________________
સ્યા મંજરી
यश्च कारीरीयज्ञादौ वृष्ट्यादिफलेऽव्यभिचारस्तत्प्रीणितदेवतानुग्रहहेतुक उक्तः सोऽप्यनैकान्तिकः क्वचिद् व्यभिचारस्यापि दर्शनात् । यत्रापि न व्यभिचारस्तत्रापि न त्वदाहिताहुतिभोजनजन्मा तदनुग्रहः । किन्तु स देवताविशेषोऽतिशयज्ञानी स्वोद्देशनिर्वर्तितं पूजोपचारं यदा स्वस्थानावस्थितः सन् जानीते, तदा तत्कर्तारं प्रति प्रसन्नचेतोवृत्तिस्तत्तत्कार्याणीच्छावशात् साधयति । अनुपयोगादिना पुनर्जानानोऽपि वा पूजाकर्तुरभाग्यसहकृतः सन् न साधयति, द्रव्यक्षेत्रकालभावादिसहकारिसाचिव्यापेक्षस्यैव कार्योत्पादस्योपलम्भात्। स च पूजोपचारः पशुविशसनव्यतिरिक्तैः प्रकारान्तरैरपि સુરઃ, तत्किमनया पापैकफलया शौनिकवृत्त्या ॥
38
પ્રસંગ આવશે. તુરુકો (તુર્કસ્તાન વગેરેના મ્લેચ્છો)એક પાત્રમાં જ ખાવા બેસે છે, પરંતુ એક મોઢાથી ખાતા નથી. તેથી તમારા દેવો આવી અનાર્યપ્રવૃત્તિ કરવામાં તે લોકોથી પણ ચડિયાતા છે તેમ માનવું પડશે. વળી એક જ શરીરમાં ઘણાં મુખ હોય તે વાત સંભળાય છે. (બ્રહ્માને ચાર મુખ અને રાવણને દસ મુખ કેટલાક પરદર્શનવાળા માને છે.)પરંતુ ઘણા શરીર વચ્ચે એક જ મુખ હોય' એ ઘણા આશ્ચર્યની વાત છે. વળી બધા દેવો વચ્ચે એક જ મુખ માનવામાં આવે, તો કોઇક વ્યક્તિ એક દેવને પૂજાદિથી પ્રસન્ન કરે, અને બીજા દેવને નિંદાવગેરે દ્વારા ગુસ્સું કરે, તો બંને દેવ એક જ મુખ વડે એક સાથે અનુગ્રહ અને નિગ્રહના વચન બોલવા જાય તો વચનસંકર દ્વેષ આવે. તથા મુખ એ શરીરનો નવમો ભાગ છે. દેવોનું મુખ અગ્નિ છે અને તે દાક - બાળનારો છે. જેઓનું શરીરનાં નવમાં ભાગ જેટલું મુખ જો બાળનાર હોય, તો તે દરેકનાં શરીર પણ બાળ -નારા હોવા જોઇએ. તેથી તો આ તેત્રીશ કરોડ દાહક શરીરો આખા જગતને ભસ્મીભૂત કરી નાખશે એવી આપત્તિ આવશે. વાસ્તવમાં તો પરમતની દેવ અંગેની કલ્પનાઓ જ અસંભવિત અને અર્થહીન છે. તેથી આવી અર્થહીન કલ્પના અને તેના ખંડનના વિસ્તાર કરવાથી સર્યું.
=
કારીરીયજ્ઞ વગેરેમાં અનેકાંતિક્તા વગેરે દોષો
તથા “કારીરીયજ્ઞ વગેરેનાં વૃષ્ટિવગેરે ફળમાં અવ્યભિચાર–તે યજ્ઞાદિથી ખુશ થયેલાં દેવોનાં અનુગ્રહને કા૨ણે છે." એવું જે તમે દર્શાવ્યું, તે પણ અનૈકાંતિકોષથી યુક્ત છે. કારણ કે કારીરીયજ્ઞસ્થળે પણ કયારેક ફળ માં વ્યભિચાર દેખાય છે. એટલે કે કારીરીયજ્ઞ કરવા છતાં વરસાદ ન પડે તેવું પણ બને છે. વળી જે સ્થળે તેવો વ્યભિચાર દેખાતો નથી, ત્યાં પણ તમે આપેલી આહુતિનાં ભોજનથી અનુગ્રહ થતો નથી. પરંતુ જ્યારે અતિશયજ્ઞાની તે દેવવિશેષ પોતાનાં સ્થાને જ રહીને પોતાનાં ઉદ્દેશથી થતી પૂજાને જાણે છે. ત્યારે તે દેવ પૂજા કરનાર પ્રત્યે પ્રસન્નચિત્તવાળો થાય છે. અને તે–તે કાર્યોને પોતાની ઇચ્છામાત્રથી સાધે છે. કર્તા દ્વારા કરાતા પૂજોપચાર તરફ દેવનાં ઉપયોગના અભાવમાં (=જ્ઞાન ન હોય ત્યારે)અથવા તે દેવ જાણતો હોવા છતાં કર્તાનું ભાગ્ય ન હોય, તો તે દેવ તેનાં કાર્યને કરતો નથી, કારણ કે દરેક કાર્ય દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ વગેરે સહકારી કે કારણોને અપેક્ષીને જ ઉત્પન્ન થાય છે. એટલે દેવતાને પૂજાદિનું જ્ઞાન થાય એ અનેકાંતિક છે. અને કદાચ જ્ઞાન થાય તો પણ, ,તે પ્રસન્ન થઈને કાર્ય કરે, તે પણ કર્તાના ભાગ્યાદિને આધીન હોવાથી અનેકાંતિક છે. આમ અનૈકાંતિકતા હોવાથી કારીરીયજ્ઞવગેરેમાં કારણતા માની ન શકાય. વળી દેવતાને પ્રસન્ન કરવા માટેનો પૂજોપચાર પશુવધ વિના અન્ય પ્રકારોથી પણ સુલભ છે. તેથી કસાઇના જેવી આવી પ્રવૃત્તિથી સર્યું. યજ્ઞથી ૫૨રાષ્ટ્રવશતામાં દોષો
બકરા અને હરણનાં હોમથી પરરાષ્ટ્ર વશમાં આવે છે એવી સિદ્ધિથી દેવીને આ બ્રેમથી પ્રીતિ થઇ છે તેવું અનુમાન થાય છે ઇત્યાદિ. અહીં પણ કેટલાક ક્ષુદ્ર દેવદેવીઓ જ આવા પશુઓનાં વનાદિ હલકટ કાર્યોથી પ્રસન્ન થાય છે.એ બાબતમાં અમારે કોઇ વિરોધ નથી, અમે પણ સ્વીકારીએ છીએ. વળી ત્યાં પણ તે દેવદેવીઓ કારીરીવગેરે યજ્ઞોમાં અનેકાંતિકા
• 133