Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
' શ્યાહુકમંજરી - . ઉ न चैवं सङ्केतस्यैवार्थप्रत्यायने प्राधान्यम्, स्वाभाविकसामर्थ्यसाचिव्यादेव तत्र तस्य प्रवृत्तेः, सर्वशब्दानां सर्वार्थप्रत्यायनशक्तियुक्तत्वात् । यत्र च देशकालादौ यदर्थप्रतिपादनशक्तिसहकारी संकेतस्तत्र तमर्थं प्रतिपादयति । तथा च निर्जितदुर्जयपरप्रवादाः श्रीदेवसूरिपादाः – "स्वाभाविकसामर्थ्यसमयाभ्यामर्थबोधनिबन्धनं शब्दः । " अत्र અન્યોન્યાભાવ હોવા છતાં પદાર્થોને પરરૂપે અસત કલ્પવા તે સર્વથા અસંગત છે.
ઉત્તરપક્ષ:- આ અસંગત છે. જો ઘડો પટાદિઅભાવરૂપ નથી, તો ઘડે પોતે જ પટરૂપ બની જશે. કેમકે તમારા મતે ઘડો પટાધિરૂપે પણ અભાવાત્મક નથી. પરંતુ ઘટથી ભિન્ન એવા અન્યોન્યાભાવના સંબંધથી ઘટ પટરૂપે ભાસતો નથી. તથા જેમ ઘટાભાવથી ભિન્ન લેવાથી જ ઘટ ઘટરૂપ છે. તેમ ઘટાભાવથી ભિન લેવાથી જ પટ પણ ઘટરૂપ બનશે. અને તેથી પટવગેરેમાં પણ ઘટનું જ્ઞાન થવું જોઈએ. તેથી પટમાં ઘટથી ભિન્નતાનું જ્ઞાન ભ્રાન્ત સિદ્ધ થશે. જે ઉભયમને અમાન્ય છે.)તેથી ઘટમાં પટઆદિનો અભાવ હોવાથી જ પટવગેરેનું જ્ઞાન, ન થતાં ઘટ રૂપે જ્ઞાન થાય છે તેમ માનવું જોઇએ. (આ માટે અન્યોન્યાભાવ નામના સ્વતંત્ર પદાર્થની કલ્પના અવાસ્તવિક છે.) અસ્ત વિસ્તારથી સર્યું.
શબ્દોની અનેકાર્થતા વાચ્યઅંગે દર્શાવેલા ન્યાયથી શબ્દ પણ ભાવાત્મક અને અભાવાત્મક હોવાથી એકાત્મક અને અનેકાત્મક | છે. જેમકે સંકેતના કારણે જે ઘટ' શબ્દ પૃથબુદ્ધોદરાદિઆકારવાળા પદાર્થમાં વાચકરૂપે પ્રવર્તે છે. તે જ “ઘટ' શબ્દ દેશકાળાદિને અપેક્ષીને સંકેતને આધીન થઈ અન્યપદાર્થનો વાચક પણ બને છે. યોગીઓ શરીરને ઘટ કહે છે જેમકે ઘટ ઘટ મેં રામન (ધટ-શરીર, રામ=આત્મા)સંકેત પુરૂષની ઈચ્છાને આધીન છે અને એ ઈચ્છા વિચિત્ર લેવાથી સંકેત પણ અનિયત છે. જેમકે ચોર શબ્દ અન્યત્ર તસ્કર(ચોરી કરનાર)માં રૂઢ છે. જયારે દક્ષિણ દેશમાં એ જ શબ્દ “ભાત તરીકે પ્રસિદ્ધ છે. યુવરાજઆદિઅર્થમાં પ્રસિદ્ધ કુમારશબ્દ પૂર્વદેશમાં આસોમાસ તરીકે રૂઢ છે. આ પ્રમાણે જ કર્કટી (કાકડીવાચકશબ્દ)વગેરે શબ્દો તેને દેશોની અપેક્ષાએ યોનિ વગેરે અર્થમાં વપરાય છે. આ દેશની અપેક્ષાએ દર્શાવ્યું. કાળની અપેક્ષાએ-જયારે ધૃતિ, શ્રદ્ધા અને સિંહનન શ્રેષ્ઠકક્ષાના હતાં, ત્યારે જૈનોમાં પ્રાયશ્ચિત્તની વિધિમાં પડ્ઝરૂ શબ્દથી “એકશો એંશી ઉપવાસ" અર્થ કરાતો હતો. અત્યારે ધૃતિવગેરે ન કક્ષાનાં હેવાથી એ જ “ગુરુ” શબ્દનો જીલ્પનાં વ્યવહારને અનુસરીને અદમ ત્રણઉપવાસ અર્થ કરાય છે. એ જ પ્રમાણે શાસ્ત્રને અપેક્ષીને પુરાણોમાં દ્વાદશીશબ્દથી “એકાદશી ગ્રહણ કરાય છે. ત્રિપુરાર્ણવમાં અલિ (ભ્રમરવાચક)શબ્દથી મદિરાભિષક્ત અન ઈષ્ટ છે. અને મૈથશબ્દથી મધ અને ધી ગ્રહણ થાય છે.
નિશ્ચિત અર્થનાં બોધમાં સક્ત સહકારી શંકા - આનો અર્થ એ થયો કે, અર્થનો બોધ કરાવવામાં સંકેત જ પ્રધાન કારણ છે.
સમાધાન :- એમ નથી. શબ્દનાં સ્વાભાવિક સામર્થ્યની મુખ્યતાથી જ સંકેત અર્થ પ્રત્યાયનમાં [ પ્રવર્તે છે. કેમકે સઘળા શબ્દો બધા વાનો બોધ કરાવવાની શક્તિથી યુક્ત છે.
શંકા:- તો પછી જુદા-જુદા અર્થનાં બોધમાં જુદા-જુઘ શબ્દનો પ્રયોગ શી રીતે ઉપપન્ન થશે?
१. प्रमाणनयतत्त्वालोकालङ्कारे ४-११ ।
::::+++::::::::
શબ્દોની અનેકાર્થતા
:::::::::::::::::::::::0175,