Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
હ
૪
:::
::::
:
ચાઠમંજરી ___ इत्थमक्षरगमनिकां विधाय भावार्थः प्रपञ्च्यते । भट्टास्तावदिदं वदन्ति यत्, ज्ञानं स्वसंविदितं न भवति, स्वात्मनि । क्रियाविरोधात् । न हि सुशिक्षितोऽपि नटबटुः स्वस्कन्धमधिरोढुं पटुः, न च सुतीक्ष्णाप्यसिधारा स्वं छेत्तुमाहितव्यापारा। ततश्च परोक्षमेव ज्ञानमिति । तदेतन्न सम्यक् । यतः किमुत्पत्तिः स्वात्मनि विस्थ्यते ज्ञप्तिर्वा? यद्युत्पत्तिः सा विस्थ्यताम् । महि वयमपि ज्ञानमात्मानमुत्पादयतीति मन्यामहे । अथ ज्ञप्तिः, नेयमात्मनि विरुद्धा, तदात्मनैव ज्ञानस्य स्वहेतुभ्य उत्पादात: प्रकाशात्मनेव प्रदीपालोकस्य। अथ प्रकाशात्मैव प्रदीपालोक उत्पन्न इति परप्रकाशोऽस्तु । आत्मानमप्येतावन्मात्रेणैव प्रकाशयतीति कोऽयं न्यायः इति चेत्, तत्किं तेन वराकेणाप्रकाशितेनैव स्थातव्यम्, आलोकान्तराद् वास्य प्रकाशेन । भवितव्यम? प्रथमे प्रत्यक्षबाधः। द्वितीयेऽपि सैवानवस्थापत्तिश्च ॥ થતી નથી, તેથી “અકર્મકરૂપે જ્ઞાન સ્વસંવેદ્ય છે. એવા અમને ઈષ્ટ મતને જ તમે સ્થાપો છો.
શંકા:- “જ્ઞાન પોતાને જાણે છે વગેરે પ્રયોગસ્થળે જ્ઞાન કર્મરૂપે પણ ભાસિત થાય છે. તેથી જ્ઞાન અકર્મકરૂપે સ્વસંવેદ્ય છે તેમ ન કહેવાય.
સમાધાન:- “વક્તાની વિવક્ષાને આધીન કારક છે એવા ન્યાયથી જયારે વના કર્તાની જ કર્મરૂપે પૃથક રિ વિવક્ષા કરે ત્યારે આ પ્રમાણે પ્રયોગ થાય છે. તેથી પ્રકાશ પોતાને પ્રકાશે છે એવો પ્રયોગ પણ થાય છે. એટલે એ રૂપે તો પ્રકાશ પણ પોતાને કર્મરૂપે પ્રકાશે છે એમ ભાસિત થાય છે. વાસ્તવમાં આવા પ્રયોગસ્થળે વૈયાકરણો કર્મકારકને માત્ર વિવેક્ષાથી માને છે તાત્વિક માનતા નથી.
જ્ઞાનમાં જ્ઞાનકિયા અદુષ્ટ વળી જે “સ્વમાં સ્વની ક્રિયા હોવામાં વિરોધરૂપ દોષ ઉદ્ભાવિત કર્યો છે તે પણ યુક્તિયુક્ત નથી. કેમકે અનુભવસિદ્ધ પદાર્થોમાં વિરોધની ગબ્ધ પણ અસિદ્ધ છે. “હું ઘડાને જાણું છું. વગેરે પ્રયોગોમાં હું એ કર્તા અને ઘડો એ કર્મનો જેમ બોધ થાય છે, તેમ જાણવાની ક્રિયાનો બોધ પણ થાય છે. તેથી જ્ઞાનનાં વિષયરૂપે જ્ઞાનક્રિયા જ્ઞાનમાં રહે તે દુષ્ટ નથી. વળી જે સ્વયં પ્રત્યક્ષજ્ઞાત થતું નથી તેવું જ્ઞાન બીજાનું પ્રત્યક્ષ સંવેદન શી ! રીતે કરાવી શકે?
શંકા :- જ્ઞાનાન્સરથી આ જ્ઞાનને પ્રત્યક્ષ ઉપલભ્ય થશે.
સમાધાન :- એ જ્ઞાનાન્સરનો પણ પ્રત્યક્ષ ઉપલભ્ય નથી. તેથી તે જ્ઞાનાન્સર પ્રથમજ્ઞાનનો પણ ઉપલભ્ય શુ કરાવી ન શકે. જ્ઞાનાન્સરનાં બોધ માટે વળી અન્ય જ્ઞાનાન્તરને માનવામાં અનવસ્થાદોષ છે.
શંકા- અર્થનો (=ર્શયન)ઉપલભ્ય જ્ઞાનનાં ઉપલભ્ભમાં હેતુ છે. જેમ કે ઘટનું જ્ઞાન થશે. તેનાથી ઘટના જ્ઞાનનું જ્ઞાન થશે.
સમાધાન :- આમ માનવામાં અન્યોન્યાશ્રય છે. કેમકે અહીં જ્ઞાનનો ઉપલભ્ય અર્થનાં ઉપલભ્યમાં હેતુ છે છે. અને અર્થનો ઉપલભ્ય જ્ઞાનનાં ઉપલભ્ભમાં હેતુ છે. જ્યાં પરસ્પરની સિદ્ધિમાં પરસ્પર હેતુ બને ત્યાં અન્યોન્યાશ્રય દોષ આવે.
' અર્થાપતિથી જ્ઞાનનો બોધ અયોગ્ય પૂર્વપક્ષ :- (ભટ્ટ મીમાંસક)જો અર્થનું જ્ઞાન ન હોય, તો અર્થનો જે બોધ થાય છે તે થાય જ નહીં. તેથી અર્થાપતિથી (અન્યથા અનુપપત્તિથી)અર્થનાં જ્ઞાનનો બોધ થાય છે. સિદ્ધકાર્ય જે કારણ વિના ઘટીન શકે તે કારણને દિ કાર્યની અન્યથા અઘટમાનતા દર્શાવવા દ્વારા સિદ્ધ કરવારૂપ તર્કને અર્થપત્તિ કે અન્યથાઅનુપપત્તિરૂપ અલગ પ્રમાણતરીકે : મીમાંસકવગેરે માને છે.)માટે જ્ઞાનને સ્વસંવેદ્ય માનવું આવશ્યક નથી કેમકે તે વિના પણ જ્ઞાનનો બોધ સિદ્ધાર
કાવ્ય-૧૨
જ .
144)