Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
Y
::::::
1
Y
:::::
સ્થાપ્નમંજરી बुद्धेः अहंकारः। स च अभिमानात्मकः । अहं शब्देऽहं स्पर्शेऽहं रूपेऽहं गन्धेऽहं रसेऽहं स्वामी, अहमीश्वरः, असौ मया हतः, ससत्त्वोऽहममुं हनिष्यामी' त्यादिप्रत्ययस्पः । तस्मात् पञ्चतन्मात्राणि शब्दतन्मात्रादीनि अविशेषरूपाणि सूक्ष्मपर्यायवाच्यानि। शब्दतन्मात्राद् हि शब्द एवोपलभ्यते, न पुनरुदात्तानुदात्तस्वरितकम्पितषड्जादिभेदाः । षड्जादयः शब्दविशेषादुपलभ्यन्ते । एवं स्पर्शरूपरसगन्धतन्मात्रेष्वपि योजनीयमिति । तत एव चाहङ्कारादेकादशेन्द्रियाणि च । तत्र चक्षुः, श्रोत्रं, घ्राणं, रसनं, त्वगिति पंच बुद्धीन्द्रियाणि । वाक्पाणिपादपायूपस्थाः | पञ्च कर्मेन्द्रियाणि । एकादशं मन इति ॥
पञ्चतन्मात्रेभ्यश्च पञ्चमहाभूतान्युत्पद्यन्ते । तद्यथा - शब्दतन्मात्रादाकाशं शब्दगुणम् । शब्दतन्मात्रसहितात् | स्पर्शतन्मात्राद् वायुः शब्दस्पर्शगुणः । शब्दस्पर्शतन्मात्रसहिताद् स्पतन्मात्रात् तेजः शब्दस्पर्शरूपगुणम् ।। शब्दस्पर्शस्पतन्मात्रसहिताद् रसतन्मात्रादापः शब्दस्पर्शरूपरसगुणाः । शब्दस्पर्शस्परसतन्मात्रसहिताद् गन्धतन्मात्रात् शब्दस्पर्शस्परसगन्धगुणा पृथिवी जायत इति ॥ पुरुषस्तु - "अमूर्तश्चेतनो भोगी नित्यः सर्वगतोऽक्रियः। अकर्ता निर्गुणः सूक्ष्म आत्मा कापिलदर्शने ॥” इति । अन्धपगुवत् प्रकृतिपुरुषयोः संयोगः।. તન્માત્રથી પૃથ્વી ઉત્પન્ન થાય છે. શબ્દાદિચાર અને ગબ્ધ તેનાં ગુણો છે. પુરુષ તો “અમૂર્ત (=અરૂપી)ચેતન ભોકતા, નિત્ય, સર્વગ (સર્વવ્યાપી નિષ્ક્રિય, અકર્તા નિર્ગુણ તથા સૂક્ષ્મ છે. એમ કપિલદર્શનમાં બતાવ્યું છે." આંધળા અને લંગડાનાં સંયોગ જેવો પુરુષ અને પ્રકૃતિનો સંયોગ છે. અહીં પ્રકૃતિ અંધ જેવી અને પુરુષ લંગડા જેવો સમજવા. *
વિષયબોધની પ્રક્રિયા ચૈતન્યશક્તિ સ્વયં વિષયનો બોધ કરવા સમર્થ નથી. ઈન્દ્રિયો દ્વારા સુખ દુઃખ વગેરે બુદ્ધિમાં પ્રતિસંક્રાન્ત થાય છે. બુદ્ધિ પોતે ઉભયમુખ દર્પણ જેવી છે. અર્થાત્ બુદ્ધિ-જેમાં બન્ને બાજુ રહેલા પદાર્થનું પ્રતિબિંબ પડી શકે એવા-અરિસા જેવી છે. તેમાં એક બાજુથી સુખાદિનું પ્રતિબિંબ પડે છે અને બીજી બાજુથી ચૈતન્યશક્તિનું પ્રતિબિંબ પડે છે. તેથી જાણે ચિતશક્તિમાં સખદુઃખાદિનું પ્રતિબિંબ પડતું ન હોય! એવું ભાસે છે. અને તેથી હું સુખી છું દુ:ખી છું ઈત્યાદિ ઉપચાર થાય છે. કારણ કે આત્મા “બુદ્ધિથી પોતે અભિન્ન છે એવું અભિમાન મિથ્યાભાન)રાખે છે. પતંજલિએ કહ્યું છે કે, “આત્મા પોતે શુદ્ધ છેપરંતુ બુદ્ધિમાં ઉત્પન્ન થતાં પ્રત્યયોને જૂએ છે. અને તે વખતે પોતે તે બુદ્ધિથી ભિન્ન લેવા છતાં પોતાને બુદ્ધિઆત્મક કલ્પી લે છે ! તેથી આત્મા “મને સુખાદિનું જ્ઞાન થયું વગેરે માની લે છે. મુખ્યતયા તો વિષયપરિચ્છેદ બુદ્ધિનું જ કાર્ય છે. હું વાચસ્પતિએ કહ્યું જ છે કે, “લોકવ્યવહાર કરનાર બધા એમ વિચારીને કાર્ય કરે છે કે ચોક્કસ હું (આત્મા) અહીં અધિકારી છું અને આવા અભિમાનથી મારું આ કર્તવ્ય છે એવો અધ્યવસાય કરે છે, અને તેથી જ તે કાર્ય કરવા પ્રવૃત્ત થાય છે. આ વાત લોકસિદ્ધ છે. અહીં જે કર્તવ્ય તરીકેનો નિશ્ચય થયો તે ચૈતન્યના સાનિધ્યથી ચૈતન્યને પામેલી બુદ્ધિનો અધ્યવસાય છે અને તે બુદ્ધિનો અસાધારણ વ્યાપાર છે. ચિતશક્તિનાં સંનિધનથી,
અચેતન એવી પણ બુદ્ધિચેતનાવાળી હોય તેમ ભાસે છે. આ વિષયમાં વાદમહાર્ણવગ્રંથ સાક્ષી છે. “બુદ્ધિરૂપી કે $ દર્પણમાં અર્થનું પ્રતિબિંબ પડે છે. અને તે સર્વ બીજા દર્પણતુલ્ય પુરુષમાં પ્રતિબિંબિત થાય છે, તેથી આત્માને હું છું સુખ ભોગવું છું” વગેરરૂપ ભોકતૃત્વનો ભાસ થાય છે. આ જ તેનું ભોકતૃત્વ છે. વાસ્તવમાં તો આત્મામાં કે કોઇ વિકારની આપત્તિ જ નથી." આસુરિએ કહ્યું છે કે જે પ્રમાણે સ્વચ્છ જળમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, એ પ્રમાણે ચૈતન્યથી ભિન્ન એવી બુદ્ધિમાં ચૈતન્યનું પ્રતિબિંબ પડે છે. અને તે પુરૂષનો ભોગ છે એમ કહેવાય છે १. षड्जऋषभगान्धरा मध्यमः पंचमस्तथा । धैवतो निषेधः सप्त तन्त्रीकण्ठोद्भवाः स्वराः । अभिधानचिन्तामणौ ६ । ३७ । E-
વિષયબોધની પ્રક્રિયા..
જ