Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કરીને
DRIVINERS:
3838
सांप्रतं नित्यपरोक्षज्ञानवादिनां मीमांसकभेदभट्टानाम् एकात्मसमवायिज्ञानान्तरवेद्यज्ञानवादिनां च यौगानां मतं | विकुट्टयन्नाह -
स्वार्थावबोधक्षम एव बोधः प्रकाशते नार्थकथान्यथा तु । परे परेभ्यो भयतस्तथापि प्रपेदिरे ज्ञानमनात्मनिष्ठम् ॥ १२ ॥
बोधो = ज्ञानं, स च स्वार्थावबोधक्षम एव प्रकाशते । स्वस्य =आत्मस्वरूपस्य, अर्थस्य च पदार्थस्य योऽवबोधः परिच्छेदस्तत्र, क्षम एव = समर्थ एव प्रतिभासते इत्ययोगव्यवच्छेदः । प्रकाशत इति क्रिययाऽवबोधस्य प्रकाशरूपत्वसिद्धेः सर्वप्रकाशानां स्वार्थप्रकाशकत्वेन, बोधस्यापि तत्सिद्धिः। विपर्यये दृषणमाह । नार्थकथान्यथा त्विति।अन्यथेति-अर्थप्रकाशनेऽविवादाद, ज्ञानस्य स्वसंविदितत्वानभ्युपगमेऽर्थकथैव नस्यात् । अर्थकथा =पदार्थसम्बन्धिनी
જ્ઞાનની પરોકતા અને પરાપેક્ષતાનું ખંડન હવે “જ્ઞાન નિત્યપરોક્ષ છે અર્થાત પ્રત્યક્ષ નથી એવું માનવાવાળા ભટ મીમાંસકોનાં મતને અને તેજ આત્મામાં ઉત્પન્ન થતાં જ્ઞાનાન્સરથી પૂર્વનું જ્ઞાન સંવેદ્ય છે તેમ માનતા યૌગના (કનૈયાયિકોના)મતને ખાંડતા સ્તુતિકાર કહે છે.
કાવાર્થ:- જ્ઞાન સ્વનો બોધ અને પદાર્થનો બોધ કરાવવામાં સમર્થરૂપે જ પ્રકાશે છે. અર્થાત્ જ્ઞાન સ્વ અને પદાર્થનો બોધ કરાવવામાં સમર્થ છે. જો તે ( જ્ઞાન) પોતાનાં સ્વરૂપનો જ બોધ કરાવવામાં સમર્થ નથી, પણ તો તે પર એવા શેયને પ્રકાશિત કરે છે તેવી કથા જ ઊડી જશે. જે સ્વને પ્રકાશિત કરી ન શકે તે પરને શી રીતે પ્રકાશિત કરી શકે?)છતાં પણ પૂર્વપક્ષનાં ભયથી પરમતવાળાઓ જ્ઞાનને સ્વનિષ્ઠ માનતા નથી અર્થાત જ્ઞાન સ્વસ્વરૂપ બોધક નથી તેમ માને છે.
જ્ઞાન સ્વસંવેદનભૂત બોધ જ્ઞાન સ્વ=પોતાનું સ્વરૂપ. અર્થ:- પદાર્થ, શેય વસ્તુ, સમ=સમર્થ. એવથી અહીં અયોગવ્યવચ્છેદ છે. તેથી બોધ સ્વ અને યપદાર્થનું સંવેદન કરાવવામાં સમર્થ જ છે. જે પ્રકાશરૂપ છે તે બધા જ સ્વ અને પરનો અવબોધ કરાવવામાં સમર્થ છે. બોધ પણ પ્રકાશરૂપ લેવાથી પરપ્રકાશક છે. અનુમાન - “બોધ
સ્વપરપ્રકાશક છે કેમકે પ્રકાશરૂપ છે જેમકે દીપક વગેરે.” જ્ઞાન શેયપદાર્થનું પ્રકાશક છે તે સર્વમાન્ય છે, તેથી જ્ઞાનને જો સ્વસંવિદિત (=સ્વનું સંવેદન સ્વત: કરાવનાર)ને માનીએ, તો જ્ઞાન અર્થનું સંવેદન કરાવનાર છે એવી વાત પણ થઇ ન શકે. તેથી પદાર્થનાં “સત છે કે અસતરૂપ છે' ઇત્યાદિ સ્વરૂપનો વિચાર જ થઈ ન શકે. વળી જો જ્ઞાન સ્વસંવિદિત ન થેય, તો જ્ઞાનને પોતાનું જ્ઞાન કરાવવા બીજા જ્ઞાનની અપેક્ષા રહેશે. એ બીજા જ્ઞાનને સ્વના જ્ઞાનમાટે ત્રીજા જ્ઞાનની અપેક્ષા રહેશે. એમ અનવસ્થાદોષ આવશે. તથા જો જ્ઞાન સ્વસંવિદિત ન હેય,તો જ્ઞાન પ્રથમ પોતાનો બોધ કરાવવાના કાર્યમાં જ મગ્ન બનશે.અને અર્થ તો જડોવાથી સ્વસ્વરૂપનો પ્રકાશ કરી ન શકે. તેથી અર્થના સ્વરૂપનો વિચાર જ શી રીતે થશે? આમ જ્ઞાન સ્વસંવિદિત છે તે યુક્તિથી 3 ઉપપન્ન છે. છતાં પરતીર્થિકો જ્ઞાનને અનાત્મનિષ્ઠ અસ્વસંવિદિત માને છે. કેમકે જ્ઞાનને સ્વસંવિદિત માનવામાં પોતાનામાં ક્રિયા માનવી વિરોધરૂપ છે એવા પૂર્વપક્ષના ઉપાલંભનો ભય છે. અર્થાત પોતાનામાં જ પ્રકાશરૂપક્રિયા માનવામાં વિરોધ આવતો હોવાથી જ્ઞાન સ્વનો પ્રકાશ કરી ન શકે. આવી આપત્તિથી ડરીને તેઓ જ્ઞાનને સ્વસંવિદિત માનતા નથી.
કાવ્ય-૧૨