्रमातृतादात्म्येन प्रमाणात् कथञ्चिदभेदव्यवस्थितेः । प्रमाणतया परिणतस्यैवात्मनः फलतया परिणतिप्रतीतेः यः प्रमिमीते स एवोपादत्ते, परित्यजति, उपेक्षतें चेति सर्वव्यवहारिभिरस्खलितमनुभवात् । इतरथा स्वपरयोः प्रमाणफलव्यवस्थाविप्लवः प्रसज्यत इत्यलम् ॥ ફળ વચ્ચે કથંચિત્ ભેદ માનવો જ ચિત છે. કારણ કે બન્નેવચ્ચે સાધ્ય–સાધન ભાવ પ્રતીત છે. જેઓ પરસ્પર સાધ્ય–સાધનભાવરૂપે પ્રતીત થાય છે, તેઓ પરસ્પર ભિન્ન છે; જેમ કે કુહાડી અને છેદનક્રિયા.
એકાંતભેદ અસંગત
આમ બૌદ્ધને ઇષ્ટ એવા એકાંતઅભેદને નિરસ્ત કર્યા પછી, યૌગ-નૈયાયિકને અભિમત એકાંતભેદમત પણ નિરસ્ત કરવો જોઇએ. ફળ પ્રમાણથી કથંચિત્ અભિન્ન છે, કેમ કે જે પ્રમાતાને પ્રમાણ જ્ઞાન છે, તે જ પ્રમાતાને પ્રમાણફળનું જ્ઞાન પણ હોય છે. તથા પ્રમાણ અને ફળજ્ઞાન આ બન્ને, પ્રમાતાસાથે કથંચિત્ તાદાત્મ્યભાવ ધરાવે છે. પ્રમાણને પ્રમાતા સાથે તાદાત્મ્યભાવ છે અને ફળને પણ પ્રમાતા સાથે તાદાત્મ્યભાવ છે. તેથી એક પ્રમાતૃતાદાત્મ્યસંબંધથી પ્રમાણ અને ફળ બન્ને પણ કથંચિત્ પરસ્પર અભિન્ન છે. જે પ્રમાતા પ્રમાણજ્ઞાનઆકારરૂપે પરિણત થાય છે, તે જ પ્રમાતા ફળરૂપે પરિણત થાય છે, તે પ્રતીતિસિદ્ધ છે. કેમકે જે પ્રમિતિ કરે છે, તે જ ઉપાદાન કરે છે, ત્યાગ કરે છે અને ઉપેક્ષા કરે છે. અર્થાત્ પ્રમાણથી ઉપાદેય હેય કે ઉપેક્ષ્યરૂપે જ્ઞાત થયેલી વસ્તુમાં પ્રમાતા ગ્રહણઆદિ પ્રવૃત્તિ કરે છે. આ વાત બધા જ લોકો ને અસ્ખલિતપણે અનુભવસિદ્ધ છે. તેથી જેને પ્રમાણનું જ્ઞાન છે, તેને જ ફળનું જ્ઞાન છે, તેમ નક્કી થાય છે. જો પ્રમાણ અને ફળ એક આત્મામાં રહેનારા ન હોય, તો સ્વપ્રમાણથી પરને ફળ અને પરના પ્રમાણથી સ્વને ફળ પ્રાપ્ત થવું જોઇએ. અને તો પ્રમાણ અને ફળની કોઇ વ્યવસ્થા જ રહે નહિ. આમ આ વ્યવસ્થાભંગનો પ્રસંગ છે.
અણિકથાદની સિદ્ધિ–બૌદ્ધમત
અથવા પૂર્વાર્ધની વ્યાખ્યા બીજા પ્રકારે કરે છે. પૂર્વપક્ષ :– (સૌગતોની કલ્પના) સર્વ સત્ વસ્તુઓ ક્ષણિક છે, જે ક્ષણિક નથી તે સત્ પણ નથી • કારણ કે મુદ્ગરવગેરે વિનાશકસાધનોની હાજરીમાં ધટવગેરે સર્વ સવસ્તુઓ વિનષ્ટ થતી સ્પષ્ટ ઉપલબ્ધ થાય છે. આ ઘટવગેરે વસ્તુઓ મુદ્ગરઆદિના પ્રહારથી અંત્યઅવસ્થામાં જે રૂપથી નાશ પામે છે, તે જ સ્વરૂપ તે ધટવગેરેની ઉત્પત્તિનાં પ્રથમ ક્ષણે હતું કે નહિ ? જો પ્રથમક્ષણે પણ તે સ્વરૂપ હતું જ, તો પ્રથમૠણે તે ધટાદિક નાશ ન પામે અને અંત્યક્ષણે જ નાશ પામે’ તેમ કહેવામાં પ્રયોજક કોણ ? અર્થાત્ પ્રથમક્ષણે પણ નાશ પામવાનું સ્વરૂપ હોવાથી ધટવગેરે ઉત્પત્તિ પછીની પ્રથમક્ષણે જ નાશ પામશે. (અને જો ધટવગેરેનું અંત્યણે પ્રથમક્ષણ કરતાં ભિન્નસ્વરૂપ હોય, તો તે ભિન્ન સ્વરૂપતા કોનાથી માળી ? અને ક્યારે આવી ! તથા સ્વરૂપ બદલવાથી તે સ્વરૂપવાળા લટવગેરે પણ કેમ બદલાઇ ન જાય ? કેમકે સ્વરૂપના ભેદમાં સ્વરૂપીનો પણ ભેદ થાય છે. આમ અંત્યણના સ્વરૂપને ભિન્ન માનવામાં ઘણા અણઉકેલ્યા પ્રશ્નો ઊભા થાય. તેથી એમ માની શકાય નહિ. તેથી વસ્તુનો ઉત્પત્તિ પછી તરત જ વિનાશ થાય છે.) તેથી વસ્તુ ક્ષણિક છે તેમજ સિદ્ધ થાય છે.
મણિકવાદની સિદિ બૌદ્ધમત
1193