Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
કારણ
શer સ્થામંજરી કweetવામાં : अत एव चाशरीरमित्युक्तम्। आगमार्थश्चायमित्थमेव समर्थनीयः। यत एतदर्थानुपातिन्येव स्मृतिरपि दृश्यतेif “सुखमात्यन्तिकं यत्र बुद्धिग्राह्यमतीन्द्रियम्। तं वै मोक्षं विजानीयाद् दुष्प्रापमकृतात्मभिः॥" न चायं सुखशब्दो दुःखाभावमात्रे वर्तते। मुख्यसुखवाच्यतायां बाधकाभावात्। “अयं रोगाद् विप्रमुक्तः सुखी जात" इत्यादिवाक्येषु च सुखीति प्रयोगस्य पौनरुक्त्यप्रसङ्गाच्च । दुःखाभावमात्रस्य रोगाद् विप्रमुक्त इतीयतैव गतत्वात् ॥
न च भवदुदीरितो मोक्षः पुंसामुपादेयतया संमतः। को हि नाम शिलाकल्पमपगतसकलसुखसंवेदनमात्मानमुपपादयितुं यतेत दुःखसंवेदनरूपत्वादस्य, सुखदुःखयोरेकस्याभावेऽपरस्यावश्यम्भावात् । अत एव त्वदुपहासः श्रूयते- “वरं वृन्दावने रम्ये क्रोष्टुत्वमभिवाञ्छितम्। न तु वैशेषिकी मुक्तिं गौतमो गन्तुमिच्छति॥" આ પ્રકારના અર્થને જ અનુસરતી સ્મૃતિ પણ દેખાય છે- જયાં અતીન્દ્રિય અને માત્ર બુદ્ધિથી જ ગ્રાહ્ય એવું આત્મત્તિક સુખ છે તે જ મોક્ષ છે અને પાપી જીવોને માટે તે દુપ્રાપ્ય છે.”
શંકા:- અહીં “સુખ શબ્દ દુ:ખાભાવ અર્થમાં પ્રવૃત છે. એટલે કે, જ્યાં સર્વથા દુ:ખાભાવરૂપ સુખ છે, તે મોક્ષ છે. એમ અર્થ કરવો જોઇએ.
સમાધાન :- સુખનો મુખ્યાર્થ “દુ:ખવિરોધી સ્વતંત્ર ગુણ" એવો છે. જયારે દુઃખાભાવરૂપ અભાવાત્મક અર્થ ઉપચારરૂપ છે. અને મુખ્યાર્થને જયાં બાધ હેય ત્યાં જ ઔપચારિક અર્થનું ગ્રહણ થાય છે. કેમ કે ત્યાં લક્ષણા કરવી પડે છે જે કિલષ્ટ છે. અહીં સુખ શબ્દનો મુખ્યાર્થ લેવામાં કોઈ બાધકન લેવાથી દુ:ખાભાવરૂપ ઔપચારિક અર્થ લેવો વ્યાજબી નથી. વળી જો “સુખ પદ દુ:ખાભાવ અર્થમાં મુખ્યરૂપે વર્તતો હેય, તો “આ રોગથી મુક્ત થયો અને સુખી થયો" એવા વાક્યસ્થળે રોગ દુઃખરૂપ હોવાથી “રોગથી મુક્ત થયે તેનાથી જ સુખી થયો તેવો અર્થ પ્રાપ્ત થાય છે. તેથી ફરીથી “સુખી' શબ્દ ઉચ્ચારવામાં પુનરુકિત દોષ આવશે. તેથી રોગથી મુક્ત થયો એટલું જ વાક્ય પર્યાપ્ત બને. પરંતુ અહીં પુનરુક્તિદોષ કોઈને માન્ય નથી. કેમ કે આવો પ્રયોગ વ્યવસ્થરસિદ્ધ છે અને પ્રતીત છે. તેથી ત્યાં દુઃખાભાવથી ભિન્ન એવા જ સુખનો બોધ થાય છે. રોગનો અભાવ દુ:ખાભાવરૂપ છે. તથા તંદુરસ્તીની પ્રાપ્તિ સુખરૂપ છે. આમ સુખ અને દુઃખાભાવ વચ્ચે ભેદ છે.
વૈશેષિકમોશની અનુપાદેયતા વળી તમે દર્શાવેલા સ્વરૂપવાળો મોક્ષ કોઈને પણ ઉપાદેય બને નહીં. કેમ કે તમારા મતે મોક્ષમાં જવું એટલે આત્માને પથ્થરની જેમ સર્વસુખસંવેદનોથી રહિત બનાવવો. આમ સર્વસુખસંવેદનનો અભાવ થવાથી મોક્ષ પોતે જ દુઃખરૂપ બની જશે. કારણ કે સુખ અને દુઃખમાંથી એકના અભાવમાં બીજો અવશ્ય ધ્યેય છે. તેથી જો મોક્ષમાં સુખસંવેદનનો અભાવ હેય, તો મોક્ષમાં દુઃખનું જ સંવેદન થવાથી દુઃખરૂપ બની જશે. જે સંસારની સ્થિતિ કરતાં પણ બદતર છે. કેમ કે સંસારમાં કિંચિત સુખનું સંવેદન તે થાય છે જ. તેથી જ તમે કલ્પેલી મુક્તિનો ઉપહાસ કરતું નૈયાયિકનું વચન સંભળાય છે. ગૌતમ ઋષિ (નૈયાયિક મતના સ્થાપક)વૈશેષિકોએ કપેલી મુક્તિમાં જવા કરતાં રમ્ય વૃંદાવનમાં શિયાળ થવાની ઈચ્છા રાખવી વધારે સારી માને છે.”
સુખ વિનાનાં મોક્ષ કરતાં સંસારની સારતા સ્વર્ગમાં જે આનંદની પરિપૂર્તિ છે તે સોપાધિક છે. ( શબ્દદિ વિષયોને સાપેક્ષ છે)અને મર્યાદિતકાળપૂરતી છે હોવાથી પરિમિત છે. આવા સ્વર્ગીય સુખથી પણ અધિક સુખયુક્ત મોક્ષ છે. કેમ કે મોક્ષગતસુખનિરુપાધિક નિરવધિક અને તેથી અપરિમિત છે. વળી મોક્ષગત જ્ઞાન પણ ક્યારેય પ્લાન થતું નથી. આવા સુખ અને જ્ઞાનયુક્ત મોક્ષને જ પંડિતો સ્વીકારે છે. જો મોક્ષઅવસ્થામાં આત્મા પાષાણતુલ્ય જડ જ થતો હેય, તો તેવા ણે વશેષિકોતની અનુપાદેયતા
95)