________________
သို့ ပလပ်စပ်စပ်လပ်လပ်ပင်) 3 . - સ્થાકુટમેરી १. ज्ञानोत्पादप्रसङ्गः। अथोत्पद्यतां नामेदं को दोषः इति चेत् ? नन्वेवमेव तज्ज्ञानज्ञानेऽप्यपरज्ञानोत्पादप्रसङ्गः । तत्रापि
चैवमेवायम् । इत्यपरापरज्ञानोत्पादपरम्परायामेवात्मनो व्यापाराद्न विषयान्तरसंचारः स्यादिति तस्माद्यज्ज्ञानं तदात्मबोधं
प्रत्यनेपक्षितज्ञानान्तरव्यापारम्, यथा गोचरान्तरग्राहिज्ञानात् प्राग्भावि गोचरान्तरग्राहिधारावाहिज्ञानप्रबन्धस्यान्त्यज्ञानम् । BY ज्ञानं च विवादाध्यासितं स्पादिज्ञानम्, इति न ज्ञानस्य ज्ञानान्तरज्ञेयता युक्तिं सहते ॥ इति काव्यार्थः॥ १२॥
પૂર્વપલ :- જેમ કોઇ કુશળ માણસ કમળના સો પાંદડાને શીઘતાથી વીંધે, ત્યારે ક્રમશ: વેધ હોવા છતાં જાણે એક સાથે વીંધાયા ન હેય! તેવો બોધ થાય છે. તેમ અર્થજ્ઞાનની અવ્યવહિત ઉત્તરમાં આ જ્ઞાન અત્યંત શીઘ ઉત્પન્ન થતું હોવાથી આ ક્રમનો ખ્યાલ રહેતો નથી.
ઉત્તરપક્ષ:- તમે સર્વત્ર અર્થજ્ઞાનની ઉત્પત્તિજિજ્ઞાસાથી વ્યવહિત માની છે. એટલે કે અર્થજ્ઞાનની ઉત્પત્તિ પછી અર્થજ્ઞાનની જિજ્ઞાસા (=અર્થજ્ઞાનના જ્ઞાનની ઇચ્છા)થાય અને પછી અર્થજ્ઞાનનું જ્ઞાન થાય, એમ તમને ઇષ્ટ છે. આમ વચ્ચે જિજ્ઞાસાનું વ્યવધાન લેવાથી અર્થજ્ઞાનની અવ્યવહિત ઉત્તરમાં આ માનસપ્રત્યક્ષજ્ઞાન 1ઉત્પન્ન થતું નથી. તેથી જો અર્થજ્ઞાન પછી એ જ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, તો તે જિજ્ઞાસાથી વ્યવહિત હોવાથી જ્ઞાનાન્સરની ઉપલબ્ધિ થવી જોઈએ. અને ઉપલબ્ધિ થતી નથી. એ ઉભયમત સંમત છે. તેથી તેવં જ્ઞાન ઉત્પન્ન થતું નથી એમ સિદ્ધ થાય છે. વળી તમે જે પ્રતિપાદન કર્યું કે, “જિજ્ઞાસા જ્ઞાનની ઉત્પાદિકા છે તે પણ અસંગત છે. કેમકે યોગ્ય દેશમાં રહેલાં અજિજ્ઞાસિત વિષયોમાં પણ જ્ઞાન ઉત્પન્ન થતું દેખાય જ છે. ‘અર્થજ્ઞાન અયોગ્યસ્થળે છે. માટે તેનું જ્ઞાન કરવા જિજ્ઞાસા જોઇએ' એવી શંકા પણ કરવી નહીં, કેમકે આ અર્થજ્ઞાન સમવાય સંબંધથી આત્મામાં ઉત્પન્ન થયેલું છે. તેથી જો અર્થજ્ઞાનગ્રાહક અન્યજ્ઞાન હેય, તો જિજ્ઞાસા વિના પણ અર્થજ્ઞાનવિષયક તે અન્ય જ્ઞાનની ઉત્પત્તિનો પ્રસંગ છે.
