________________
શિ ક્ષ ક . . . . . ાલા મેજી :::- . :- ૭
जनकस्यैव च ग्राह्यत्वे इन्द्रियाणामपि ग्राह्यत्वापत्तिः तेषामपि ज्ञानजनकत्वात् । न चान्वयव्यतिरेकाभ्यामर्थस्य . ज्ञानहेतुत्वं दृष्टं, मृगतृष्णादौ जलाभावेऽपि जलज्ञानोत्पादात्, अन्यथा तत्प्रवृत्तेरसंभवात् । भ्रान्तं तज्ज्ञानमिति चेत् ? ननु भ्रान्ताभ्रान्तविचारः स्थिरीभूय क्रियतां त्वया । सांप्रतं प्रतिपद्यस्व तावदनर्थजमपि ज्ञानम् । अन्वयेनार्थस्य ज्ञानहेतुत्वं
दृष्टमेवेति चेत् ? न। न हि तद्भावे भावलक्षणोऽन्वय एव हेतुफलभावनिश्चयनिमित्तमपि तु तदभावेऽभावलक्षणो 32 व्यतिरेकोऽपि । म चोक्तयुक्त्या नास्त्येव । योगिनां चातीतानागतार्थग्रहणे किमर्थस्य निमित्तत्वम्, तयोरसत्त्वात् । “ण
णिहाणगया भग्गा पुंजो णत्थि अणागए। णिव्या णेव चिठ्ठति आरग्गे सरिसवोवमा ॥" इति वचनात् । निमित्तत्वे चार्थक्रियाकारित्वेन सत्त्वादतोतानागतत्वक्षतिः ॥
જ્યાં અર્થ ન ોય ત્યાં જ્ઞાન પણ ન હોય એવો અર્થ (અને જ્ઞાનનો અવયવ્યતિરેકભાવ મળે, તો જ અર્થને જ્ઞાનનાં કારણ તરીકે સ્થાપી શકાય. પરંતુ “મૃગતૃષ્ણા આદિસ્થળે અર્થના અભાવમાં પણ જ્ઞાન થાય છે. તેથી અર્થ અને જ્ઞાન વચ્ચે અન્ય વ્યતિરેકભાવનો અભાવ છે. તેથી “અર્થ જ્ઞાનનું કારણ નથી તેમ સિદ્ધ થાય છે.) મૃગજળમાં જળરૂપ બાઘાર્થના અભાવમાં પણ જળનું જ્ઞાન થાય છે. જો ત્યાં જળનું જ્ઞાન થતું ન હેત, તો ત્યાં જળ સમજી તરસ છીપાવવા માટે તે તરફ દોટ મૂકવાદરૂપ જે પ્રવૃત્તિ થાય છે–તે ન થાત. કારણ કે પ્રવૃત્તિ જ્ઞાનપૂર્વક થાય છે.
શંકા :- એ ઉત્પન્ન થયેલું જ્ઞાન ભ્રાન્ત છે. સમાધાન :- એ જ્ઞાન ભ્રાન્ત છે કે અભ્રાન્ત એનો વિચાર સ્થિર થઇને કર્યા કરજો. હાલ એટલું તો સ્વીકારી છે લો. કે અર્થ વિના પણ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે. (તાત્પર્ય :- બૌદ્ધમતે અર્થ વિના જ્ઞાન ઉત્પન્ન થઈ શકે જ નહિ. પરંતુ તે ગલત છે. અંર્થ વિના પણ જ્ઞાન તો ઉત્પન્ન થઇ શકે છે જ. એ ઉત્પન્ન થયેલું જ્ઞાન ભ્રાન્ત છે કે અભ્રાન્ત છે તે બીજા નંબરનો મુદ્દો છે)
શંકા:- અન્વય-વ્યતિરેકભાવથી જ હેતુતા સિદ્ધ થાય એવું નથી. માત્ર અન્વય દ્વારા પણ હેતુતાસિદ્ધ થઈ શકે છે. અર્થની હાજરીમાં જ્ઞાનનું વાપણુંરૂપ અન્વયવ્યાપ્તિથી પણ અર્થને જ્ઞાનનું કારણ કહી શકાય.
સમાધાન :- આ ગલત છે. તેની હાજરીમાં વાપણું રૂપ અપલક્ષણમાત્રથી હેતતા કી ન શકાય, પરંતુ તેના અભાવમાં ન વાપણું રૂપ વ્યતિરેકલક્ષણ પણ આવશ્યક છે. અન્યથા કદાચિત ગધેડાની હાજરીમાં ઘડો બને તેટલામાત્રથી ગધેડાને પણ ઘટના કારણતરીકે કલ્પી લેવાની આપત્તિ આવશે. અહં જ્ઞાન સાથે અર્થનો વ્યતિરેક મળતો ન ઈ, તેને જ્ઞાનના હેતુ તરીકે માની ન શકાય. વળી કદાચ મૃગતૃષ્ણા જ્ઞાનમાં ભ્રાન્તજ્ઞાનની આપત્તિ આપશો, પણ યોગિપ્રત્યક્ષજ્ઞાનમાં શું કરશો? ભૂત-ભાવી-વર્તમાન ત્રણે કાળનાં પદાર્થો યોગીનાં પ્રત્યક્ષજ્ઞાનના વિષયો બને છે. છતાં ત્યાં પદાર્થો હજર નથી. કહ્યું જ છે કે નષ્ટ થયેલાં પદાર્થો નિધાનમાં જમા છું નથી, અને અનાગતકાલીન પુદ્ગળોનો ઢગલો હાજર નથી. ઉત્પન્ન થયેલાં પદાર્થો સોયનાં અગ્રભાગ પર છું રાખેલાં સરસવનાં દાણાની જેમ સ્થિર નથી ”
શંકા:- અતીત–અનાગતકાળનાં પદાર્થો તે તે કાળે સત લેવાથી જ્ઞાનના વિષય બને છે. તેથી જ વર્તમાન કાળમાં પણ યોગિપ્રત્યક્ષના નિમિત્ત બને છે. આમ નિમિત્ત બનવાદ્વારા તેઓ યોગિપ્રત્યક્ષમાં હેતુ છે.
સમધાન :- “ જ્ઞાનની ઉત્પત્તિમાં નિમિત્ત બનવું એ પણ એક પ્રકારની અર્થક્રિયા છે. અને અર્થક્રિયા સતને જ સંભવે છે. તેથી આમ નિમિત્ત બનવારૂપ અર્થક્રિયા કરતા હેવાથી અતીત–અનામતવિષયો અત્યારે પણ સત છે તેમ માનવું પડશે. અને તો તેઓને અતીત ( નષ્ટ) કે અનાગત (અનુત્પન્ન) કહી ન શકાય. | १.. यत्सत्त्वे यत्सत्त्वमन्वयः यदभावे यदभावः व्यतिरेक इति अन्वयव्यतिरेकलक्षणमत्राभिप्रेतं भाति । २. छाया - न निधानगता भग्नाः इस पुंजो नास्त्यनागते । निर्वृत्ता नैव तिष्ठन्ति आराग्रे सर्पपोपमाः ।। બાઘાર્થની જ્ઞાનજનતા અસિદ્ધ
***કકકકક કસ201