________________
યાજ્ઞા મંજરી લ
तदेतत्सत्यम्। सांसारिकसुखस्य मधुदिग्धधाराकरालमण्डलाग्रग्रासवद् दुःखरूपत्वादेव युक्तैवमुमुक्षूणां तज्जिहासा, किन्त्वात्यन्तिकसुखविशेषलिप्सूनामेव । इहापि विषयनिवृत्तिजं सुखमनुभवसिद्धमेव, तद् यदि मोक्षे विशिष्टं नास्ति, ततो मोक्षो दुःखरूप एवापद्यत इत्यर्थः। ये अपि विषमधुनी एकत्र सम्पृक्ते त्यज्येते, ते अपि सुखविशेषलिप्सयैव । किञ्च यथा प्राणिनां संसारावस्थायां सुखमिष्टं दुःख चानिष्टम्, तथा मोक्षावस्थायां दुःखनिवृत्तिरिष्टा, सुखनिवृत्तिस्त्वनिष्टैव। ततो यदि त्वदभिमतो मोक्षः स्यात्, तदा न प्रेक्षावतामत्र प्रवृत्तिः स्यात् । भवति चेयम् । ततः सिद्धो मोक्षः सुखसंवेदनस्वभावः प्रेक्षावत्प्रवृत्तेरन्यथानुपपत्तेः॥
(તાત્પર્ય :– કોઇપણ જીવની પ્રવૃત્તિ માત્ર દુ:ખ દૂર કરવા માટે ોતી નથી. જો માત્ર એ જ હેતુ હોત, તો દાળ-ોટલીથી ભૂખનું દુ:ખ દૂર થઇ શકતું હોઇ કોઇ મિષ્ટાન્નનાં ભોજનની ઇચ્છા જ ન કરે. પણ સર્વત્ર દેખાય જ છે, કે દુ:ખનાં અભાવમાં પણ જીવ સતત પ્રવૃત્તિશીલ હોય છે. તેથી જ સિદ્ધ થાય છે, કે સર્વને સુખ મેળવવાની જ પ્રબળ વાંછા હોય છે. અને તે અંગેનાં જુદા-જૂદા સાધનો કલ્પી તેવો તેવો પ્રયત્ન કરે છે. જીવને સુખની ઇચ્છા એટલી પ્રબળ હોય છે કે, તેને પ્રાપ્ત કરવા માટે ઘણું દુ:ખ વેઠવું પડતું હોય, તો તે વેઠવા પણ તૈયાર થાય છે. જો એક સામાન્યજીવ પણ સુખ માટે આટલી પ્રવૃત્તિ કરતો હોય, તો પ્રેક્ષાવાન માણસ મોક્ષઅંગે જે પ્રવૃત્તિ કરે તે સુખ માટે નહીં, પણ માત્ર દુ:ખનાં અભાવ માટે જ કરે, તે માનવું અસંગત છે.) મોક્ષદ પ્રવૃત્તિમાં રાગ અપ્રતિબંધક
=
પૂર્વપક્ષ :- જો મોક્ષ સુખસંવેદનાત્મક સ્વભાવવાળો જ હોય, તો એને માટે મુમુક્ષુઓની જે પ્રવૃત્તિ થાય છે તે રાગથી જ થશે. તેથી તે કચારેય મોક્ષમાં જઇ શકશે નહિ. કારણ કે, રાગયુક્ત જીવોને મોક્ષ નથી. કેમ કે રાગબંધનરૂપ છે અને મોક્ષ માટે પ્રતિબન્ધકરૂપ છે.
ઉત્તરપક્ષ :– સાંસારિક સુખનો રાગ બંધનાત્મક છે જ. કારણ કે તે રાગ વિષયાદિમાં પ્રવૃત્તિ કરાવે છે. તેનાથી ક્લિષ્ટ કર્મનો બંધ થાય છે, અને ભવપરંપરા પુષ્ટ બને છે. પરંતુ મોક્ષસુખવિષયક રાગ જીવને વિષયાદિમાંથી નિવૃત્ત કરે છે. કેમ કે વિષયાદિમાં પ્રવૃત્તિ મોક્ષવિરોધી છે. તેથી મોક્ષવિષયક રાગ બન્ધનાત્મક નથી પણ પ્રશસ્ત છે. વળી જેઓ ઉત્કૃષ્ટ દશાને પામેલા છે, તેઓને તો મોક્ષની સ્પરૂપ રાગ પણ નાશ પામે છે. કહ્યું જ છે કે ‘ઉત્તમ મુનિ મોક્ષ અને સંસાર–સર્વત્રનિ:સ્પૃહ હોય છે.” કેમ કે તેઓ વીતરાગ કે વીતરાગપ્રાય: થઇ ગયા હોય છે. પરંતુ જેમ મોક્ષ રાગીને નથી તેમ દ્વેષીને પણ નથી. તમારા મતે દુ:ખનિવૃત્યાત્મક મોક્ષ છે. તેથી દુ:ખમાં દ્વેષથી મોક્ષઅંગે પ્રવૃત્તિ થશે. તે દુ:ખવિષયક દ્વેષરૂપ કષાયની જે કલુષતા ઉત્પન્ન થાય છે તેને અટકાવશો કેવી રીતે ? અર્થાત્ અમે તો સંસારસુખનાં રાગના ઘાતક તરીકે મોક્ષસુખના રાગને માન્યો. અને જ્યારે સંસારસુખનો રાગ સર્વથા નિર્મૂળ થાય છે, ત્યારે પરાકાષ્ઠાની ભૂમિકાએ મોક્ષરાગ પણ નષ્ટ થાય છે અને સર્વથા રાગદ્વેષથી વિયુક્ત થયેલો જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તેમ બતાવ્યું. અહીં' બળતણને બાળ્યા પછી સ્વયં નષ્ટ થતા અગ્નિનું કે પેટનાં મળને દૂર કર્યા પછી સ્વયં દૂર થઇ જતા જૂલાબનું દૃષ્ટાંત યાદ રાખવું. તમારા મતે દુ:ખનાં અભાવરૂપ મોક્ષ હોવાથી તે માટેની પ્રવૃત્તિ દુ:ખનાં દ્વેષથી થશે. જે સર્વત્ર સમાન છે. આ દુ:ખનાં દ્વેષને અટકાવનાર કોઇ નિરોધક ન હોવાથી તે દ્વેષ સર્વદા રહેશે. તેથી જ્યાં સુધી આ દ્વેષથી કલુષિત ચિત્ત રહેશે, ત્યાં સુધી કદાપિ મોક્ષ નહિ થાય. તેથી સિદ્ધ થાય છે, કે સર્વ કર્મક્ષયથી પરમસુખસંવેદનાત્મક મોક્ષ છે, નહીં કે, બુદ્ધિ વગેરે વિશેષગુણોનાં ઉચ્છેદરૂપ.
મોક્ષમાં બુદ્ધયાદિની કથંચિત્ ઉચ્છિત્તિ
તથા અમે પણ મોક્ષમાં આ બુદ્ધિવગેરેનો કથંચિત્ ઉચ્છેદ માન્યો છે, માટે હે તપસ્વી ! તમે મનમાં ખોટા
મોક્ષદ પ્રવૃત્તિમાં રાગ અપ્રતિબંધક
97