શંકા :- ભલે જિજ્ઞાસા વિના અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થાય, એમાં શો દોષ છે? સમાધાન :- આ પ્રમાણે જિજ્ઞાસા વિના પણ અર્થજ્ઞાનનું જ્ઞાન ઉત્પન્ન થતું હોય, તો એ ઉત્પન્ન થતું જ્ઞાન પણ યોગ્યદેશમાં હેવાથી તેનું જ્ઞાન પણ ઉત્પન્ન થશે. આમ એક જ અર્થજ્ઞાનનાં ઉતરોત્તર જ્ઞાનોની ઉત્પત્તિમાં જ આત્માનો વ્યાપાર રહેશે. તેથી આત્માનો વિષયાન્તરમાં સંચાર થશે નહિ. અર્થાત એક અર્થજ્ઞાન થયા પછી આત્મા પોતાનો સમગ્ર કાળ એ અર્થજ્ઞાનના ઉત્તરોત્તરજ્ઞાનોની પરંપરાને પકડવામાં જ પૂરો કરશે. અને બીજા કોઈ અર્થના જ્ઞાનમાં પ્રવૃત્તિ કરવાનો અવકાશ જ રહેશે નહિ. આ અનિષ્ટપત્તિ છે. તેથી જ્ઞાન પોતાનાં બોધમાટે બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. જેમકે વિષયાન્તરને ગ્રહણ કરવાવાળા જ્ઞાનથી પૂર્વકાળ -ભાવી વિષયાન્તરને ગ્રહણ કરવાવાળા ધારાવાહિજ્ઞાનપ્રવાહનું છેલ્લું જ્ઞાન વિષયાન્તર-પ્રસ્તુતમાં જે વિષયનું જ્ઞાન છે તેનાથી ભિન્ન વિષય.) ઘટનો અપાય (નિશ્ચયજ્ઞાન) થયા પછી “આ ઘડો છે, “આ ઘડો છે એવું સતત ઉત્તરોત્તર પ્રવાહાત્મકજ્ઞાન થાય છે જે મતિજ્ઞાનનાં ધારણાત્મક ભેદનાં પેટાભેદ “અવિસ્મૃતિરૂપે ઓળખાય છે. આ અવિસ્મૃતિ= ધારા વાણિજ્ઞાનમાં જે સમાનવિષયક જ્ઞાનપ્રવાહ ચાલે છે તેમાં છેલ્લું જ્ઞાન સ્વનાં સંવેદનમાટે બીજા જ્ઞાનની અપેક્ષા રાખતું નથી. અન્યથા એ જ્ઞાન છેલ્લે કહ્યું ન શકાય, કેમકે એ પછી પણ જ્ઞાનપ્રવાહ ચાલું રહે છે. આ ધારાવાહિ જ્ઞાનપ્રવાહમાં એકજ્ઞાન અંત્ય છે તે સિદ્ધ છે. અન્યથા વિષયાન્તરનું જ્ઞાન જ ઉત્પન્ન ન થાય. તેથી જેમ ધારાવાહિજ્ઞાનપ્રવાહનું અંત્ય જ્ઞાન સ્વઅવબોધ પ્રતિ જ્ઞાનાન્સરની અપેક્ષા રાખતું નથી, તેમ વિવાદાસ્પદ રૂપાદિઅર્થજ્ઞાન પણ સ્વઅવબોધ માટે બીજાને અવલંબતું નથી. કારણ કે તે પણ જ્ઞાનસ્વરૂપ છે.) આમ “જ્ઞાન જ્ઞાનાન્સરથી શેય છે એવો સિદ્ધાંત યુક્તિક્ષમ નથી. ૧૨
१. एकस्मिन्नेव घटे 'घटोऽयम्' 'घटोऽयम्' इत्येवमुत्पद्यमानान्युत्तरोत्तरज्ञानानि धारावाहिकज्ञानानि अविच्युत्यपरनामानि ।
:::::::::::: ::::: H:
9 ના જ્ઞાનનાં પ્રકાશ્યત્વની સિદ્ધિ Iિ .
149)
અક