________________
સ્યાાઠમંજરી
सामान्यादित्रिके कथं नानुवृत्तिप्रत्ययः ? इति चेत् ? बाधकसद्भावादिति ब्रूमः । तथाहि । सत्तायामपि सत्तायोगाङ्गीकारेऽनवस्था । विशेषेषु पुनस्तदभ्युपगमे व्यावृत्तिहेतुत्वलक्षणतत्स्वरूपहानिः । समवाये तु तत्कल्पनायां सम्बन्धाभावः । केन हि सम्बन्धेन तत्र सत्ता सम्बध्येत, समवायान्तराभावात् । तथा च प्रामाणिकप्रकाण्डमुदयनः "व्यक्तेरभेदस्तुल्यत्वं सङ्करोऽथानवस्थितिः । रूपहानिरसम्बन्धो जातिबाधकसङ्ग्रहः ॥ ( किरणावल्यां) इति ततः स्थितमेतत्सतामपि स्यात् क्वचिदेव सत्तेति ॥
આ પ્રમાણે યુક્તિ આપે છે. “દ્રવ્ય—ગુણ-અને કર્મમાં જ સત્તા છે." એવું વચન છે. જ્યાં સત્ ' પ્રત્યય થાય, ત્યાં જ સત્તા મનાય. ‘સત્ ' પ્રત્યય દ્રવ્ય–ગુણ અને કર્મ આ ત્રણઅંગે જ થાય છે. માટે આ ત્રણસાથે જ સત્તાનો સંબંધ છે. જ્યારે સામાન્ય વિશેષ અને સમવાયમાં ‘સત્’ પ્રત્યય થતો નથી. તેથી ત્યાં સત્તાનો યોગ નથી. તાત્પર્ય આ પ્રમાણે છે.→ અસ્તિત્વ એ વસ્તુનું સ્વરૂપ છે. અને એ તો દ્રવ્યાદિ ત્રણની જેમ સામાન્યાદિ ત્રણમાં પણ છે જ. છતાં પણ આ અસ્તિત્વસ્વરૂપ આ ત્રણમાં (=સામાન્યવગેરેમાં)અનુવૃત્તિ (=સમાનતા)ની બુદ્ધિમાં છે હેતુ બનતું નથી. તેથી અસ્તિત્વ હોવા છતાં આ ત્રણમાં અનુવૃત્તિની બુદ્ધિ થતી નથી. આ ‘અનુવૃત્તિપ્રત્યય’ અને સત્ પ્રત્યય” એક જ છે. અર્થાત્ જે પદાર્થોમાં સમાનતાની બુદ્ધિ થાય તે જ પદાર્થોમાં ‘સત્’બુદ્ધિ થાય. સામાન્યાદિમાં અનુવૃત્તિપ્રત્યય થતો ન હોવાથી સત્' પ્રત્યય પણ થતો નથી. તેથી તેઓમાં સત્તા પણ નથી. જ્યારે દ્રવ્યાદિ ત્રણમાં તો છ એ પદાર્થમાં સમાનપણે રહેલું અસ્તિત્વસ્વરૂપ પણ છે, અને અનુવૃત્તિપ્રત્યયમાં હેતુભૂત એવી સત્તાનો સંબંધ પણ છે.
શંકા :– દ્રવ્યાદિ ત્રણમાં સત્તાનો યોગ માનવાથી કાર્ય સરતું હોવાથી ત્યાં અસ્તિત્વને માનવાની શી જરૂર
છે?
સમાધાન :- અસ્તિત્વ' એ વસ્તુનું સ્વરૂપ છે, જો અસ્તિત્વરૂપ સ્વરૂપ જ ન હોય, તો દ્રવ્યાદિ ત્રણ નિ:સ્વરૂપ થઇ જાય અને નિ:સ્વરૂપ વસ્તુમાં તો સત્તાનો સમવાય સંભવતો જ નથી. જેમ કે સસલાનાં શિંગડા' વગેરે સ્વરૂપહીન છે, તો ત્યાં સત્તા પણ નથી. માટે સત્તાના યોગ માટે અસ્તિત્વસ્વરૂપ માનવું આવશ્યક છે. તેથી જ્યાં સત્તા હોય ત્યાં અસ્તિત્વસ્વરૂપ હોય જ. અસ્તિત્વસ્વરૂપ હોય ત્યાં સત્તા હોય પણ ખરી કે ન પણ હોય, માટે દ્રવ્યાદિ ત્રણમાં સત્તા અને અસ્તિત્વ આ બન્નેને સ્વીકારવા સંગત છેઃ ભાવ :- આ દર્શનનાં મતે ‘અસ્તિત્વ' અને ‘સત્તા' આ બન્ને પરસ્પરભિન્ન છે. સામાન્યાદિમાં ‘અસ્તિ’ એવી બુદ્ધિથવાથી અસ્તિત્વ છે. છતાં પણ સબુદ્ધિ થતી નથી. માટે સત્તા નથી. અસ્તિત્વ સ્વરૂપસંબંધથી રહે છે. અને સત્તા સમવાયસંબંધથી રહે છે.
સામાન્યાદિમાં સત્તા માનવામાં જાતિબાધકો
શંકા :- સામાન્યાદિ ત્રણ જો અસ્તિત્વસ્વરૂપવાળા છે. તો તેઓમાં અનુવૃત્તિ-પ્રત્યય કેમ થતો નથી ? સમાધાન : આ પ્રત્યય થવામાં બાધક હાજર છે. માટે તેવો પ્રત્યય થતો નથી. કોણ બાધક છે તે દર્શાવે છે. સત્તામાં (=સામાન્યમાં)પણ જો સત્તારૂપ સામાન્ય અંગીકાર કરવામાં આવે, તો સત્તામાં પણ સત્તા માનવી પડે. એમ અનવસ્થાદોષ આવે. વિશેષમાં જો સત્તા સ્વીકારવામાં આવે, તો સત્તા અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. જ્યારે વિશેષનું સ્વરૂપ જ વ્યાવૃત્તિમાં હેતારૂપ છે. અર્થાત્ વિશેષમાં જો સામાન્ય માનવામાં આવે, તો ‘વિશેષ' ‘વિશેષરૂપ' રહે જ નહીં. આમ વિશેષના સ્વરૂપની જ હાનિ થાય. આમ સ્વરૂપહાનિદોષ આવે. સમવાયમાં સત્તા માનવામાં આવે, તો સમવાયમાં સત્તા કયા સંબંધથી રહેશે ? દ્રવ્યાદિમાં સત્તા સમવાયસંબંધથી રહે છે.
કાય-૮