________________
સ્થાકુષ્ઠમંજરી पर्यायनयान्वयिनस्तुभाषन्ते । विविक्ताः क्षणक्षयिणो विशेषाएव परमार्थः, ततो विष्वाभूतस्य सामान्यस्याप्रतीयमानसत्वात् । न हि गवादिव्यक्त्यनुभवकाले वर्णसंस्थानात्मकं व्यक्तिरूपमपहाय, अन्यत्किञ्चिदेकमनुयायि प्रत्यक्षे प्रतिभासते, Bill र तादृशस्यानुभवाभावात् । तथा च पठन्ति- "एतासु पञ्चस्ववभासनीषु प्रत्यक्षबोधे स्फुटमङ्गुलीषु । साधारणं रूपमवेक्षते ।
यः शृङ्गं शिरस्यात्मन ईक्षते सः" || एकाकारपरामर्शप्रत्ययस्तु स्वहेतुदत्तशक्तिभ्यो व्यक्तिभ्य एवोत्पद्यते । इति न तेन है 32 सामान्यसाधनं न्याय्यम् ॥ किञ्च, यदिदं सामान्यं परिकल्प्यते तदेकमनेकं वा ? एकमपि सर्वगतमसर्वगतं वा ? सर्वगतं
चेत, किं न व्यक्त्यन्तरालेषूपलभ्यते ? सर्वगतैकत्वाभ्युपगमे च तस्य यथा गोत्वसामान्यं गोव्यक्तीः क्रोडीकरोति, | एवं किं न घटपटादिव्यक्तीरपि, अविशेषात् । असर्वगतं चेत् ? विशेषस्यापत्तिः अभ्युपगमबाधश्च ॥ વ્યાવૃત્તિ માનવી પડશે. કેમકે તેની વિશેષરૂપતા અન્યથાઅનુ૫૫ન છે. અર્થાત વ્યાવૃત્તિ વિના વિશેષની સિદ્ધિ સંભવે નહીં, અને વ્યાવૃત્તિની પણ વ્યાવૃત્તિ માનવામાં વિશેષોનો અભાવ આવી જશે. કેમકે વ્યાવૃત્તિ(નિષેધ) એ વિશેષનું સ્વરૂપ છે. તેની પણ વ્યાવૃત્તિ (નિષેધ)કરવાથી નિષેધરૂપ વિશેષનાં સ્વરૂપનો નિષેધ થાય છે. અને નિ:સ્વરૂપ વસ્તનો જગતમાં અભાવ છે. અહીં બીજાને શંકા થાય કે, વ્યાવૃત્તિની વ્યાવૃત્તિથી, એક વિશેષમાં જે નિષેધસ્વરૂપ છે તે નિષેધસ્વરૂપમાં બીજા વિશેષગતનિષેધસ્વરૂપની વ્યાવૃત્તિ કરાય છે. સ્ત્રમાં જે નિષેધસ્વરૂપ છે તેની વ્યાવૃત્તિ કરાતી નથી. એટલેનિઃસ્વભાવતા નહીં આવે. તેનાં સમાધાનરૂપે બીજો છેષ બતાવે છે. અહીં અનવસ્થાદોષ પણ છે. કેમકે વ્યાવૃત્તિની જે વ્યાવૃત્તિ થાય છે. એ પણ અનેકાત્મક લેવાથી વિશેષરૂપ હોઈ, એની પણ વ્યાવૃત્તિ માનવી પડશે. એમ ઉત્તરોત્તર વ્યાવૃત્તિઓ માનવી પડતી લેવાથી અનવસ્થાદોષ છે. જો “સર્વવિશેષપદાર્થગત એક જ વ્યાવૃત્તિ છે એમ કહેશો તો તો, વ્યાવૃત્તિના નામે સામાન્યનો જ સ્વીકાર છે. કારણ કે અનુવૃત્તિ એકરૂપતા સામાન્યનું લક્ષણ છે, અને તે અહીં પણ છે. વળી આ વિશેષો સામાન્યથી ભિન્ન છે, કે અભિન્ન? જો ભિન્ન છે, તો દેડકાનાં વાળની જેમ અસત છે. કેમકે જગતમાં સામાન્યથી રહિત હોય, તેવી વસ્તુ ઉપલબ્ધ થતી નથી. તથા સામાન્ય સત્તારૂપ છે. તેથી સતથી જે ભિન્ન હોય, તે અસત છે. જો સામાન્યથી વિશેષ અભિન્ન છે, તો તે સામાન્યરૂપ જ છે. જેમકે સામાન્યનું સત્તારૂપ સ્વરૂપ. આમ સામાન્યએકાંતવાદના સ્વરૂપનો પ્રકાશ કર્યો.
વિશેષવાદીઓનો મત હવે પર્યાયનવાદી સ્વમત દર્શાવે છે. પરસ્પર ભિન્ન અને ક્ષણનશ્વર વિશેષો જ પરમાર્થથી સત છે, તત્વરૂપ છે. વિશેષથી પૃથગભૂત સામાન્યની પ્રતીતિ થતી જ નથી. જયારે ગાય વગેરે વ્યક્તિનું પ્રત્યક્ષાદિથી સંવેદન કરાય છે, ત્યારે તેના વર્ણ–આકારાદિ વ્યક્તિગત સ્વરૂપને છોડી બીજા કશાનું પ્રત્યક્ષસંવેદન થતું નથી. એટલે કે બીજા અનુયાયી (=અનુવૃત્ત) એક સામાન્યની પ્રતીતિ થતી નથી. કેમકે તેવો અનુભવ જ થતો નથી.) અર્થાત ગાયવ્યક્તિને જોતા આ સત છે એવો સામાન્યરૂપ અનુભવ નથી થતો, પણ વર્ણાદિવિશેષરૂપ
અનુભવ જ થાય છે. કહ્યું જ છે કે આ પાંચ આંગળીમાં વિશેષ સ્વરૂપ સ્પષ્ટરૂપે પ્રત્યક્ષથી દેખાય છે. છતાં એમાં ડી જે નર સાધારણ સામાન્યસ્વરૂપને જુએ છે તે ખરેખર! પોતાનાં મસ્તકે શિંગડાને જુએ છે.” અર્થાત ત્યાં વિશેષસ્વરૂપનો જ બોધ થાય છે. સામાન્યસ્વરૂપ અનુભવાતું નથી
શંકા:- સમાન જાતીય વ્યક્તિઓમાં એકાકાર બોધ થાય છે. જેમકે, દરેક ઘડામાં “આ ઘડો એવો બોધ છે તેથી એકરૂપતાસિદ્ધ છે.
જ
१. अशोकविरचितसामान्यदूषणदिकग्रन्थे । ::::::::::::::::
* * *********
*
****
વિશેષવાદીઓનો મત
:::::::::::::::::
*:::::::::::::::::0163)