Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
નિરી://es.1-. ચાર્મરી કક્ષાર . 1:- દાદી દાદા:
__ वैदिकवधविधाने तु न कञ्चित्पुण्यार्जनानुगुणं गुणं पश्यामः । अथ विप्रेभ्यः पुरोडाशादिप्रदानेन पुण्यानुबन्धी । से गुणोऽस्त्येव इति चेत् ? न । पवित्रसुवर्णादिप्रदानमात्रेणैव पुण्योपार्जनसम्भवात् । कृपणपशुगणव्यपरोपणसमुत्थं ही
मांसदानं केवलं निघृणत्वमेव व्यनक्ति । अथ न प्रदानमात्रं पशुवधक्रियायाः फलं, किन्तु भूत्यादिकमपि। यदाह । श्रुतिः - "श्वेतं वायव्यमजमालभेत भूतिकामः" इत्यादि। एतदपि व्यभिचारपिशाचग्रस्तत्वादप्रमाणमेव ।
भूतेश्चौपयिकान्तरैरपि साध्यत्वात् । अथ तत्र सत्रे हन्यमानानां छागादीनां प्रेत्यसद्गतिप्राप्तिस्पोऽस्त्येवोपकार इति चेत् ? वाङ्मात्रमेतत् प्रमाणाभावात् । न हि ते निहताः पशवः सद्गतिलाभमुदितमनसः कस्मैचिदागत्य तथाभूतमात्मानं कथयन्ति । अथास्त्यागमाख्यं प्रमाणम् । यथा – “औषध्यः पशवो वृक्षास्तिर्यञ्चः पक्षिणस्तथा। यज्ञार्थं निधनं प्राप्ताः प्राप्नुवन्त्युच्छ्रितं पुनः "॥ इत्यादि । नैवम् । तस्य पौरुषेयापौरुषेयविकल्पाभ्यां निराकरिष्यमाणत्वात् ॥ न च श्रौतेन । विधिना पशुविशसनविधायिनां स्वर्गावाप्तिरुपकार इति वाच्यम् । यदि हि हिंसयाऽपि स्वर्गप्राप्तिः स्यात्, तर्हि बाढं पिहिता नरकपुरप्रतोल्यः । शौनिकादीनामपि स्वर्गप्राप्तिप्रसङ्गात्। तथा च पठन्ति परमापा:- “यूपं छित्त्वा । पशून् हत्वा कृत्वा धिरकर्दमम् । यद्येवं गम्यते स्वर्गे नरके केन गम्यते" ॥
'જિનાલય બનાવવાનાં લાભો શંકા :- જિનાલય બનાવવામાં પૃથિવી વગેરે જીવોની હિંસા થાય છે. પણ ગુણ કશો દેખાતો નથી.
સમાધાન :- જિનભવનનાં નિર્માણથી અનેક લાભો છે જ. ૧. આ મંદિરમાં જિનપ્રતિમાના દર્શનથી ગુણાનુરાગી ભવ્યોને બોધિ (સમ્યકત્વ)નો લાભ થાય છે. કેમ કે પ્રભુ અનંતગુણનાં રાશિ છે. તેઓ પ્રત્યેનો અભાવ બોધિબીજરૂપ બને છે. ૨. તથા ભગવાનની પુષ્પાદિથી વિશિષ્ટપૂજા વગેરે૩૫ પૂજાતિશયને જોવાથી મનપ્રસાદ થાય છે. અર્થાત મન વિકલ્પ–સંકલ્પથી રહિત બને છે અને શુભઅધ્યવસાયોથી મઘમઘાયમાન બને છે. ૩. મનના આ પ્રસાદથી સમાધિ = સમ્યગદર્શનાદિ ત્રણની પ્રાપ્તિરૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે અને તેનાથી ક્રમશ: મોક્ષ પ્રાપ્ત થાય છે. શ્રી પંચલિંગી ગ્રંથકાર