________________
8 if if" કે તે સ્થાકુટમેજી , 135 - # દડદડડદાદા ___ एवमन्यासामपि तत्कल्पनानां तमोमोहमहामोहतामिसान्धतामिसभेदात् पञ्चधाऽविद्यास्मितारागद्वेषाभिनिवेशरूपो । विपर्ययः । ब्राह्मप्राजापत्यसौम्यैन्द्रगान्धर्वयाक्षराक्षसपैशाचभेदादष्टविधो दैवः सर्गः । पशुमृगपक्षिसरीसृपस्थावरभेदात् ।
पञ्चविधस्तैर्यग्योनः । ब्राह्मणत्वाद्यवान्तरभेदाविवक्षया चैकविधो मानुषः । इति चतुर्दशधा भूतसर्गः । છે પ્રાપ્ત કરીને પ્રવૃત્તિ અટકાવી દે એ સંગત નથી. અર્થાત આ વિવેકદર્શન કંઈ તેની પ્રવૃત્તિમાં બાધક નથી.
પૂર્વપક્ષ:- પ્રકૃતિ પુરુષાર્થક પ્રવૃત્તિ કરે છે. અને પુરુષાર્થ છે વિવેકખ્યાતિ.( પ્રકૃતિ-પુરુષમાં ભેદષ્ટિ) એટલે વિવેકખ્યાતિરૂપ પુરુષાર્થ સિદ્ધ થવાથી અને અન્ય કોઈ પ્રયોજન ન લેવાથી પ્રકૃતિ પ્રવૃત્તિ કરતી નથી. | કહ્યું છે જેમ રંગભૂમિ પર નૃત્ય બતાવીને નર્તકી નૃત્ય કરતી અટકી જાય છે. એમ પુરુષને પોતાનું સ્વરૂપ છે પ્રકાશીને પ્રકૃતિ નિવૃત્ત થાય છે. ” પુરુષાર્થ –પુરુષ આત્માનો અર્થકાર્ય-પ્રયોજન)
ઉત્તરપક્ષ:- પ્રકૃતિ અચેતન છે. અચેતન કોઇપણ કાર્યવિચારીને કરી ન શકે. કેમકેવિચારવું એ ચેતનનો ધર્મ છે. (તેથી “વિવેકખ્યાતિરૂપ પુરુષાર્થ માટે હું પ્રવૃત્તિ કરું અને કાર્ય સિદ્ધ થાય ત્યારે વિરામ પામું.” આવો વિચાર પ્રકૃતિને સંભવી ન શકે. તેથી પ્રકૃતિ પુરુષાર્થના નિમિત્તે પ્રવૃત્તિ કરે છે અને તે પૂર્ણ થાય ત્યારે કૃતકૃત્ય થવાથી પ્રવૃત્તિ ન કરે.' એમ કહી ન શકાય) તથા જો પ્રકૃતિ વિમર્શ કરવામાં સમર્થ હોય, અને એકવાર સ્વકૃત્ય કરીને વિરામ પામતી હેય, તો શબ્દાદિવિષયોમાં પણ એકવાર પ્રવૃત્તિ કરશે અને પુરુષને એ શબ્દાદિનો અનુભવ કરાવી કૃતકૃત્ય થવાથી વિરામ પામશે. જે તમને દષ્ટ કે ઈષ્ટ નથી.
પૂર્વપક્ષ :- પ્રકૃતિ પ્રવૃત્તિસ્વભાવવાળી ઇ ફરી ફરીથી શબ્દાદિવિષયમાં પ્રવૃત્તિ કરશે.
