________________
સ્યા મંજરી
क्षोदम् । वैधर्म्येण दृष्टान्तानामसाधकतमत्वात् । अयःपिण्डादयो हि पत्रादिभावान्तरापन्नाः सन्तः सलिलतरणादिक्रियासमर्थाः । न च वैदिकमन्त्रसंस्कारविधिनापि विशस्यमानानां पशूनां काचिद् वेदनानुत्पादादिरूपा भावान्तरापत्तिः प्रतीयते । अथ तेषां वधानन्तरं देवत्वापत्तिर्भावान्तरमस्त्येवेति चेत् ? किमत्र प्रमाणम् ? न तावत् प्रत्यक्षम् | M सम्बद्धवर्तमानार्थग्राहकत्वात् । “सम्बद्धं वर्तमानं च गृह्यते चक्षुरादिना ।" इति वचनात् । नाप्यनुमानम् । तत्प्रतिबद्धलिङ्गानुपलब्धेः । नाप्यागमः । तस्याद्यापि विवादास्पदत्वात् । अर्थापत्त्युपमानयोस्त्वनुमानान्तर्गततया तदूषणेनैव गतार्थत्वम् ॥
अथ भवतामपि जिनायतनादिविधाने परिणामविशेषात् पृथिव्यादिजन्तुजातघातनमपि यथा पुण्याय कल्प्यते इति कल्पना, तथाऽस्माकमपि किं नेष्यते ? वेदोक्तविधिविधानरूपस्य परिणामविशेषस्य निर्विकल्पं तत्रापि भावात् । नैवम् । परिणामविशेषोऽपि स एव शुभफलो, यत्रानन्योपायत्वेन यतनयाऽपकृष्टप्रतनुचैतन्यानां पृथिव्यादिजीवानां
હિંસા કરનારા યાજ્ઞિકગોરો લોકોમાં પૂજનીય તરીકે જ દેખાય છે. જો હિંસા નિંદનીય હોય, તો હિંસાકરનાર પણ નિંદનીય જ બનવો જોઇએ જેમ કે શિકારી. વેદવિહિત હિંસા કરનાર યાજ્ઞિક નિંદનીય દેખાતો નથી. તેથી વેદવિહિત હિંસા પણ નિંદનીય નથી તેમ સિદ્ધ થાય છે.
વૈદિકમંત્રથી સંસ્કૃત હિંસા પણ દુષ્ટ–ઉત્તરપક્ષ
આ પ્રતિપાદન દક્ષપુરુષોની પરીક્ષા માટે સમર્થ નથી. કેમ કે દૃષ્ટાંતો દાáન્તિકસાથે સાધર્મ ધરાવતા નથી, પરંતુ વૈધર્મ ધરાવે છે. લોખંડના ગોળા વગેરે, પતરા વગેરે ભાવાન્તરને પામ્યા પછી જ ‘પાણીમાં તરવું' વગેરે ક્રિયા કરવામાં સમર્થ બને છે. વૈદિકમન્ત્રસંસ્કારવિધિદ્વારા ણાતાં પશુઓને વેદના ન થવી વગેરેરૂપ ભાવાન્તર દેખાતો નથી. અર્થાત્ વેદવિદિત હિંસા મન્ત્રાદિસંસ્કારપૂર્વક હોવા છતાં, વેદના ઉત્પન્ન કરવી' આદિરૂપ પોતાનાં સ્વરૂપને છોડતી નથી. તેથી ત્યાં ભાવાન્તરની પ્રાપ્તિ ન હોવાથી તે હિંસા ધર્મમય ન બને.
પૂર્વપક્ષ :- તત્કાલ વેદના હોવા છતાં વધુ પછી તરત જ તેઓ દેવપણાને પામે છે. આજ ભાવાન્તર છે. (કેમ કે બીજાનું અહિત થવું એ અધર્મનું સ્વરૂપ છે. અહીં બીજાનું હિત થાય છે. તેથી અધર્મસ્વરૂપ હિંસા પણ ધર્મસ્વરૂપ ભાવાન્તરને પામશે જ.)
ઉત્તરપક્ષ :- પશુઓને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે તેમાં પ્રમાણ શું ? પ્રત્યક્ષપ્રમાણથી તો તે ગ્રાહ્ય નથી, કેમ કે સ્વર્ગની પ્રાપ્તિ પ્રત્યક્ષનો વિષય નથી, કેમ કે ચક્ષુઆદિને સમ્બદ્ધ વર્તમાનકાલીન વસ્તુને જ પ્રત્યક્ષજ્ઞાન વિષય બનાવે છે. કહ્યું પણ છે કે, ચક્ષુ વગેરેને સમ્બદ્ધ એવા વર્તમાનપદાર્થો પ્રત્યક્ષગ્રાહ્ય છે.’ તથા આ સ્વર્ગપ્રાપ્તિ અનુમાનગ્રાહ્ય પણ નથી. કેમ કે વધ પછી તરત દેવત્વની પ્રાપ્તિરૂપ સાધ્યનો સાધક કોઇ અવિનાભાવી હેતુ ઉપલબ્ધ થતો નથી. આગમ પણ પ્રમાણતરીકે ઉપલબ્ધ નથી. કેમ કે કયુ આગમ પ્રમાણ તરીકે ગ્રાહ્ય છે તે હજી વિવાદાસ્પદ છે. અર્થાપત્તિ અને ઉપમાન તો અનુમાનમાં જ સમાવિષ્ટ છે. તેથી અનુમાનની જેમ તે બેથી પણ દેવત્વની પ્રાપ્તિ સિદ્ધ થતી નથી. આમ વેદોક્ત હિંસાથી હેમાતા પશુઓની સદ્ગતિ અસિદ્ધ છે. તેથી આ હિંસા ધર્મના હેતુ તરીકે પણ અસિદ્ધ છે.
૨. મીમાંસાશ્તોળવાર્તિ ૪-૮૪
વૈદિકમંત્રથી સંસ્કૃત હિંસા પણ દુષ્ટ
3125