જિનેશ્વરસૂરિએ કહ્યું જ છે કે “જોકેજિનાલયનાં નિર્માણથી પૃથ્વીવગેરેનો વિનાશ થાય જ છે, છતાં પણ સુષ્ટિ =સમ્યગ્દષ્ટિજીવને પૃથ્વી વગેરે જીવોનાં વિષયમાં નિશંકપણે અનુકંપા હોય જ છે. કેમ કે-“આ જિનાલયના દર્શનાદિથી બોધ પામેલાં અનેવિરત (સર્વવિરતિધર થયેલાં જીવો પૃથ્વી વગેરેની રક્ષા કરે છે. તથા અહીંથી મોક્ષમાં જાય છે. જેથી પછી હમેશા માટે આ જીવો તેઓથી પીડા પામ્યા વિના જીવી શકે છે. રાા જેવી રીતે રોગીને નિરોગી કરવા વૈદ્ય દ્વારા થતી રોગીના નસછેદાદિરૂપક્રિયા સપ્રયુક્ત ગણાય છે. કેમ કે પીડાકારી હોવા છતાં તે ક્રિયા પરિણામથી સુંદર છે. તે જ રીતે જિનાલય નિર્માણ ક્રિયામાં પૃથ્વીવગેરેનું ઉપમર્દન હોવા છતાં તેનાં દર્શનાદિથી જાનત પશ્ય-નિર્જરાદિ દ્વારા વિરતિ પરિણામથી તથા પરંપરાએ મોક્ષગમન દ્વારા એ જીવોની રક્ષા થાય છે. તેથી જિનાલય નિર્માણની ક્રિયા યોગ્ય જ છે.” |૨. શતપથબ્રાહા ! ૨ મનુસ્મૃતી ધ-૪ ૩. સાંધ્યા: || ૧. પરમાત્માની આજ્ઞાનો સર્વથા સ્વીકાર ભાવવ છે. અને તે અત્યંત શ્રેષ્ઠ છે. સર્વસાવધેના ત્યાગથી જ ભાવસ્તવ થઈ શકે. જેઓમાં આ ભાવ સ્તવની શક્તિ નથી–સર્વસાવધેનો ત્યાગ કરવાનું સામર્થ્ય નથી. તેઓને પણ પરમાત્માની આજ્ઞા પર અનહદ બહુમાન તો ય જ છે. એક બાજુ પરમાત્માપર ઉછળતા‘બહુમાનથી પ્રગટતો ભક્તિનો તીવ્રઉલ્લાસ અને બીજી બાજુ સાક્ષાત્પરમાત્માની ગેરહાજરી. પરમાત્માના ભક્તને આ ભારે અકળાવનારી ચીજ લાગે છે, ભારે આપત્તિરૂપ બને છે. તેથી | એ આપત્તિને હળવી કરવા, પોતાના ભક્તિના ભાવને સાર્થક કરવા એ પરમાત્મભક્તિરસીક ભવ્યાત્મા પરમાત્માની ઝાંખી ૨ કરાવનારી અને પરમાત્માનું સ્મરણ કરાવતી પ્રતિમા બનાવી તેમાં જ સાક્ષાત્પરમાત્માના દર્શન કરી પોતાની ભક્તિ ઠાલવે.
અને તે માટે પુષ્પાદિસામગ્રીનો ઉપયોગ કરે તેમાં કશું ખોટું નથી. કેમકે અહીં તેને જીવવિરાધના કરવાના વિચારની ગંધ પણ ઈ નથી. બધે સર્વજીવોને અભય આપવાની પરમાત્માની આજ્ઞા પોતાને અત્યંત જચી ગઇ છે, તેથી પોતાનામાં આ આજ્ઞાનું સર્વથા શિશુ પાલન કરવાની શક્તિ પેઘ થાય, તેવા જ શુભાશયથી સર્વશક્તિના મૂળ સોતસમાન પરમાત્માની ભક્તિ કરે છે. વળી કાંટાથી 8િ :: કાંટો દૂર થાય' એ ન્યાયથી સંસારના મોટા મોટા આરંભો રંગેચંગે થાય છે તે મોળા પડે. અને તે આરંભોનું કંઇક પ્રાયશ્ચિત્ત
જિનાલય બનાવવાના લાભો
:::
::
:::********