Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
*
જ કાન ના વરદ હસ Hડા ગાતાજઘર કરી ?
अधुना मीमांसकभेदाभिमतं वेदविहितहिंसाया धर्महेतुत्वमुपपत्तिपुरःसरं निरस्यन्नाह - न धर्महेतुर्विहितापि हिंसा नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघाताद् नृपतित्वलिप्सा सब्रह्मचारि स्फुरितं परेषाम् ॥११॥
इह खल्वर्चिागप्रतिपक्षधूममार्गाश्रिता जैमिनीया इत्थमाचक्षते । या हिंसा गााद् व्यसनितया वा क्रियते - सैवाधर्मानुबन्धहेतुः, प्रमादसंपादितत्वात् शौनिकलुब्धकादीनामिव । वेदविहिता तु हिंसा, प्रत्युत धर्महेतुः, देवतातिथिपितृणां प्रीतिसंपादकत्वात्, तथाविधपूजोपचारवत् । न च तत्प्रीतिसंपादकत्वमसिद्धम्। कारोरोप्रभृतियज्ञानां स्वसाध्ये । वृष्ट्यादिफले यः खल्वव्यभिचारः, स तत्प्रीणितदेवताविशेषानुग्रहहेतुकः । एवं त्रिपुरार्णववर्णितच्छगलजाङ्गलहोमात् ।।
વેદવિહિત હિંસાની ધમહતુતાનું નિરાકરણ હિ વિ મીમાંસકોના એક ભેદને માન્ય વેદવિહિત હિંસા ધર્મરૂપ નથી, તે સયુનિક સિદ્ધ કરતાં કહે છે
કાવાર્થ:- વિહિત = વેદવિહિત પણ હિંસા ધર્મ માટે હેતુ બની ન શકે. કેમ કે હિંસા ધર્મનો હેતુ નથી તેવા ઉત્સર્ગવચનને વિરોધ આવે છે. વળી સમાનાર્થક સમાન ઉદ્દેશવાળો અપવાદ જ ઉત્સર્ગને બાધ કરે. વેદવિહિતહિંસા અન્યાર્થક = અન્ય ઉદ્દેશવાળી લેવાથી ઉત્સર્ગને બાધિત ન કરી શકે. તેથી તેઓની આવી કલ્પનાઓ પોતાના પુત્રને મારી રાજા થવાની ઇચ્છા જેવી છે.'
મીમાંસકમતે વેદવિહિહિંસા ધર્મરૂપ મીમાંસકોના બે ભેદ છે. (૧) અર્ચિમાર્ગી, (૨) ધૂમમાર્ગી. અહીં અર્ચિમાર્ગના પ્રતિપક્ષ એવા ધૂમમાર્ગને માનનાર મીમાંસકોના મતની ચર્ચા છે. આ મતના આદ્યપ્રણેતા જૈમિનિ ઋષિ હતા. તેથી આ મત અને આ મતના અનુયાયીઓ જૈમિનીય અને પૂર્વમીમાંસકતરીકે ઓળખાય છે. તેઓનો મત છેકે,ગૃદ્ધિ = (આસક્તિ) થી કે વ્યસનથી જે હિંસા કરાય છે, તે જ હિંસા અધર્મના અનુબન્ધમાં હેતુ છે. કેમ કે પ્રમાદનિત છે. જેમ કે કસાઈ કેશિકારી એ કરેલી હિંસા. વેદમાંવિહિત કરેલી હિંસા ધર્મમાં હેતુ છે. (પ્રતિજ્ઞા)કેમ કે દેવતા, અતિથિ અને પિતરો (પૂર્વજો)ને પ્રીતિસંપાદક છે. (હે)જેમ કે તેવા પ્રકારનો પૂજાનો ઉપચાર. (દષ્ટાંત)ભાવ:જેમ દેવતાવગેરેની પૂજા દેવતાવગેરેને પ્રસન્ન કરે છે, તેમ વેદવિહિતહિંસા પણ દેવતાવગેરેને પ્રસન્ન કરે છે. તથા દેવતાવગેરેની પ્રસન્નતાથી ધર્મ પ્રાપ્ત થાય છે. તેથી વેદવિહિતહિંસા દેવતાવગેરેની પ્રસન્નતાને દ્વાર (=વ્યાપાર ) બનાવીને ધર્મનો હેતુ બને છે. ઉપરોક્ત અનુમાનમાં દર્શાવેલો “તેઓને (દેવતાવગેરેને) પ્રીતિસંપાદક છે.” –એવો હેતુ અસિદ્ધ નથી. કેમ કે કારીરી (વરસાદમાટેનો યજ્ઞ)વગેરે યજ્ઞોનાં સ્વસાધ્ય વૃષ્ટિવગેરે ફળો આવ્યભિચારીરૂપે દેખાય છે. અહીં ફળસિદ્ધિમાં તે યજ્ઞથી પ્રસન્ન થયેલાં દેવતાવિશેષનો અનુગ્રહ
જ હેતુ છે. એ જ પ્રમાણે ‘ત્રિપુરાવ' ગ્રંથમાં “બકરાં અને હરણનાં હેમથી પરરાષ્ટ્ર વશમાં આવે છે” એવું આ વર્ણન છે. આ ફળ પણ તે તે મથી ખુશ થયેલા દેવતાથી જ સંપાદિત થાય છે. તે જ રીતે મધુપર્ક (દહિ, ધી,
१. अग्निोतिरहः शुक्लः षण्मासा उत्तरायणम् । तत्र प्रयाता गच्छन्ति ब्रह्म ब्रह्मविदो जनाः ॥ इत्यचिर्गिः । अयमेवोत्तरमार्ग इत्यभिधीयते। भगवद्गीता । ८-२४॥ २. धूमो रात्रिस्तथा कृष्णः षण्मासा दक्षिणायनम् । तत्र चान्द्रमसं ज्योतिर्योगी प्राप्य निवर्तते ही | ॥ इति धूममार्गः । अयमेव दक्षिणमार्ग इत्यप्यभिधीयते । भगवद्गीता । ८-२५ ।। ३. कं जलमृच्छतीति कारो जलदस्तमीरयति प्रेरयतीति | कारीरी । ४ मन्त्रशास्त्रविषयक निबन्धः ।
કાવ્ય-૧૧...
**
*
%
::::::
122)