________________
ચાઠમંજરી
अधानेकं गोत्वाश्वत्वघटत्वपटत्वादिभेदभिन्नत्वात् ते तर्हि विशेषा एव स्वीकृताः, अन्योन्यव्यावृत्तिहेतुत्वात् । न हि यद्गोत्वं तदश्वत्वात्मकमिति । अर्थक्रियाकारित्वं च वस्तुनो लक्षणम् । तच्च विशेषेष्वेव स्फुटं प्रतीयते । न हि सामान्येन काचिदर्थक्रिया क्रियते, तस्य निष्क्रियत्वात्; वाहदोहादिकास्वर्थक्रियासु विशेषाणामेवोपयोगात् । तथेदं सामान्यं विशेषेभ्यो भिन्नमभिन्नं वा । भिन्नं चेत् ? अवस्तु, विशेषविश्लेषेणार्थक्रियाकारित्वाभावात् । अभिन्नं चेत् ? विशेषा एव, तत्स्वरूपवत्। इति विशेषैकान्तवादः ||
,
नैगमनयानुगामिनस्त्वाहुः । स्वतन्त्रौ सामान्यविशेषौ । तथैव प्रमाणेन प्रतीतत्वात् । तथाहि । सामान्यविशेषावत्यन्तभिन्नौ, विरुद्धधर्माध्यासितत्वात् । यावेवं तावेवं यथा पाथः पावकौ, तथा चैतौ, तस्मात् तथा । सामान्यं हि गोत्वादि सर्वगतम् । तद्विपरीताश्च शबलशाबलेयादयो विशेषाः । ततः कथमेषामैक्यं युक्तम् ? ॥ न सामान्यात् पृथग्विशेषस्योपलम्भ इति चेत् ? कथं तर्हि तस्योपलम्भ इति वाच्यम् । सामान्यव्याप्तस्येति चेत् ? न तर्हि स विशेषोपलम्भः सामान्यस्यापि तेन
સમાધાન :- આ જે એકાકાર બોધ થાય છે, તે પોતાનાં હેતુઓમાંથી ઉત્પન્ન થનારી વ્યક્તિઓમાંથી જ પ્રગટ થાય છે. અર્થાત્ ત્યાં વ્યક્તિસમુદાય જ હેતુ છે, સામાન્ય નહીં. તેથી આ દ્વારા પણ સામાન્યને સિદ્ધ કરી ન શકાય. તથા આ જે સામાન્ય (=જાતિ)ની કલ્પના કરાય છે, તે એક છે કે અનેક? જો એક છે, તો સર્વગત છે કે, અસર્વગત છે ? જો સર્વગત છે, તો વ્યક્તિઓની અપાંતરાલમાં કેમ ઉપલબ્ધ થતું નથી ? અર્થાત્ પરસ્પરથી ર . રહેલી બે ગાયની વચ્ચે પણ ‘ગોત્વ' સામાન્યનો અવબોધ થવો જોઇએ. વળી જો તે સર્વગત અને એક છે, તો ગોત્વસામાન્યને જેમ ગાય વ્યક્તિઓ અપનાવે છે, તેમ ધટ–પટ વગેરે વ્યક્તિઓ કેમ અપનાવતા નથી ? કેમકે તે સર્વત્ર એકરૂપે સમાનતયા રહે છે.
શંકા :- સામાન્યને અસર્વગત માનવાથી આ દોષ આવશે નહિ.
સમાધાન :- જો સામાન્ય સર્વગત ન હોય, તો તે વિશેષરૂપ જ છે. કેમકે અસર્વગતત્ત્વ' એ વિશેષનું લક્ષણ છે. વળી તમે સામાન્યને દૂર દેશમાં રહેલી સજાતીયવ્યક્તિઓમાં થતા એકાકારઅનુંવૃત્તિપ્રત્યયમાં હેતુ તરીકે સ્વીકાર્યું હોવાથી સર્વગત તરીકે જ સ્વીકાર્યું છે. હવે તેને અસર્વગત કહેવામાં તમને અભ્યપગમબાધ આવશે. આમ સામાન્યને એક ક્લ્પી શકાય તેમ નથી.
શંકા :- ગોત્વ' અશ્વત્વઃ ઘટત્વ' પટત્વ' એમ અનેક ભેદ ઘેવાથી સામાન્ય અનેક છે.
સમાધાન :- આ ‘ગોત્વ' ‘અશ્વત્વ' વગેરેજાતિ ગાય, અશ્ર્વ વગેરેની એકબીજાથી વ્યાવૃત્તિમાં હેતુ બને છે. અને આ ‘વ્યાવૃત્તિહેતુત્વ' વિશેષનું લક્ષણ છે. તેથી અહીં વિશેષની જ સ્વીકૃતિ થઇ. અહીં વ્યાવૃત્તિતુતા અસિદ્ધ નથી. કેમકે ગોત્વ' અસ્વરૂપે પ્રત્યક્ષાદિથી સિદ્ધ નથી. વળી વસ્તુનું ‘અર્થક્રિયાકારિત્વ’ લક્ષણ છે. આ લક્ષણ વિશેષમાં જ સ્પષ્ટપણે ઉપલબ્ધ થાય છે. સામાન્ય પોતે નિષ્ક્રિય હોવાથી અર્થક્રિયા કરવામાં સમર્થ નથી. અને વાહન (=ખેંચવું), દોહવુંવગેરેઅર્થક્રિયાઓમાં વિશેષોનો જ ઉપયોગ થાય છે. ૨થ વગેરેમાં જોડવા માટે કોઇક અશ્ર્વવિશેષનો જ ઉપયોગ થાય છે. ત્યાં “અશ્ર્વત્વ” ઉપયોગી નથી. એમ પાણી ભરવામાટે ધટવ્યક્તિ અપેક્ષિત છે, નહિ કે ઘટત્વ' જાતિ. તથા આ સામાન્ય વિશેષથી ભિન્ન છે, કે અભિન્ન છે? જો ભિન્ન હોય, તો તે અવસ્તુ=અસત્ છે, કેમકે વિશેષથી ભિન્નમાં અર્થક્રિયાકારિતા સંભવી શકે નહિ. જો તે વિશેષથી અભિન્ન છે, તો વિશેષ જ છે. જેમકે વિશેષનું સ્વરૂપ. આમ એકાન્તવિશેષવાદીનો અભિપ્રાય દર્શાવ્યો.
ફાય-૧૪
164