Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
:::::::::::::: શિ !. . સ્થાકુટમેરી : 1. ફ્રાય शक्तिपदार्थ समर्थनं ग्रन्थान्तरादवसैयम् । अतोऽन्यथेत्यादि उत्तरार्द्धः पूर्ववत् । प्रतिभाप्रमादस्तु तेषां सदसदेकान्ते वाच्यस्य प्रतिनियता र्थविषयत्वे च वाचकस्य उक्तयुक्त्या दोषसद्भावाद् व्यवहारानुपपत्तेः । तदयं समुदायार्थः । सामान्यविशेषात्मकस्य, भावाभावात्मकस्य च वस्तुनः सामान्यविशेषात्मको, भावाभावात्मकश्च ध्वनिर्वाचक इति ।
अन्यथा प्रकारान्तरैः पुनर्वाच्यवाचकभावव्यवस्थामातिष्ठमानानां वादिनां प्रतिभैव प्रमाद्यति, न तु तद्भणितयो Sai युक्तिस्पर्शमात्रमपि सहन्ते।
સમાધાન:- ત્યાં સંકેત કામ કરે છે. જે દેશ-કાળમાં જે અર્થનું પ્રતિપાદન કરવામાં જે શબ્દની શક્તિને | સંકેત સહકારી બને છે, તે દેશ-કાળમાં તે અર્થનો તે શબ્દ બોધ કરાવે. તાત્પર્ય:- સંકેત માત્ર દેશ-કાળાદિને ણિ અપેક્ષીને શબ્દની શક્તિને અમુક અર્થમાં જનિયંત્રિત કરવામાં નિયામક બને છે, અર્થાત શબ્દના અમુક અર્થનો
બોધ કરાવવામાં જ સહકારી બને છે. આ વાતની પુષ્ટિમાં સકળ દુર્જયપરવાદીઓને પરાજિત કરનારા પૂજયશ્રી | દેવસૂરિજી કહે છે –>" શબ્દ સ્વાભાવિક સામર્થ્ય અને સમય(સંકેત) દ્વારા અર્થમાં બોધમાં હેતું છે
સ્વાભાવિકસામર્થ્ય શક્તિ. શબ્દની શક્તિનાવિષયમાં “ચાકુદરત્નાકર" વગેરે ગ્રંથો જોવા. “અતો અન્યથા” વગેરે ઉત્તરપદની વ્યાખ્યા પૂર્વવત કરવી.આમ વાચ્યને એકાંતે સત કે અસત માનવામાં તથા વાચકને પ્રતિનિયતાર્થવિષયક જ માનવામાં ઉક્તયુક્તિથી વ્યવહાર ઉપપન્ન થઈ શકતો નથી. તેથી આવી અસંગત છે
લ્પનાઓ કરવી એ જ તેઓની = પરવાદીઓની પ્રતિભાનો પ્રમાદ છે. સામાન્યવિશેષાત્મક અને ભાવાભાવાત્મક વસ્તુનો સામાન્યવિશેષાત્મક અને ભાવાભાવાત્મક શબ્દ જ વાચક છે. આનાથી ભિન્ન પ્રકારે છે વાચ્ય-વાચકભાવને સ્વીકારનારા વાદીઓની પ્રતિભા સ્કૂલિત થાય છે. કેમકે તેઓનાં વચનો યુક્તિના સ્પર્શને . પણ સહી શકે તેમ નથી.
પરવાદી સંમત વાચ્યવાચભાવો શંકા:- પરવાદીઓએ પ્રકારાન્તરથી વાવાચકભાવની જે કલ્પના કરી છે તે કઈ છે?
સમાધાન :- વિજ્ઞાનવાદી બૌદ્ધો માત્ર “અપહ (ઈતરની વ્યાવૃત્તિ = પરસ્પર પરિહર)ને જ શબ્દથી વાચ્ય માને છે, જેમ કે નીલત્વધર્મ એ નીલભિન્નની વ્યાવૃત્તિરૂપ જ છે. કહ્યું જ છે કે, “વિધિવચનથી શબ્દ અને લિંગ દ્વારા માત્ર અપોહ જ કહેવાય છે, નહિ કે વસ્તુ બીજાઓ માત્ર જાતિ (સામાન્ય)ને જ શબ્દનો વિષય માને છે. કેમકે કોઈ એકસ્થળે જણાયેલી જાતિ જ સર્વત્ર સંકેતનો વિષય બને છે. વિશેષ તો અનંત લેવાથી એક શબ્દદ્વારા એકસાથે પ્રતીત થઈ ન શકે. વળી વિશેષમાં સંકેત કર્યો હોય, તો તે સંકેતની સહાયથી એ શબ્દ તે એક જ વિશેષનો બોધ કરાવી શકે અન્યનો નહિ. તેથી એક શબ્દથી સંકેતદ્વારા એકસાથે ઐકાળિક, સર્વગત બોધ માત્ર સામાન્યન થઈ શકે. તેથી શબ્દનો વિષય સામાન્ય છે. વિધિવાદીઓ વિધિ જવાયાર્થ છે એમ | માને છે. વિધિ પ્રવૃત્તિજનક વ્યાપાર) કારણ કે અપ્રવૃત્તિને વાક્યર્થવિષયમાં પ્રવૃત્તિ કરાવવાનો વાક્યનો
સ્વભાવ છે. આ વિધિ પણ તે-તે વાદીઓના મત અનુસાર અનેક પ્રકારે છે. જેમકે, એકમતે લૌકિક અને વૈદિક
એમ બે ભેદ. અન્યમતે અપૂર્વવિધિ, નિયમવિધિ અને સંખ્યાવિધિ એમ ત્રણ ભેદ, તેમાં અપૂર્વવિધિ-ઉત્પતિ, વિનિયોગ, પ્રયોગ છે અને અધિકાર એમ ચાર પ્રકારે છે ઈત્યાદિ)કોઇક મત પ્રવર્તક લેવાથી વાક્યરૂપ શબ્દ જ વિધિ છે. (જેમકે સ્વર્ગની છે ઇચ્છાવાળાએ અગ્નિક્ષેત્ર યજ્ઞ કરવો) એ વાકયરૂ૫ શબ્દનો વ્યાપાર કે જેનું “ભાવના બીજું નામ છે. તેથી ફી જ વિધિ છે. પુરુષની અર્થમાં પ્રવૃત્તિજનક શબ્દનો વ્યાપાર ભાવના છે. ભાવનાના બે ભેદ (૧)શબ્દભાવના
૨. થાકૂલ તીર ૨-૧ ત્યાઃ | :::::::::::::
:
કાવ્ય-૧૪
:::::
:
====
38076
=