Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
H
D milico શ્યાહુઠમંજરી ત वार्ता, सदसद्रूपात्मकं स्वरूपमिति यावत् । तुशब्दोऽवधारणे भिन्नक्रमश्च , सा चार्थकथया सह योजित एव । यदि हि ज्ञानं स्वसंविदितं नेष्यते, तदा तेनात्मज्ञानाय ज्ञानान्तरमपेक्षणीयं तेनाप्यपरमित्याद्यनवस्था । ततो ज्ञानं तावत् स्वावबोधव्यग्रतामग्नम् । अर्थस्तु जडतया स्वरूपज्ञापनासमर्थ इति को नामार्थस्य कथामपि कथयेत् । तथापि-एवं ज्ञानस्य स्वसंविदितत्वे युक्त्या घटमानेऽपि, परे तीर्थान्तरीयाः, ज्ञानं कर्मतापन्नम्, अनात्मनिष्ठं-न विद्यते आत्मनः स्वस्य । निष्ठा=निश्चयो यस्य तदनात्मनिष्ठम्, अस्वसंविदितमित्यर्थः, प्रपेदिरे प्रपन्नाः, कुतः ? इत्याह । परेभ्यो भयतः, परे-पूर्वपक्षवादिनः, तेभ्यः सकाशात् ज्ञानस्य स्वसंविदितत्वं नोपपद्यते, स्वात्मनि क्रिया विरोधादित्युपालम्भसम्भावनासम्भवं यद् भयं तस्मात् तदाश्रित्येत्यर्थः ॥
જ્ઞાનની માત્ર પરપ્રકાશક્તાવાદનું ખંડન પૂર્વપક્ષ:- જ્ઞાનસ્વસંવિદિત નથી, કેમકે પોતાનામાં પોતાની ક્રિયા માનવામાં વિરોધ છે. જેમ કે સુશિક્ષિત પણ નટ પોતાના સ્કન્ધપર ચડી શકતો નથી. અથવા અત્યંત તીણ પણ તલવારની ધાર પોતાને જ છેદવા સમર્થ બનતી નથી. તેથી જ્ઞાન પરોક્ષ છે અર્થાત્ અતીન્દ્રિય છે. જ્ઞાનનું સ્વસંવેદન નથી.
ઉત્તરપલ (જૈન):- આ બરાબર નથી. જ્ઞાનની સ્વમાં ઉત્પત્તિ વિરુદ્ધ છે કે સ્વમાં જ્ઞપ્તિ વિરૂદ્ધ છે? અર્થાત જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે તે માનવામાં વિરોધ છે કે જ્ઞાન પોતાનું સંવેદન કરાવે છે, તે માનવામાં વિરોધ છે? પ્રથમપક્ષે ભલે વિરોધ વ્યય, “જ્ઞાન પોતાને ઉત્પન્ન કરે છે તેમ અમે પણ માનતા નથી. બીજા પક્ષમાંવિરોધ નથી, કેમકે જ્ઞાન આત્મામાં સ્વની જ્ઞપ્તિ કરાવે જ છે. કેમકે જયારે જ્ઞાન પોતાના હેતુઓથી ઉત્પન્ન થાય છે, ત્યારે સ્વનું સ્વત:સંવેદન કરાવવાનાં સ્વભાવવાળું જ ઉત્પન્ન થાય છે. જેમ કે પ્રદીપપ્રકાશ પ્રકાશરૂપે જ ઉત્પન્ન થાય છે.
પૂર્વપક્ષ:- પ્રકાશરૂપે જ પ્રદીપપ્રકાશ ઉત્પન્ન થાય છે. પરંતુ તે પરપ્રકાશરૂપે ઉત્પન્ન થાય છે. અર્થાત પ્રદીપનો પ્રકાશ પર = બીજા પદાર્થોનો પ્રકાશ કરવાનાં સ્વભાવવાળો ઉત્પન્ન થાય છે. પણ તેટલા માત્રથી તે પોતાને પણ પ્રકાશે છે એમ માનવું ન્યાયયુક્ત નથી.
ઉત્તરપલ :- તો શું પ્રકાશ પોતે અપ્રકાશિત જ રહેશે? કે પછી બીજા પ્રકાશદ્વારા પ્રકાશિત થશે? પ્રથમ શી પક્ષે પ્રત્યક્ષબાધ છે. “પ્રકાશ પોતે પ્રકાશિત છે' એ બધા લોકોને પ્રત્યક્ષસિદ્ધ છે. બીજો વિકલ્પ પણ પ્રત્યક્ષબાધિત છે. પ્રકાશને બીજો પ્રકાશ પ્રકાશિત કરે છે એવું કોઈને દેખાતું નથી. પ્રકાશ સ્વત: પ્રકાશિત રૂપે પ્રત્યક્ષથી પ્રતીત થાય છે. વળી જો બીજો પ્રકાશ પહેલાં પ્રકાશને પ્રકાશિત કરે, તો બીજા પ્રકાશને પ્રકાશિત થવા ત્રીજો પ્રકાશ જોઇશે. એમ અનવસ્થાની આપત્તિ આવશે.
જ્ઞાનમાં જ્ઞાનક્રિયાની કર્મતાનો અભાવ [ પૂર્વપક્ષ:- “પ્રકાશ ઘડાને પ્રકાશે છે અહીં પ્રકાશ પ્રકાશ્યને કર્મતરીકે સ્થાપી પ્રકાશવાની ક્રિયા કરે છે. હું એ જ રીતે “પ્રકાશ પોતાને પ્રકાશે છે" એમ પોતાને કર્મ તરીકે સ્થાપીને પ્રકાશતો નથી. તેથી અમે તેને હું સ્વપ્રકાશક' માનતા નથી. બાકી પ્રકાશરૂપે ઉત્પન્ન થયો હોવાથી સ્વયં પ્રકાશે જ છે. અર્થાત સ્વને પ્રકાશે છે
ઉત્તરપક:- શતાયુ ભવ! અમે પણ “જ્ઞાન પોતે કર્મરૂપે પ્રકાશિત થાય છે માટે સ્વસંવેદ્ય છે તેમ નથી કહેતા. જ્ઞાન પ્રકાશક છે. વગેરે પ્રયોગોમાં અકર્મકરૂપે જ તે જ્ઞાન પ્રકાશે છે. જયારે કિયાનો આશ્રય કર્તા પોતે દર ર હેય ત્યારે તે ક્રિયા અકર્મક કહેવાય છે. અને પોતાનામાં કર્તુત્વ પ્રધાનરૂપે હોવાથી પોતાની કર્મ તરીકે વિવાદ જ્ઞાનમાં જ્ઞાનક્રિયાની કર્મતાનો અભાવ
143
ર