ઉત્તરપલ :- તો પછી તે જ પ્રમાણે એક વખત વિવેકખ્યાતિ થયા પછી પણ ફરીથી તદર્થ એ પ્રવૃત્તિ કરે, તેમાં શો દોષ આપશો? કેમકે તે વખતે પણ તેનો પ્રવૃત્તિ સ્વભાવ તો હાજર જ છે. તેથી વિવેકખ્યાતિ થવાથી પ્રકૃતિ પ્રવૃત્તિને અટકાવે તે કથન અસંગત છે. વળી નર્તકીનું જે દષ્ટાંત દર્શાવ્યું તે પણ પોતાનાં પગે કુહાડી મારવા જેવું છે. કેમકે તે જ દષ્ટાંત તમારી ઈષ્ટની સિદ્ધિમાં વિઘાતક છે. જે પ્રમાણે નર્તકી પ્રેક્ષકોને નત્ય દેખાડીને વિરમે છે, છતાં પ્રેક્ષકોને ફરીથી તે નૃત્ય જોવાનું કુતુહલ થાય અને માગણી કરે તો ફરીથી નૃત્ય બતાડે છે. તેમ પ્રકૃતિ પણ પુરુષને પોતાનું સ્વરૂપ દેખાડીને અટકયા પછી ફરીથી પુરુષને તે જોવાનું કૌતુક જાગે, તો ફરીથી સ્વસ્વરૂપ દર્શાવવા શા માટે ન પ્રવર્તે ? માટે સઘળાય કર્મનાં ક્ષય થવાથી પુરુષનો જ મોક્ષ છે એમ જ સ્વીકર્તવ્ય છે. વાસ્તવમાં સાંખ્યદર્શનની આ ૫નાઓ “એકડા વિનાની છે. સર્વદા એકસ્વભાવી ફૂટસ્થનિત્ય પુરુષને કાહલ ઉત્પન્ન થાય અને વિવેકખ્યાતિ થાય ત્યારે તે કુતુહલ શાંત થાય, એ બાળક પણ ન માને તેવી વાત છે. તથા જડ પ્રકૃતિને જ્ઞાન થાય કે પુરુષને આવું કૌતુક જાગ્યું છે અને એ જ્ઞાનથી પ્રકૃતિ પ્રવૃત્તિ કરે, આ બધુ વિચારકનાં મગજમાં ન બેસી શકે તેવું છે. તથા “વિષયપરિચ્છેદ એ ચિતશક્તિનો ધર્મ ન બેય તો વિવેકખ્યાતિ વખતે પુરુષ શી રીતે પ્રકૃતિનાં સ્વરૂપનો પરિચ્છેદ કરી શકે? તથાવિષયનો પરિચ્છેદ કરનાર બુદ્ધિજડ, અને એ પરિચ્છેદથી સુખાદિનું સંવેદન કરનાર ચિતશક્તિ તેનાથી એકાંતે ભિન્ન @ય અને આ સંવેદન પણ તાત્વિક નહિ! ઈત્યાદિ આ બધી વાતો અર્થવાળી લાગતી નથી.)
સાંખ્યદર્શનની અન્ય કલ્પનાઓ ઉપરોક્ત સિવાયની પણ સાંખ્યદર્શનની અન્ય ઘણી વિરુદ્ધ લ્પનાઓ છે, તે આ પ્રમાણે (ક) (૧) અવિરૂપતમ (પેટાભેદ ૮) (૨) અસ્મિતારૂપમોહ (૮ પેટભેદ) (૩) રાગરૂપમહામહ (પેટાભેદ ૧૦) (૪) કરૂપતામિસ (૧૮ ભેદ)અને (૫)અભિનિવેશરૂપ અંધતામિચ (૧૮ ભેદ)આ પાંચ (પેટાભેદ ૬૨)પ્રકારે વિપર્યય १. सांख्यतत्त्वकौमुदी कारिका ४७ । २. अनित्याशुचिदुःखानात्मसु नित्यशुचिसुखात्मख्यातिरविद्या । दृग्दर्शनशक्त्योरेकात्मतैवास्मिता। ३. सुखानुशयी रागः । दुःखानुशयो द्वेषः । स्वरसवाही विदुषोऽपि तथास्टोऽभिनिवेशः | पातंजलयोगसूत्रे २-५, ६, ८, ९, । ३. हस सांख्यकारिकागौड़पादभाष्ये सांख्यतत्वकौमुद्यां च कारिका ५३ ।
કાવ્ય-૧૫