________________
યાકાઠમંજરી
एकत्वं च सामान्यस्य संग्रहनयार्पणात् सर्वत्र विज्ञेयम् । प्रमाणार्पणात् तस्य कथञ्चिद् विरूद्धधर्माध्यासितत्वम्, सदृशपरिणामरूपस्य विसदृशपरिणामवत् कथञ्चित् प्रतिव्यक्तिभेदात् । एवं चासिद्धं सामान्यविशेषयोः सर्वथा विरूद्धधर्माध्यासितत्वम् । कथञ्चिद्विरूद्धधर्माध्यासितत्वं चेद् विवक्षितम्, तदास्मत्कक्षाप्रवेशः, कथञ्चिद् विरूद्धधर्माध्यासस्य कथञ्चिद् भेदाविनाभूतत्वात् । पाथः पावकदृष्टान्तो ऽपि साध्यसाधनविकलः, तयोरपि कथञ्चिदेव विरुद्धधर्माध्यासितत्वेन भिन्नत्वेन च स्वीकरणात् । पयस्त्वपावकत्वादिना हि तयोर्विरुद्धधर्माध्यासः, भेदश्च । द्रव्यत्वादिना पुनस्तद्वैपरीत्यमिति । तथा च कथं न सामान्यविशेषात्मकत्वं वस्तुनो घटते ? इति । ततः सुष्ठुक्तं वाच्यमेकमनेकरूपम् इति ॥
एवं वाचकमपि शब्दाख्यं द्वयात्मकम् सामान्यविशेषात्मकम् । सर्वशब्दव्यक्तिष्वनुयायि शब्दत्वमेकम् शाडखशार्ङ्गतीव्रमन्दोदात्तानुदात्तस्वरितादिविशेषभेदादनेकम् । शब्दस्य हि सामान्यविशेषात्मकत्वं पौद्गलिकत्वाद् વ્યમેવા તથા । પૌાતિઃ શવ્વઃ, રૂન્દ્રિયાયંત્વાત્, સ્પારિવત્ ॥
હોવાથી જ વિશેષો પણ એક છે. પ્રત્યેક ગાયવ્યક્તિમાં હોવાથી ‘ગોત્વસામાન્ય’ ગાય વ્યક્તિઓની સમાન સંખ્યાવાળું છે. તથા દરેક ગાયવ્યક્તિમાં રહેલું ‘ગોત્વ' તુલ્ય હોવાથી ગાયવ્યક્તિઓ ગોત્વજાતિરૂપે એક જ છે. કથંચિહ્ન વિરૂદ્ધ ધર્માધ્યાસથી ભેદાભેદપણું
શંકા :- જો સામાન્ય અનેકરૂપ હોય તો તે એક છે એવી વિવક્ષા કેમ થાય છે ?
સમાધાન :- સામાન્ય એક છે” એ સંગ્રહનયનાં મતથી વિવક્ષિત છે. આ નય સમાનધાર્મિક ત્રૈકાલિક સર્વવસ્તુને એક રૂપે જ ગ્રહણ કરે છે. જો પ્રમાણને પ્રધાન કરવામાં આવે, તો સામાન્ય કથંચિત્ વિરૂદ્ધધર્મયુક્ત =‘અનેકત્વ’થી પણ યુક્ત છે, એટલે કે અનેક પણ છે; કેમકે જેમ વિસદેશ પરિણામ પરિણામીથી કચિત્ ભિન્ન છે, એમ દરેક વ્યક્તિગત સદેશપરિણામ પણ સ્વપરિણામીથી કથંચિત્ ભિન્ન છે. તેથી સામાન્ય અને વિશેષ સર્વથા પરસ્પર વિરુધર્મથી યુક્ત છે એ અસંગત ઠરે છે. જો બન્ને કથંચિત્ વિરૂદ્ધધર્મયુક્ત છે.' એમ સ્વીકારશો તો અમારો મત જ સ્વીકારશો. કેમકે કથંચિત વિરૂદ્ધધર્મનો અધ્યાસ કથંચિત્ ભેદ વિના સંભવે નહીં. અને અમે કથંચિત્ ભેદને માનીએ છીએ. વળી સામાન્ય અને વિશેષનો ભેદ સિદ્ધ કરવા જે પાણી અને અગ્નિનું દૃષ્ટાન્ત બતાવ્યું, તે પણ સાધ્યનું સાધક નથી. કેમકે પાણી અને અગ્નિ, જલત્વ અને વહ્નિત્વરૂપે વિરૂદ્ધધર્મથી યુક્ત હોવા છતાં દ્રવ્યત્વરૂપે તો સમાન ધર્મયુક્ત જ છે. તેથી દરેક વસ્તુ સામાન્યવિશેષોભયાત્મક જ સિદ્ધ થાય છે. તેથી ‘વાચ્ય’ એકાત્મક અને અનેકાત્મક છે તે સુયુક્ત વચન છે.
શબ્દની એકાનેા.
આ જ પ્રમાણે, વાચકશબ્દ પણ સામાન્યવિશેષઉભયાત્મક છે. બધા શબ્દોમાં ‘શબ્દત્વ’ એક, અનુયાયી, અનુગત જાતિ છે. તથા ‘શંખનો શબ્દ’, ‘શિંગડાનો શબ્દ’ વગેરે, તથા ‘તીવ્ર-મ, ઉદાત્ત, અનુદાન, સ્વરિત વગેરે વિશેષભેદો હોવાથી શબ્દો અનેક છે. અર્થાત્ શબ્દો શબ્દત્વજાતિરૂપે એક અને શબ્દવ્યક્તિરૂપે અનેક છે. ‘શબ્દ સામાન્ય વિશેષાત્મક છે કેમકે પૌદ્ગલિક છે' એ વાત સ્પષ્ટ જ છે. પૌદ્ગલિક વસ્તુઓ સામાન્ય અને વિશેષ ઉભયથી સંવલિત જ ધ્યેય છે, એમ ‘ઘટ' વગેરેના દૃષ્ટાંતથી પ્રતીતિસિદ્ધ છે. શબ્દને પૌદ્ગલિક સિદ્ધ કરતું અનુમાન આ પ્રમાણે છે. ‘શબ્દ પૌદ્ગલિક છે કેમકે ઇન્દ્રિયનો વિષય છે જેમકે રૂપ'.
કાચ-૧૪
168