Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
આકાશ . -- ' સ્થાહમંજરી |
तत् स्वहेतोर्जातम्, परं बलेन विरोधकेन मुद्गरादिना विनाश्यत इति । तदसत् । कथं पुनरेतद् घटिष्यते-न च तद् विनश्यति स्थावरत्वात्, विनाशश्च तस्य विरोधिना बलेन क्रियते इति । न ह्येतत्सम्भवति 'जीवति देवदत्तो मरणं * चास्य भवतीति ' । अथ विनश्यति तर्हि कथमविनश्वरं तद्वस्तु स्वहेतोर्जातमिति । न हि म्रियते चामरणधर्मा चेति व युज्यते वक्तुम् । तस्मादविनश्वरत्वे कदाचिदपि नाशायोगात् दृष्टत्वाच्च नाशस्य, नश्वरमेव तद्वस्तु स्वहेतोरुपजातमङ्गोकर्तव्यम्। तस्मादुत्पन्नमात्रमेव तद् विनश्यति । तथा च क्षणक्षयित्वं सिद्धं भवति ॥ __ प्रयोगस्त्वेवम् । यद्विनश्वरस्वरूपं तदुत्पत्तेरनन्तरमनवस्थायि, यथान्त्यक्षणवर्तिघटस्य स्वरूपम् । विनश्वरस्वरूपं च स्पादिकमुदयकाले, इति स्वभावहेतुः। यदि क्षणक्षयिणो भावाः, कथं तर्हि स एवायमिति प्रत्यभिज्ञा स्यात् ? उच्यते। निरन्तरसदृशापरापरोत्पादात्, अविद्यानुबन्धाच्च । पूर्वक्षणविनाशकाल एव तत्सदृशं क्षणान्तरमुदयते ।।
વિનાશી વસ્તુની ક્ષણિક્તા પ્રયોગ - જે નાશ થવાના સ્વરૂપવાળું શ્રેય, તે ઉત્પત્તિની પછીની ક્ષણે રહેતું નથી નાશ પામે છે. જેમકે ચરમ સમયે રહેલા ઘટનું સ્વરૂપ'. જેમ અંત્યસમયમાં રહેલાં ઘટનું સ્વરૂપ વિનશ્વર છે તો ઘડો તે ક્ષણે નાશ પામે છે, પછીની ક્ષણે સ્વસ્વરૂપમાં રહેતો નથી. તેમ જે વસ્તુનું સ્વરૂપવિનશ્વર છે, તે વસ્તુ પોતાની ઉત્પત્તિની પછીની ક્ષણે અવસ્થિત રહેતી નથી પણ નષ્ટ થાય છે. અને રૂપાદિ વસ્તુઓ ઉત્પત્તિકાળે વિનશ્વરસ્વભાવવાળી જ ઉત્પન્ન થાય છે. તેથી બધી વસ્તુઓ ક્ષણિક છે. અહીં અનુમાનમાં વિનશ્વરસ્વરૂપ
હેતુ’ સ્વભાવહેતુ છે. બૌદ્ધમતે ત્રણ પ્રકારના હેતુ છે. (૧) પાર્થની પ્રાપ્તિન થવારૂપ અનુપલખ્યિ હેતુ છે. જેમકે ઘરમાં ચૈત્ર નથી, કેમકે તેની અનુપલબ્ધિ છે." (૨)સ્વભાવહેતુ-જયાં બે વચ્ચે કાર્ય-કારણભાવન હેય, માત્ર એકની સત્તા જ બીજાની સત્તાનું સૂચન કરતી હોય જેમકે આ વૃક્ષ છે. કેમ કે શિશિપ છે (શિશિપ એક પ્રકારનું વૃક્ષ છે)(૩)જ્યાં હેતુ સાધ્યનું કાર્ય છે, એટલે કે હેતુ-સાધ્ય વચ્ચે કાર્યકારણભાવ હોય, જેમકે અહીં અગ્નિ છે, કેમકે ધૂમાડે છે)
પ્રત્યભિજ્ઞાન ભાન શંકા :- જો સર્વભાવો ક્ષણવિનશ્વર હોય, તો તે જ આ છે.' એવી પ્રત્યભિજ્ઞા શી રીતે થશે? (તે જ આ છે ઇત્યાદિ જ્ઞાનોમાં “આ છે ઇત્યાદિ અંશે પ્રત્યક્ષ અને તે જ એ અંશે સ્મરણાત્મકજ્ઞાન છે. આ બંને જ્ઞાનદ્વારા જે સાદૃશ્ય વગેરે ઉત્પન્ન થાય છે તે સાદૃશ્યાદિને સંકલિત કરનારૂં જ્ઞાન પ્રત્યભિજ્ઞા. “આ તે જ છે. “આ તેનાં જેવું છે."
આ તેનાથી વિલક્ષણ છે.” “આ તેનો પ્રતિયોગી છે." ઇત્યાદિ જ્ઞાનો આમાં સમાવિષ્ટ થાય છે. આ પ્રત્યભિજ્ઞા એક જ 1 પાર્થના પૂર્વકાળનો અને ઉત્તરકાળનો સંબંધ જોડે છે.)વસ્ત અક્ષણિક હોય તો જ આ પ્રત્યભિજ્ઞા સંભવી શકે. અન્યથા નહિ. વસ્તુને ક્ષણિક માનવામાં સર્વજનસિદ્ધ આ પ્રત્યભિજ્ઞા સંગત નહિ થાય.
સમાધાન:- અત્યંત સદેશ અપર– અપરક્ષણો ( ક્ષણભાવીપદાર્થો) ક્રમિક રીતે ઉત્પન્ન થયા જ કરે છે. આમ એકબાજુ અવ્યવહિત પૂર્વોતરક્ષણો વચ્ચે અત્યંત સદેશતા, અને બીજી બાજુ અનાદિકાલીનઅવિદ્યાનો યોગ. આ બન્નેનાં કારણે સ્થૂળદેષ્ટિવાળા સામાન્યલોકોને સમાનતાનો ભાસ થાય છે. (જે સમય પૂર્વેક્ષણ નાશ
પામે છે, તે જ સમયે તેના જેવી જ ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે. આ ઉત્તરક્ષણ પૂર્વલણથી આકારમાં અવિલક્ષણ છે. તથા જ બન્ને ક્ષણ વચ્ચે કાળનું વ્યવધાન નથી. તેથી પૂર્વેક્ષણનો અત્યંત નિરવ ઉચ્છેદ થઈ ગયો છેવા છતાં, તેજ આ છે." એવા
અભેદનો બોધ કરાવતો પ્રત્યય ઉત્પન્ન થાય છે. તેને બીજા લોકો પ્રત્યભિજ્ઞા કહે છે વાસ્તવમાં તો બન્ને ક્ષણો અત્યંત ભિન્ન છે?
१. त्रीण्येव च लिङ्गानि (हेतवः) । अनुपलब्धिः स्वभावकार्ये चेति । तत्रानुपलब्धिर्यथा न प्रदेशविशेषे घटः । क्वचिद् घटोपलब्धिलक्षणप्राप्तस्यानुपलब्धेरिति । स्वभावः स्वसत्तामात्रभाविनि साध्यधर्मे हेतुः । यथा वृक्षोऽयं शिंशिपात्वादिति । कार्यः यथाग्निरत्र ધૂમાિિત !
પ્રત્યભિજ્ઞાન ભાન 1િ97