Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:
:
:
સ્થાકુટમેજરી _ अथवा पूर्वार्द्धमिदमन्यथा व्याख्येयम् । सौगताः किलेत्थं प्रमाणयन्ति “सर्वं सत् क्षणिकम्” यतः सर्वं तावद् । घटादिकं वस्तु मुद्गरादिसंनिधौ नाशं गच्छद् दृश्यते । तत्र येन स्वरूपेणान्त्यावस्थायां घटादिकं विनश्यति । तच्चैतत्स्वरूपमुत्पन्नमात्रस्य विद्यते इति तदानीमुत्पादानन्तरमेव तेन विनष्टव्यम्, इति व्यक्तमस्य क्षणिकत्वम् ।
अथेदृश एव स्वभावस्तस्य हेतुतो जातो यत्कियन्तमपि कालं स्थित्वा विनश्यति । एवं तर्हि मुद्गरादिसन्निधानेऽपि एष एव तस्य स्वभावः इति पुनरप्येतेन तावन्तमेव कालं स्थातव्यम् इति नैव विनश्येदिति । सोऽयं “अदित्सोर्वणिजः । प्रतिदिनं पत्रलिखितश्वस्तनदिनभणनन्यायः” । तस्मात् क्षणद्वयस्थायित्वेनाप्युत्पत्तौ प्रथमक्षणवद् द्वितीयेऽपि क्षणे | क्षणद्वयस्थायित्वात् पुनरपरक्षणद्वयमवतिष्ठेत ।एवं तृतीयेऽपि क्षणे तत्स्वभावत्वान्नैव विनश्येदिति ॥स्यादेतत् । स्थावरमेव
અમુકકાળ સ્થિરતાસ્વભાવ પણ અસંગત પૂર્વપક્ષ:- પોતાનાં હેતુમાંથી વસ્તુ એવા સ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે, કે અમુકકાળ સુધી જગતમાં વિદ્યમાન રહી પછી નાશ પામવું. એટલે વસ્તુ ક્ષણિક સિદ્ધ નહિ થાય.
બૌદ્ધ:- જો વસ્તુ આવા સ્વભાવવાળી ઉત્પન્ન થતી હેય તો વસ્તુ સર્વદા એકસ્વભાવી હોઇ, જયારે , મિત્રરાદિ હાજર થશે ત્યારે પણ તેનો એ સ્વભાવ તો તાજોને તાજો જ રહેશે. તેથી ફરીથી તેટલી મુદત સુધી સ્થિર રહેવાનો પરવાનો મેળવશે. આમ દર વખતે તે સ્વભાવ અચળ ઈ વસ્તુ પણ નષ્ટ થવાની મુદત આધી ઠલવ્યાકરશે. કોઈવાણીયાએ બીજા પાસે ઉછીના પૈસા લીધા અને લખી આપ્યું કે “આવતી કાલે આપી દઇશ." પેલો લેણદાર બીજા દિવસે આવ્યો અને પૈસા માંગ્યા. એટલે વાણીયાએ પત્ર બતાવીને કહ્યું “મેં લખી આપ્યું છે ને કે “આવતી કાલે આપીશ" માટે આવતી કાલે આવજે." આમ રોજ પેલાને પત્ર દેખાડી આવતીકાલનો વાયદો આપે છે. આવતીકાલ આવતી નથી અને પૈસા આપતો નથી. આ ન્યાય અહીં પણ બરાબર લાગે છે. વસ્તુનો અમૂકદિવસ રહેવાનો સ્વભાવ નષ્ટ થતો નથી અને વસ્તુ નષ્ટ થતી નથી. તેથી આ કલ્પનામુજબ જ “વસ્તુ વિનાશકસામગ્રીની હાજરીમાં વિનાશ પામે છે.” એમ પણ તમારાથી માની શકાય નહિ. આમ માત્ર બે ક્ષણ રહેવાના સ્વભાવ સાથે ઉત્પન્ન થયેલી વસ્તુનો બે ક્ષણ રહેવાનો સ્વભાવ પ્રથમક્ષણની જેમ બીજી ક્ષણે પણ રહેશે, તેથી ફરીથી બે ક્ષણ રહેશે. વળી ત્રીજી ક્ષણે પણ બે ક્ષણ રહેવાનો સ્વભાવ તો અડીખમ ઊભો જ રહેવાનો. આમ માત્ર બે ક્ષણ રહેવાના સ્વભાવસાથે વસ્તુ કાયમ માટે ટકી જશે.
અવિનશ્વરસ્વભાવીનાં વિનાશની અનુ૫પત્તિ પૂર્વપલ :- વસ્તુ સ્વહેતુમાંથી સ્થાવર-અવિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. પરંતુ મુલ્તરાદિ $ બળવાન વિરોધી તેનો વિનાશ કરે છે.
બૌદ્ધ :- અસત છે. કેમકે અસંગત છે. એક બાજુ અનશ્વર ઇવિનાશ પામતું નથી. એમ દર્શાવવું, અને બીજી બાજુ વિરોધીબળદ્વારા તેનો વિનાશ બતાવવો આ તો પરસ્પરવિરુદ્ધ છે. એવું ક્યારેય સંભવી)
ન શકે કે દેવદત્ત જીવે છે. અને તેનું મરણ થાય છે. જો તે જીવે છે તો મરતો નથી, અને મરતો ય તો જ તેને જીવતો ન કહેવાય. જો વસ્તુનો વિનાશ થઈ શકે છે, તો તે સ્વહેતુમાંથી અવિનશ્વરસ્વભાવવાળી ઉત્પન્ન Bર થાય છે તેમ શી રીતે કહેવાય? “મરી રહ્યો છે અને અમરણધર્મવાળો છે." એમ કહેવું બરાબર નથી. તેથી દર
જો વસ્તુ અવિનશ્વર છે, તો કયારેય પણ તેનો નાશ થવો જોઇએ નહિ. પણ નાશ થતો દેખાય છે. તેથી ફરી -વસ્તુઓ સ્વહેતમાંથી વિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે એમ અનિચ્છાએ પણ સ્વીકારવું જ રહ્યું માટે “સઘળા સતપદાર્થો ઉત્પન્ન થતાની સાથે જ નાશ પામે છે. ક્ષણિક છે તેમ સિદ્ધ થાય છે. १. कश्चिद् वणिक् द्रव्यमदित्सुः पत्रद्वारा प्रत्यहमत्तमय श्वस्तनदिनं दास्य इति बोधयति तद्वत् ।
w :::::::: :::: કાવ્ય-૧૬
::: :::::::: /1967
:
"