Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યાાદમંજરી
1
यच्च क्षणिकत्वस्थापनाय मोक्षाकरगुप्तेनानन्तरमेव प्रलपितं तत् स्याद्वादवादे निरवकाशमेव । निरन्वयनाशवजं कथंचित्सिद्धसाधनात् । प्रतिक्षणं पर्यायनाशस्यानेकान्तवादिभिरभ्युपगमात् । यदप्यभिहितम् 'न ह्येतत् संभवति जीवति च देवदत्तो मरणं चास्य भवतीति, तदपि संभवादेव न स्याद्वादिनां क्षतिमावहति । यतो जीवनं प्राणधारणं, मरणं चायुर्दलिकक्षयः । ततो जीवतोऽपि देवदत्तस्य प्रतिसमयमायुर्दलिकानामुदीर्णानां क्षयादुपपन्नमेव मरणम् । न च वाच्यमन्त्यावस्थायामेव कृत्स्नायुर्दलिकक्षयात् तत्रैव मरणव्यपदेशो युक्त इति । तस्यामप्यवस्थायां न्यक्षेण तत्क्षयाभावात्। तत्रापि ह्यवशिष्टानामेव तेषां क्षयो न पुनस्तत्क्षण एव युगपत्सर्वेषाम् । इति सिद्धं गर्भादारभ्य प्रतिक्षणं मरणम्। इत्यलं प्रसङ्गेन ॥
જીવનમરણની એકકાળતા
તથા અવિનશ્ર્વરસ્વભાવસહિત ઉત્પન્ન થયેલી વસ્તુ બળવાન વિરોધી દ્વારા નાશ પામે છે. ઇત્યાદિ ચર્ચાના અનુસંધાનમાં એમ સંભવતુ નથી કે દેવદત્ત જીવે છે, અને તેનુ મરણ થાય છે॰ ઇત્યાદિ આપત્તિ દર્શાવી હતી. તે પણ સ્યાદ્વાદને જરા પણ આંચ લગાડી શકે તેમ નથી. કેમકે જીવવું= પ્રાણને ધારી રાખવાં. મરણ-આયુષ્યકર્મનાં દળિકોનો ક્ષય. જીવતા એવા દેવદત્તના ક્ષણે ક્ષણે આયુષ્યકર્મના ઉદયમાં આવેલા ળિયા ભોગવાઇ રહ્યા છે. ' ભોગવાઇ ગયેલાં દળિયા કર્મપરિણામરૂપે નષ્ટ થાય છે. તેથી ક્ષણે ક્ષણે જીવતા દેવદત્તનું મરણ થઇ રહ્યું છે તે ઉપપન્ન છે. આ મરણને આગમ પરિભાષામાં “આવિચીમરણ” કહે છે. આમ પ્રાણધારણરૂપ જીવન અને આવિચીમરણ આ બન્ને એક સાથે હોવામાં કોઇ વિરોધ નથી.
પૂર્વપક્ષ :- આયુષ્યનાં અંત્યક્ષણે જ આયુષ્યનાં સર્વદળકો નાશ પામે છે. તેથી તે વખતે જ મરણ કહેવાય. પૂર્વકાળે તે બધા દળકો નાશ પામતા ન હોવાથી મરણ કહી શકાય નહિં.
ઉત્તરપક્ષ :- જીવનનાં અંત્યકાળે પણ તે ભવનાં આયુષ્યનાં સધળા દળિકો નાશ પામતા જ નથી. ક્ષણે ક્ષણે નાશ પામતા પામતા બાકી રહેલા દળિયા જ ચરમ સમયે નાશ પામે છે. તેથી સિદ્ધ થાય છે, કે જીવનું ગર્ભથી આરંભીને પ્રતિક્ષણ મૃત્યુ છે.
શંકા :- જો આમ ક્ષણેક્ષણે મૃત્યુ હોય, તો અંત્યક્ષણે જ શા માટે મરણનો વ્યવહાર થાય છે.
સમાધાન :- અંત્ય સમયે આયુષ્યના બાકી રહેલાં બધા દળિયા એક સાથે નાશ પામે છે, અને સાથે જ તે જીવની પ્રાણધારણ શક્તિ । પણ નાશ પામે છે, તેથી અંત્ય સમયે એકબાજુ શેષ દળિયાનો ક્ષય, અને બીજીબાજુ પ્રાણધારણરૂપ જીવનનો નાશ આ બન્ને હોઇ તે વખતે જ મરણનો વ્યવહાર થાય છે.
બૌદ્ધમાન્ય અર્થ-જ્ઞાનકાર્યકારણભાવનું નિરાકરણ
અથવા અન્યપ્રકારે વ્યાખ્યા કરે છે. સૌગતમતે અર્થથી જ્ઞાન ઉત્પન્ન થાય છે. અને ઉત્પન્ન થયેલું તે જ્ઞાન તેજ (પોતાનાં ઉત્પાદક) અર્થનો બોધ કરે છે. કેમકે “જ્ઞાનનું જે કારણ નથી, જ્ઞાનનો તે વિષય પણ નથી." એવું વચન છે. તેથી અર્થ પોતે કારણ છે, અને જ્ઞાન કાર્ય છે.
આ કથન સુંદર નથી, કેમકે અર્થ જે ક્ષણે ઉત્પન્ન થાય છે, તે ક્ષણે પોતાની જ ઉત્પત્તિમાં વ્યગ્ર હોય છે. તેથી તે ક્ષણે જ્ઞાનને ઉત્પન્ન કરવાનું કાર્ય કરી શકે નહીં. એટલે કે તે ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય નહીં.... બીજી ક્ષણે જ્ઞાન ઉત્પન્ન થાય, ત્યારે અર્થ પોતે અતીત-નષ્ટ થઇ જાય છે. અને કાર્યકારણભાવ પૂર્વોત્તરકાળનિયત છે. અર્થાત્ કારણ પૂર્વકાળે ઉદયમાં આવે અને કાર્ય ઉત્તરકાળે ઉદયમાં આવે. તથા તમારા મતે સત્વસ્તુઓ ક્ષણિક છે. આમ કારણભૂતઅર્થ ઉત્પત્તિની બીજી ક્ષણે નષ્ટ થશે. તેથી તે વખતે કાર્યભૂત જ્ઞાન પ્રાદુર્ભૂત શી જીવન મરણની એકકાળતા
199