________________
ચાલુ મંજરી
अत्रापि नित्यशब्दवादिसंमतः शब्दैकत्वैकान्तः, अनित्यशब्दवाद्यभिमतः शब्दानेकत्वैकान्तश्च प्राग्दर्शितदिशा प्रतिक्षेप्यः । अथवा वाच्यस्य घटादेरर्थस्य सामान्यविशेषात्मकत्वे तद्वाचकस्य ध्वनेरपि तत्त्वम्, शब्दार्थयोः कथञ्चित् तादात्म्याभ्युपगमात् । यदाहुर्भद्रबाहुस्वामिपादाः - " अभिहाणं अभियाउ होइ भिण्णं अभिण्णं च ॥ खुरेअग्गिमोयगुच्चारणम्मि जम्हा उ वयणसवणाणं। नवि छेओ नवि दाहो ण पूरणं तेण भिन्नं तु ॥ १ ॥ जम्हा य मोयगुच्चारणम्मि तत्थेव पच्चओ होइ । न य होइ स अन्नत्थे तेण अभिन्नं तदत्थाओ ॥ २ ॥ एतेन " विकल्पयोनयः शब्दा विकल्पाः शब्दयोनयः कार्यकारणता तेषां नार्थं शब्दाः स्पृशन्त्यपि ॥” इति प्रत्युक्तम्, “अर्थाभिधानप्रत्ययास्तुल्यनामधेया" इति वचनात् । शब्दस्य ह्येतदेव तत्त्वं यदभिधेयं याथात्म्येनासौ प्रतिपादयति । स च तत् तथाप्रतिपादयन् वाच्यस्वरूपपरिणामपरिणत एव वक्तुं शक्यः, नान्यथा, अतिप्रसङ्गात् । घटाभिधानकाले पटाद्यभिधानस्यापि प्राप्तेरिति । સામાન્યવિશેષઉભયાત્મક સિદ્ધ થશે. પૂજ્યશ્રી ભદ્રબાહુસ્વામીએ કહ્યું જ છે કે,— “અભિધાન-અભિધેયથી કથંચિત્ ભિન્ન અને કથંચિત્ અભિન્ન છે. સુર (=છરી )અગ્નિ અને મોદકનું ઉચ્ચારણ થાય છે. ત્યારે બોલનારનું મો કે સાંભળનારનું કાન છેદાતું નથી, બળતું નથી, કે ભરાઇ જતું નથી. તેથી શબ્દ અને અભિધેય ભિન્ન છે. તથા મોદકનાં ઉચ્ચારણથી મોદકનું જ જ્ઞાન થાય છે. અગ્નિવગેરે અન્યનો બોધ થતો નથી. તેથી શબ્દ અને અર્થ અભિન્ન સિદ્ધ થાય છે."
બૌદ્ધમતનું ખંડન
આ પ્રમાણે શબ્દ અને અર્થ ભિન્નાભિન્ન સિદ્ધ થાય છે. તેથી “વિકલ્પોથી શબ્દ ઉત્પન્ન થાય છે અને શબ્દોથી વિકલ્પો ઉત્પન્ન થાય છે. આમ શબ્દ અને વિકલ્પ (=બોધ )વચ્ચે જ કાર્યકારણભાવ છે. અર્થ (=બાહ્ય અભિધેયપદાર્થ) ને તો શબ્દ સ્પર્શતા પણ નથી.” (અર્થાત્ શબ્દ અને અર્થ એકબીજાથી સર્વથા ભિન્ન જ છે.) આ પ્રકારનો બૌદ્ધમત નિરસ્ત થાય છે. કેમકે અર્થ (અભિધેય)અભિધાન (=વાચક શબ્દ)અને પ્રત્યય (=બોધ ) તુલ્ય નામ ધરાવે છે.' એવું આગમવચન છે. જેમકે ‘ઘંટ’ પદાર્થ ‘ઘટ’ શબ્દ અને ‘ધટ' જ્ઞાન. શબ્દનું સ્વરૂપ જ એવું છે, કે અભિધેયપદાર્થનું યથાર્થરૂપે પ્રતિપાદન કરવું. વાવા તેવા સ્વરૂપનું પ્રતિપાદન કરનાર શબ્દ વાચ્યનાં સ્વરૂપે પરિણત થાય, તો જ ઉચ્ચારી શકાય, અન્યથા નહીં. જો વાચ્યસ્વરૂપે પરિણત થયા વિના પણ શબ્દ વાચ્યનો પ્રકાશ કરી શકે, તો-અર્થાત્ વાચ્યથી સર્વથા ભિન્નરૂપે જ રહીને વાચ્યનો પ્રકાશ કરે એમ હોય તો- ઘટ” શબ્દથી ધટ' વાચ્યની જેમ ‘પટ' વગેરે વાચ્યનો પણ બોધ થવો જોઇએ. (વળી શબ્દ ધટ” આકારવાળો થયા વિના જ ધટ અર્થનો બોધ કરાવે, તો જે વખતે ઘટનું અભિધાન થાય છે, તે જ વખતે ‘પટ’નું અભિધાન પણ થવું જોઇએ. કેમકે શબ્દ વાચ્યનાં આકારથી હીન છે. (તેથી સમાનરૂપે સર્વ અભિધેયનું અભિધાન બની શકે.)અહીં ‘ઘટ' એ શબ્દમયઆકાર કમ્બુગ્રીવાદિમાન ઘટપદાર્થનો સંકેત (=લિંગ )છે. અનેલિંગ, પોતાના લિંગીથી કથંચિત અભિન્ન હોય છે (કથંચિત્ સ્વરૂપાત્મક છે.) અન્યથા કો સંકેત કયા વાચ્યનો છે ? એનો નિશ્ચય નહિ થઇ શકે. આમ વાચ્યથી કથંચિત્ અભિન્ન હોઇ વાચક પણ વાચ્યની જેમ એકાત્મક અને અનેકાત્મક છે.)
१. सक्कयपाययभासाविणियुत्तं देसतो अणेगविहं । इति पूर्वार्द्धः। (संस्कृतप्राकृतभाषाविनियुक्तं देशतोऽनेकविधम् ।) २. छाया - अभिधानमभिधेयाद् भवति भिन्नमभिन्नं च ॥ क्षुराऽग्रिमोदकोच्चारणे यस्मात् तु वदनश्रवणयोः । नाऽपि च्छेदो नापि दाहो न पूरणं तेन भिन्नं तु ॥ यस्माच्च मोदकोच्चारेण तत्रैव प्रत्ययो भवति । न च भवति अन्यार्थे तेनाऽभिन्नं तदर्थात् । (बृहत्कल्पभाष्ये) ३. बाह्यः पृथुबुधोदराकारोऽर्थोऽपि घट इति व्यपदिश्यते । तद्वाचकमभिधानं घट इति । तद्ज्ञानरूपः प्रत्ययोऽपि घट इति । तथा च लोके वक्तारो भवन्ति । किमिदं पुरो दृश्यते घटः । किमसौ वक्ति घटं । किमस्य चेतसि स्फुरति घटः । (विशेषावश्यके )
બૌદ્ધમતનું ખંડન
171