Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
A 9998 : 1 : 2 ચાલાક્ષી 35, પા. દિકરદાદાંડી
___ अनुमानादपि तत्सद्भावो विभाव्यत एव । तथाहि । विधिरेव तत्त्वं, प्रमेयत्वात् । यतः प्रमाणविषयभूतोऽर्थः प्रमेयः। RE प्रमाणानां च प्रत्यक्षानुमानागमोपमानार्थापत्तिसंज्ञकानां भावविषयत्वेनैव प्रवृत्तेः । तथा चोक्तम् “प्रत्यक्षाद्यवतारः स्याद् PER भावांशो गृह्यते यदा । व्यापारस्तदनुत्पत्तेरभावांशे जिघृक्षिते ॥” यच्चाभावाख्यं प्रमाणं, तस्य प्रामाण्याभावाद् न तत् ।
प्रमाणम् । तद्विषयस्य कस्यचिदप्यभावात् । यस्तु प्रमाणपञ्चकविषयः स विधिरेव तेनैव च प्रमेयत्वस्य व्याप्तत्वात् । सिद्धं प्रमेयत्वेन विधिरेव तत्त्वम्, यत्तु न विधिरूपं, तद् न प्रमेयम्, यथा खरविषाणम् । प्रमेयं चेदं निखिलं वस्तुतत्त्वम्, तस्माद् विधिरूपमेव । अतो वा तत्सिद्धिः । ग्रामारामादयः पदार्थाः प्रतिभासान्तःप्रविष्टाः, प्रतिभासमानत्वात्, यत्प्रतिभासते तत्प्रतिभासान्तःप्रविष्टम्, यथा प्रतिभासस्वरूपम् । प्रतिभासन्ते च ग्रामारामादयः पदार्थाः, तस्मात् प्रतिभासान्तःप्रविष्टाः ॥
આગમથી અદ્વૈતસિદ્ધિ આગમ પણ પરમબ્રહ્મનું જ પ્રતિપાદક છે. જેમકે “જે હતું અને જે થશે, તથા અમૃતતત્વનો જે સ્વામી છે, અને જે અન્નદ્વારા વૃદ્ધિ પામે છે, તથા જે ગતિમાન છે, જે સ્થિર છે, જે દૂર છે, જે નજીક છે. અને જે સર્વ વસ્તુઓની અંદર અને સર્વ વસ્તુઓની બહાર છે, આ બધું પુરુષ (પરમબ્રહ્મ)જ છે “તથા આ જ શ્રવણ કરવા યોગ્ય છે, આ જ મનનકરવા યોગ્ય છે. આજ સતત સ્મરણીય છે વગેરે વેદવાક્યોથી પણ પરમબ્રહ્મની સિદ્ધિ થાય છે. સ્મૃતિ વગેરે કૃત્રિમ (પૌરુષેય)આગમો પણ આનું જ પ્રતિપાદન કરે છે. જેમકે “આ બધું બ્રહ્મસ્વરૂપ જ છે. તેને બેડી અહીં નાનારૂપ નથી. બ્રહ્મનાં પર્યાયોને સહુ જુએ છે. બ્રહ્મનું કોઈ નિરીક્ષણ કરતું નથી આ પ્રમાણે પ્રમાણથી સિદ્ધ થાય છે કે “પરમપુરુષ એ જ એકમાત્ર તત્ત્વ છે (પ્રતિજ્ઞા)કેમકે સઘળાય ભેદો તેનાં જ પરિણામ છે. (હેતુ) હેતુની સિદ્ધિ બતાવે છે. સર્વભાવ બ્રહ્મનાં જ પરિણામ છે, કેમકે સર્વભાવો સત્તાત્મકએકરૂપથીસંલગ્ન છે. જે વસ્તુ જે રૂપથી સંલગ્ન હેય, તે વસ્તુ તદાત્મક જ હોય. જેમ ઘડો, ઘી, કોય વગેરે માટીરૂપ એકચીજથી યુકત છે. તેથી તે બધા માટીના પર્યાય છે. તેમ અશેષ વસ્તુઓ સત્વરૂપથી સંલગ્ન છે. તેથી સિદ્ધ થાય છે કે, અશેષ વસ્તરૂપ સઘળાય ભેદ બ્રહ્મનાં જ પરિણામો છે. સર્વ બ્રહ્મરૂપ છે તે પૂવ દર્શાવ્યું છે. (પૂર્વપક્ષે આ પ્રમાણે “પરમબ્રહ્મ એ જ તત્ત્વ છેએવી જે સ્થાપના કરી તેમાં હવે દૂષણ બતાવે છે.)
અદ્વૈતવાદમાં પ્રમાણનો અભાવ ઉત્તરપલ :- આ સઘળોય વચનઆડંબર મદિરાપાનથી ઉન્મત બનેલાના પ્રલાપતુલ્ય છે. કારણ કે, વિચાર કરતા યુક્તિીન લાગે છે, સઘળી વસ્તુઓ પ્રમાણથી સિદ્ધ થાય છે, નહિ કે માત્ર વચનથી. જ્યારે ,
અદ્વૈતવાદ મતે તો પ્રમાણને જ સંભવ નથી. કેમકે પ્રમાણ માનવામાં Àત માનવાની આપત્તિ છે. કેમકે એક શું હું તત્ત્વ “પરમબ્રહ્મ' અને બીજું તત્ત્વ એ બ્રહ્મતત્ત્વનું સાધક “પ્રમાણ'. એમ બે તત્ત્વ સિદ્ધ થશે.
શંકા:- અહીં પ્રમાણનું જે આલંબન લેવાય છે, તે તો લોકોને એક બ્રહ્મતત્વ જ છે તેવો પ્રત્યય કરાવવા હિ ખાતર જ લેવાય છે. હકીકતમાં પ્રમાણ નામના બીજા તત્વનો અભ્યપગમ કર્યો નથી.
સમાધાન :- તમારા મતે તો નિત્ય નિરંશ બ્રહ્મ સિવાયનું તત્વ જન સેવાથી લોકોનો પણ સંભવ નથી. છે તેથી લોકોને પ્રત્યય કરાવવાની ચેષ્ટા પણ મુધા છે.
પ્રત્યક્ષપ્રમાણાસિદ્ધ અદ્વૈતસિદ્ધિ માની લો કે કોઈપણ હિસાબે પ્રમાણ સત છે. તો બ્રહ્માનનાં સાધકતરીકે કયું પ્રમાણ માન્ય છે? પ્રત્યક્ષ, ફ્રિ १. मीमांसाश्लोकवार्तिक ५ अभावपरिच्छेदे १७ ।
E
8156)
કાવ્ય-૧૩