Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
ચાહુકમંજરી 8 तत्त्वानि पञ्चविंशतिः। तद्यथा अव्यक्तम् एकम्। महदहङ्कारपञ्चतन्मात्रैकादशेन्द्रियपञ्चमहाभूतभेदात् त्रयोविंशतिविधं
व्यक्तम् । पुरुषश्चिद्रूप इति । तथा च ईश्वरकृष्णः – “मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकश्च । विकारो न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥" प्रीत्यप्रीतिविषादात्मकानां लाघवोपष्टम्भगौरवधर्माणां परस्परोपकारिणां त्रयाणां गुणानां सत्त्वरजस्तमसां साम्यावस्था प्रकृतिः । प्रधानमव्यक्तमित्यनर्थान्तरम् । तच्च अनादिमध्यान्तमनवयवं साधारणमशब्दमस्पर्शमरूपमगन्धमव्ययम् । प्रधानाद् बुद्धिर्महदित्यपरपर्यायोत्पद्यते । योऽयमध्यवसायो गवादिषु 2 प्रतिपत्तिः- एवमेतद् नान्यथा, गौरेवायं नाव स्थाणुरेष नायं पुरुष इत्येषा बुद्धिः । तस्यास्त्वष्टौ रूपाणि । धर्मज्ञानवैराग्यैश्वर्यस्पाणि चत्वारि सात्त्विकानि । अधर्मादीनि तु तत्प्रतिपक्षभूतानि चत्वारि तामसानि ॥ તમસગુણવિષાદસ્વરૂપ અને ગૌરવધર્મમય છે. આ ત્રણે ગુણરૂપ છે. અને પરસ્પર ઉપકારી છે. આ ત્રણે ગુણોની છું જૂનાધિકતાથી રહિત જે સામ્યઅવસ્થા છે તે જ પ્રકૃતિ છે. પ્રધાન અને અવ્યક્ત એ તેનાં જ નામાત્તર છે. આ પ્રધાનતત્ત્વ આદિ, મધ્ય અને અંત વિનાનું અર્થાત કૂટનિત્ય છે. તથા નિરવયવ છે. (પરદર્શનમતે બધા નિત્યપદાર્થો નિરવયવ શ્રેય છે.)તથા સાધારણ છે. વળી તે શબ્દ, રૂપ, સ્પર્શ, ગંધ વિનાનું છે તથા અવ્યય છે. (અર્થાત સ્વસ્વરૂપમાંથી કયારેય પણ ચલિત થવાનું નથી. મૂળસાંખ્યકારો દરેક આત્મા પ્રતિ ભિન્ન ભિન્ન પ્રકૃતિ માને છે. જ્યારે ઉત્તરકાલિન સાંખ્યકાશે સર્વઆત્મા પ્રતિ એકજનિત્યપ્રકૃતિને માને છે. પ્રકૃતિ અને પુરુષનાં સંયોગથી સૃષ્ટિનું સર્જન થાય છે. તેથી હવે સૃષ્ટિક્રમ દર્શાવાય છે. પ્રધાનમાંથી બુદ્ધિ-મહત્વનો પ્રાદુર્ભાવ થાય છે. આ ગાય જ છે, અસ્વ નથી “સ્થાણ (હઠં) જ છે. પુરુષ નથી ઈત્યાદિ જે નિશ્ચયાત્મકબોધ-પ્રત્યય અધ્યવસાય છે તે જ બુદ્ધિ છે. આ બુદ્ધિનાં આઠ રૂ૫ છે. એમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ ચાર સાત્વિકરૂપ છે. જયારે અધર્મ, અજ્ઞાન, વિષયાભિલાષ અને અનૈશ્વર્યઆ ચાર તામસિકરૂપ છે. (મતિ-પ્રજ્ઞા-સંવિત્તિ, ખ્યાતિ, વિત્તિ, સ્મૃતિ આસુરી વગેરે બુદ્ધિનાં નામાનરો છે.)
અહંકારાદિની ઉત્પત્તિનિરૂપણ બુદ્ધિમાંથી અહંકાર પ્રગટ થાય છે. હું શબ્દ સાંભળું છું “સ્પર્શ કરું છું “રૂપનું દર્શન કરું છું ગંધને સૂંઘ છું “રસને ચાખું છું. “હે સ્વામી છું “ઇશ્વર છું” “આ મારાથી હણાયો છે “સત્વવાન હું આને હણીશ ઇત્યાદિપ્રત્યયાત્મક અભિમાન અહંકારનું સ્વરૂપ છે. વૈકૃત, અસ્મિતા વગેરે તેનાં પર્યાયવાચી નામો છે.)આ છે અહંકારથી શબ્દાદિ પાંચ અવિશેષરૂપતભાત્ર ઉત્પન્ન થાય છે. તન્માત્ર = સૂક્ષ્મ. શબ્દતન્માત્રથી માત્ર શબ્દનો જ ઉપલંભ થાય. શબ્દનાં ઉદાર, અનુદાન, સ્વરિત, કમ્પિત, વડજ વગેરે વિશેષ સ્વરૂપનો બોધ શબ્દવિશેષથી જ થાય છે. શબ્દતન્માત્રથી નહિ. આ જ પ્રમાણે સ્પર્શ, રૂપ, રસ, ગન્ધ, તન્માત્રોમાં પણ ઘટાવવું. અભિમાનનું આ એક કાર્ય થયું. અભિમાનમાંથી બીજી સૃષ્ટિ અગ્યાર ઇન્દ્રિયોની થાય છે. એમાં ચલ, શ્રવણ, ઘાણ, રસના અને ત્વક્ આ પાંચ બુદ્ધિઇન્દ્રિય છે. વાક, પાણિuથ, પગ, પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મઈન્દ્રિય છે. અને અગ્યારમી ઇન્દ્રિય મન છે.
મહાભૂતવગેરેની ઉત્પત્તિ પાંચ મહાભૂતની ઉત્પત્તિ પાંચતત્પાત્રમાંથી થાય છે. તે આ પ્રમાણે શબ્દતન્માત્રથી આકાશ ઉત્પન્ન થાય છે દર છે. અને તેનો ગુણ શબ્દ છે. શબ્દ અને સ્પર્શ તન્માત્રથી વાયુ ઉત્પન્ન થાય છે. શબ્દ અને સ્પર્શ તેનાં ગુણ છે. ઈડર ફ શબ્દ, સ્પર્શ અને રૂપતભાત્રથી તેજસ ઉત્પન્ન થાય છે. શબ્દ, સ્પર્શ અને રૂપ તેનાં ગુણ છે. શબ્દાદિત્રણ અને ? રસ તન્માત્રથી જળ ઉત્પન્ન થાય છે. શબ્દાદિત્રણ અને રસ એના ગુણો છે. શબ્દાદિચાર અને ગબ્ધ ૨. સાંથomરિણા રૂ!
કાવ્ય-૧૫