Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
K કારક ; 2: - - ચાઠમંજરી 25 જાડા કરદાદ
किञ्च, इयमनिर्वाच्यता प्रपञ्चस्य प्रत्यक्षबाधिता । घटोऽयमित्याद्याकारं हि प्रत्यक्षं प्रपञ्चस्य सत्यतामेव व्यवस्यति, घटादिप्रतिनियतपदार्थपरिच्छेदात्मनस्तस्योत्पादात् । इतरेतरविविक्तवस्तूनामेव च प्रपञ्चशब्दवाच्यत्वात् । अथ प्रत्यक्षस्य विधायकत्वात् कथं प्रतिषेधे सामर्थ्यम् ? प्रत्यक्षं हि इदमिति वस्तुस्वरूपं गृह्णाति, नान्यत्स्वरूपं प्रतिषेधति । “आहुर्विधातृ में प्रत्यक्षं न निषेद्धृ विपश्चितः । नैकत्व आगमस्तेन प्रत्यक्षेण प्रबाध्यते ॥” इति वचनात् । इति चेत् ? न ।
अन्यस्पनिषेधमन्तरेण तत्स्वस्पपरिच्छेदस्याप्यसंपत्तेः । पीतादिव्यवच्छिन्नं हि नीलं नीलमिति गृहीतं भवति, नान्यथा । केवलवस्तुस्वरूपप्रतिपत्तेरेवान्यप्रतिषेधप्रतिपत्तिरूपत्वात्, मुण्डभूतलग्रहणे घटाभावग्रहणवत् । तस्माद् यथा प्रत्यक्षं । विधायकं प्रतिपन्नं, तथा निषेधकमपि प्रतिपत्तव्यम् । अपि च, विधायकमेव प्रत्यक्षमित्यङ्गीकृते, यथा प्रत्यक्षेण विद्या विधीयते, तथा किं नाविद्यापीति । तथा च द्वैतापत्तिः । ततश्च सुव्यवस्थितः प्रपञ्चः । तदमी वादिनोऽविद्याविवेकेन सन्मानं प्रत्यक्षात् प्रतियन्तोऽपि न निषेधकं तदिति ब्रुवाणाः कथं नोन्मत्ताः । इति सिद्धं प्रत्यक्षबाधितः पक्ष इति ॥
પૂર્વપક્ષ:- પ્રપંચ જેવારૂપે પ્રતિત થાય છે, તેવા રૂપે નથી, એટલે વાસ્તવિક પ્રતીતિનો વિષય ન થેવાથી શુ મિથ્થારૂપ છે.
ઉત્તરપલ :- આમ માનવાથી તો પૂર્વે દર્શાવ્યું તેમ વિપરીતખ્યાતિનાં અભ્યાગમનો પ્રસંગ આવશે. તથા “પ્રપંચની અનિર્વાચ્યતા પ્રત્યક્ષબાધિત છે.” “આ ઘડો છે ઈત્યાદિ આકારવાળું પ્રત્યક્ષ જ “પ્રપંચ સત્ય છે એવો નિશ્ચય કરાવે છે. કેમકે ઘવગેરે પ્રતિનિયત પદાર્થનાં બોધરૂપે પ્રત્યક્ષ ઉત્પન્ન થાય છે. અને પરસ્પર વિભિન્ન વસ્તુઓ પ્રપંચ શબ્દથી વાચ્ય છે. (અર્થાત પ્રપંચ પરસ્પર વિભિન્ન વસ્તુ સ્વરૂપ છે. અને પ્રત્યક્ષ દ્વારા વિભિન્ન છું વસ્તુઓનો વિભિન્નરૂપે જ નિશ્ચયબોધ થાય છે. આમ પ્રત્યક્ષપ્રમાણ દરેકની યથાર્થ પ્રતીતિ કરાવતું હોવાથી એ વસ્તુઓ $ અનિર્વાએ કહી ન શકાય.)
પ્રત્યક્ષની માત્ર વિધિપરક્તા અસિદ્ધ - પૂર્વપક્ષ:- પ્રત્યક્ષ માત્ર વિધાયક જ છે. પ્રતિષેધાત્મક નથી. કેમકે તે પ્રતિષેધઆત્મક બોધ કરવા સમર્થ નથી. કેમકે તે “આ છે' એમ વસ્તુનાં સત્યરૂપને ગ્રહણ કરે છે, પરંતુ બાળ અસતસ્વરૂપનો નિષેધ કરતું છું નથી. કહ્યું જ છે કે, “પ્રત્યક્ષ વિધાયક છે, નિષેધક નથી. એમ વિદ્વાનો કહે છે. તેથી એકત્વપ્રતિપાદક આગમ શું પ્રત્યક્ષ દ્વારા બાધિત થઈ શકે નહીં.” | ઉત્તરપક્ષ:- આ અસંગત છે. વસ્તુના સ્વરૂપનો બોધ અન્યસ્વરૂપનાં નિષેધ વિના સંપાદિત થઈ શકતો નથી. પીળા વગેરેવર્ણથી ભિન્ન જ નીલવર્ણનો નીલવર્ણ તરીકે બોધ થાય છે. ભેદ વિના આવો નિશ્ચિત બોધ થાય નહિ. કેમકે માત્ર શેય વસ્તુના સ્વરૂપનો અવબોધ જ અન્યના પ્રતિષેધરૂપ છે. અન્યથા અન્યના સ્વરૂપનું | જ્ઞાન થયા વિના રહે નહીં. જેમકે “ભૂમિ શૂન્ય છે તેવું જ્ઞાન, “ત્યાં ઘાનો અભાવ છે." એવા જ્ઞાનરૂપ છે. છે તેથી પ્રત્યક્ષ જેમ વિધાયક છે, તેમ નિષેધક પણ છે જ તેમ સ્વીકરણીય છે. તથા પ્રત્યક્ષ જો માત્ર વિધાયક જ હોય, તો જેમ પ્રત્યક્ષદ્વારા વિદ્યાનું વિધાન થાય છે, તેમ અવિદ્યાનું પણ વિધાન શા માટે ન થાય? કેમકે પ્રત્યક્ષ
અવિદ્યા નથી એવો નિશ્ચય કરાવવા સમર્થ નથી. તેથી બ્રહ્મ એ વિદ્યા અને જગત એ અવિદ્યા આ બે તત્વ છે જ થવાથી અદ્વૈતને બદલે તેની આપત્તિ આવશે. તેથી આ પ્રપંચ સુવ્યવસ્થિત છે સત છે તેમ નિશ્ચિત છે. અત: છે આ વાદીઓ પ્રત્યક્ષથી અવિદ્યાના વિવેકથી = અવિધાથી વિભક્તરૂપે સમાત્રને પ્રતીત કરે છે. છતાં પ્રત્યક્ષ
નિષેધક નથી", એમ કહે છે. તે ઉન્મત્તપ્રલાપરૂપ છે. કેમકે સન્માત્રનો બોધ અસતના અબોધને સિદ્ધ કરે છે. હું છે તેથી યથાર્થ સ્વરૂપનો જ બોધ થતો ઈ પ્રપંચની અનિર્વાચ્યતા પ્રત્યક્ષબાધિત છે.
પ્રત્યક્ષની માત્ર વિધિપરના અસિદ્ધ
::::::::
::