Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:
::
:
સ્થાકુટમેજરી व्यासार्थस्त्वयम् । साङ्ख्यमते किल दुःखत्रयाभिहतस्य पुरुषस्य तदुपघातहेतुतत्त्वजिज्ञासा उत्पद्यते । आध्यात्मिकमाधिदैविकमाधिभौतिकं चेति दुःखत्रयम् । तत्राध्यात्मिकं द्विविधम् -- शारीरं मानसं च । शारीरं वातपित्तश्लेष्मणां वैषम्यनिमित्तम् । मानसं कामक्रोधलोभमोहेविषयादर्शननिबन्धनम् । सर्वं चैतदान्तरोपायसाध्यत्वादाध्यात्मिकं दुःखम् । बाह्योपायसाध्यं दुःखं द्वधा आधिभौतिकमाधिदैविकं चेति । तत्राधिभौतिकं मानुषपशुपक्षिमृगसरीसृपस्थावरनिमित्तम् । आधिदैविकं यक्षराक्षसग्रहाद्यावेशहेतुकम् । अनेन दुःखत्रयेण रजःपरिणामभेदेन बुद्धिवर्तिना चेतनाशक्तेः प्रतिकूलतया अभिसंबन्धो अभिघातः॥ શાસ્ત્રમાં પ્રરૂપેલા વિરોધીપદાર્થો અનન્સ લેવાથી તેમનું માપ નીકળી શકે તેમ નથી. એ હેતુથી અહીં અસૂયા દર્શાવી છે. આ સંક્ષેપાર્થ થયો.
સાંખ્યમતે દુ:ખનું સ્વરૂપ સૌ પ્રથમ સાંખ્યમતનું સ્વરૂપદર્શન કરાવે છે. દુ:ખત્રિકથી પીડિત પુરુષને તે દુઃખના નાશમાં હેતુભૂત તત્વજિજ્ઞાસા ઊભી થાય છે. અહીં દુઃખત્રિક:- (૧)આધ્યાત્મિક, (ર)આધિદૈવિક અને (૩)આધિભૌતિક છે. એમાં શારીરિક અને માનસિક એમ બે ભેદે આધ્યાત્મિક દુ:ખ છે. શારીરિકદુઃખમાં વાયુ, પિત્ત અને કફની વિષમતા હેતુ છે. (૧)કામ, (૨)ક્રોધ, (૩)લોભ, (૪)મોહ (૫)ઈર્ષ્યા અને (૬)વિષયની અપ્રાપ્તિ. આ છથી માનસિકદુ:ખ ઉત્પન્ન થાય છે. આ બન્ને પ્રકારના દુ:ખમાં આંતરિકઉપાયો આંતરિક કારણો હેતુ છે. અથવા, આ બધા દુઃખો આંતરિકઉપાયોથી સાધ્ય છે. (=ઉપશાંત થાય છે. તેથી તેઓ આધ્યાત્મિકદુઃખ કહેવાય છે. આધિભૌતિક અને આધિદૈવિક આ બંને દુ:ખો બાહ્યસાધનથી ઉત્પન્ન થાય છે, અથવા બાહ્ય ઉપાયોથી સાધ્ય છે દૂર કરી શકાય છે. એમાં આધિભૌતિક દુ:ખની ઉત્પત્તિમાં મનુષ્ય, પશુ, પક્ષી, મગ (=વનનાં પ્રાણીઓસર્પ અને સ્થાવરવગેરે હેતુઓ છે. આધિદૈવિકદુ:ખમાં યક્ષ, રાક્ષસ, ગ્રહવગેરેનો આવેશ કારણ છે. બુદ્ધિમાં પ્રાદુર્ભત થતા આ ત્રણ દુઃખ રજસ પરિણામનાં ભેદો છે. અને બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલી ચેતનાશક્તિ સાથે પ્રતિકૂળ રૂપે સંબંધિત થાય છે. આ સંબંધ અભિઘાત કહેવાય છે. દુ:ખત્રિકનાં આ અભિઘાતથી વ્યાકુળ બનેલા પુરુષને તત્વજિજ્ઞાસા થાય છે.
સાંખ્યમત કલ્પિત તો સાંખ્યમતે તત્વ પચ્ચીશ છે. તે આ પ્રમાણે- (૧)અવ્યક્ત (પ્રકૃતિ), (૨)મહત (બુદ્ધિ), (૩)અહંકાર, (૪ થી ૮)શબ્દ, સ્પર્શ રૂપ, રસ અને ગબ્ધ. (પાંચ તન્માત્ર) ૯ થી ૧૩)શોત્ર, સ્પર્શ, ચક્ષુ, રસના અને પ્રાણ (પાંચ બુદ્ધિઈન્દ્રિય) (૧૪ થી ૧૮) વાક્ (વચન) હાથ, પગ, પાયુ (ગુદા) અને ઉપસ્થ (લિંગ) (આ પાંચ શિ કર્મઈન્દ્રિય)(૧૯)મન. (૨૦ થી ૨૪)આકાશ, વાયુ, તેજ, જળ અને પૃથ્વી. (આ પાંચ મહાભૂત, અવ્યક્તને છે છોડીને બાકીના ત્રેવીશ વ્યક્ત છે. તથા પચ્ચીસમું તત્વચિત(ચૈતન્ય)સ્વરૂપ પુરુષ છે. ઈશ્વરક્ષણે કહ્યું છે
સ્વયં અવિકારમય એવી પ્રકૃતિ સર્વતત્વોનું મૂળ છે. મહતવગેરે સાત (મહત, અહંકાર અને પાંચ તત્પાત્ર) જ તત્વો અવ્યક્તનાં વિકાર લેવાથી વિકૃતિ છે,અને સોળ તત્ત્વોનાં કારણ હોવાથી પ્રકૃતિ છે. જ્યારે સોળ તત્વો
માત્ર વિકૃતિરૂપ છે, પણ કોઈ પણ તત્વની પ્રકૃતિરૂપ નથી. (અહીં પાંચ તત્પાત્ર અને ઇન્દ્રિયોની પ્રકૃતિ અહંકાર છે. ' છે અને તે જ અહંકાર બુદ્ધિની વિકૃતિ છે. પાંચ તન્માત્ર પાંચભૂતોની પ્રકૃતિ અને અહંકારની વિકૃતિ છે. બુદ્ધિમૂળ પ્રકૃતિની વિકૃતિ છું છે. પુરુષ પ્રકૃતિરૂપ પણ નથી અને વિકૃતિરૂપ પણ નથી.” છે સત્ત્વગુણ પ્રીતિઆત્મક અને લાઘવધર્માત્મક છે. રસગુણ અપ્રીતિસ્વરૂપ અને ઉપષ્ટત્મધર્માત્મક છે તથા સાંખ્યમત કલ્પિત તત્વો I E
179)