________________
રીયાત મંજરી
यच्च छगलजाङ्गलहोमात् परराष्ट्रवशीकृतिसिद्ध्या देव्याः परितोषानुमानम्, तत्र कः किमाह, कासाञ्चित् क्षुद्रदेवतानां तथैव प्रत्यङ्गीकारात् । केवलं तत्रापि तद्वस्तुदर्शनज्ञानादिनैव परितोषो, न पुनस्तद्भुक्त्या निम्बपत्रकटुक तैलारनालधूमांशादीनां हूयमानद्रव्याणामपि तद्भोज्यत्वप्रसङ्गात् । परमार्थतस्तु तत्तत्सहकारिसमवधानसचिवाराधकानां भक्तिरेव तत्तत्फलं जनयति अचेतने चिन्तामण्यादौ तथा दर्शनात् । अतिथीनां तु प्रोतिः संस्कारसम्पन्नपक्वान्नादिनापि साध्या । तदर्थं महोक्षमहाजादिप्रकल्पनं निर्विवेकतामेव ख्यापयति ॥
પશુના હવનઆદિના દર્શન અને જ્ઞાનમાત્રથી જ પ્રસન્ન થાય છે. તેઓ તે પશુ વગેરેનાં ભક્ષણથી કંઇ તુષ્ટ થતા નથી. જો હોમ કરાયેલા દ્રવ્યનાં ભોજનથી જ તેઓ તુષ્ટ થતાં હોય, તો તે વખતે લીમડાનાં પાંદડા, કડવું તેલ, આરનાલ (=કાંજી)ધૂમાંશ વગેરેનો પણ હોમ થાય છે. તો તેઓનું પણ તે દેવો ભોજન કરે છે, તેમ માનવું પડશે. માટે હકીકતમાં તો તે—તે સહકારી કારણોથી યુક્ત આરાધકોની ભક્તિ જ તે–તે ફળને ઉત્પન્ન કરે છે. કેમકે ચિંતામણિ વગેરે અચેતન વસ્તુઓમાં પણ તેવો જ બોધ થાય છે. તેથી સ્વપુણ્યનાં ઉદયથી યુક્ત ભક્તિ જ અહીં ફળદાતા છે. અતિથિને ખુશ કરવા માટે સારી રીતે રાંધેલા સ્વાદિષ્ટ પકવાન વગેરે જ પર્યાપ્ત છે. એટલા ખાતર મોટા બળદ કે મોટા બકરાનું માંસ ધરવું એ પોતાના અવિવેકનું જ પ્રદર્શન છે. (મોટા બળદ કે બકરા દ્વારા જ તુષ્ટ થતા અતિથિને બળદ કે બકરો ધરવો જોઇએ એમ કહેવામાં તો મા-બાપ કે પુત્રનાં માંસથી તુષ્ટ થતાં અતિથિને મા-બાપ કે પુત્રનું માંસ ધરવાની આપત્તિ આવશે અર્થાત્ અતિથિની અયોગ્ય ઇચ્છાને પૂરી કરી તેને પ્રસન્ન કરવાની ચેષ્ટા વિવેકસભર નથી.)
પિતરોની તૃપ્તિની અસિદ્ધિ
*પિતરોને પ્રીતિ થાય છે એ કથન પણ અનેકાંતિક છે. શ્રાદ્ધાદિ કરવા છતાં ઘણાંય લોકોનાં સંતાનની વૃદ્ધિ દેખાતી નથી. અને શ્રાદ્ધાદિ કરતા ન હોવા છતાં ગધેડા, ભૂંડ, બકરા વગેરેની જેમ કેટલાકને સંતાન વૃદ્ધિ સુતરામ દેખાય છે. તેથી શ્રાદ્ધ વગેરેનું વિધાન મુગ્ધલોકોને ઠગવા માટે જ છે. નરકાદિ બીજી ગતિને પામેલાં પૂર્વજો પોતે જ કરેલાં દુષ્કૃત અને સુકૃતને અનુસાર નારકાદિગતિમાં દુ:ખ કે સુખને અનુભવે છે. તેઓ શું કામ સ્વપુત્ર વગેરે દ્વારા અપાતા પિણ્ડને આરોગવાની ઇચ્છા પણ કરે ? (દેવલોકમાં ગયા હોય તો ત્યાં વિશિષ્ટ સામગ્રીને ભોગવતા ોવાથી આ મનુષ્યોની તુચ્છ સામગ્રીને ઇચ્છે નહીં. નરકાદિ બાકીની ગતિમાં ગયેલાને તો પૂર્વભવ વગેરેનું તથા શ્રાદ્ધાદિનું જ્ઞાન જ થતું નથી—તો પછી ઇચ્છાની તો વાત જ શી કરવી ?)તમારા જ મતવાળાએ કહ્યું છે કે, “જો શ્રાદ્ધ મરેલાં પણ જીવોનાં તૃપ્તિમાટેનું કારણ બનતું હોય, તો બૂઝાઇ ગયેલાં દીવાની શિખાને તેલાદિ સ્નેહે વધારવી જોઇએ."
શંકા :- શ્રાદ્ધ વગેરે કરવાથી પિતરોને પુણ્યનો લાભ થાય છે.
સમાધાન :- આ વાત પણ અયોગ્ય છે. શ્રાદ્ધથી ઉત્પન્ન થયેલું પુણ્યકર્મ પોતે જડ છે અને પગ વિનાનું છે. તેથી તે કંઇ જગતનાં કોઇ અગોચર ઠેકાણે રહેલાં પિતરને ઓળખી તેની પાસે પોંચી જાય તેવો સંભવ જ નથી ! પિતરો તે શ્રાદ્ધને જોઇ તેની અનુમોદના કરે, તો અનુમોદનાના બળે ઉત્પન્ન થતું કર્મ તેમને પ્રાપ્ત થાય. પરંતુ દુનિયાનાં કોઇક છેવાડે ફેંકાઇ ગયેલાં પિતરોને આ શ્રાદ્ધનું દર્શન પ્રાય: અશકય છે. અને શકય હોય તો પણ પોતાનાં આ શ્રાદ્ધની અનુમોદનાથી પોતાને પુણ્ય જ મળે તે અસિદ્ધ છે.
શ્રાદ્ધથી કર્તાને પણ અલાભ
પૂર્વપક્ષ :- પૂર્વજોનાં ઉદ્દેશથી કરાતા શ્રાદ્ધાદિથી પુત્રોને તો દાતાની જેમ જ પુણ્ય બંધાશે.
ઉત્તરપક્ષ :- પુત્રે તો શ્રાદ્ધદિજન્ય પુણ્યને પોતાનાં અધ્યવસાયથી ઊતારી દીધું છે. કેમ કે શ્રાદ્ધાદિ કરતી વખતે પુત્ર તજન્ય પુણ્યાદિ બધું પૂર્વજોને અર્પણ કરે છે. કેમકે પુત્ર પૂર્વજોનાં શ્રેયમાટે જ શ્રાદિ કરે છે.
કાવ્ય-૧૧
134