Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
.. - .. સ્વાદુઇમેજરી .sit કામ ___ अथ यदि सुखसंवेदनैकस्वभावो मोक्षः स्यात्, तदा तद्रागेण प्रवर्तमानो मुमुक्षुर्न मोक्षमधिगच्छेत्। न हि रागिणां मोक्षोऽस्ति रागस्य बन्धनात्मकत्वात् । नैवम् । सांसारिकसुख एव रागो बन्धनात्मकः विषयादिप्रवृत्तिहेतुत्वात् । मोक्षसुखे तु रागः तन्निवृत्तिहेतुत्वाद् न बन्धनात्मकः। परां कोटिमारू ढस्य च स्पृहामात्ररूपोऽप्यसौ निवर्तते "मोक्षे भवे च सर्वत्र निःस्पृहो मुनिसत्तमः" इति वचनात्। अन्यथा भवत्पक्षेऽपि दुःखनिवृत्त्यात्मकमोक्षाङ्गीकृतौ दुःखविषयं कषायकालुष्यं केन निषिध्येत। इति सिद्धं कृत्स्नकर्मक्षयात् परमसुखसंवेदनात्मको मोक्षो, न बुद्धथादिविशेषगुणोच्छेद्ररूप इति॥ ___ अपि च भोस्तपस्विन्? कथञ्चिदेषामुच्छेदोऽस्माकमप्यभिमत एवेति मा विरूपं मनः कृथाः। तथाहि । बुद्धिशब्देन ज्ञानमुच्यते। तच्चमतिश्रुतावधिमनःपर्यायकेवलभेदात् पञ्चधा। तत्राद्यं ज्ञानचतुष्टयंक्षायोपशमिकत्वात् केवलज्ञानाविर्भावकाल વિકલ્પ કરી નિરાશ ન થાવ. બુદ્ધિનો અર્થ જ્ઞાન છે. આ જ્ઞાનનાં મતિ, શ્રત, અવધિ, મન:પર્યાય અને કેવળ છું જ્ઞાન એમ પાંચ ભેદ છે. તેમાં પ્રથમ ચાર જ્ઞાન લાયોપથમિક છે (જ્ઞાનાવરણીયકર્મનાં ઉદયમાં આવેલા કર્મનાં છું ક્ષયથી અને અનુદિત કર્મના ઉદયનાનિરોધરૂપ ઉપશમથી પ્રગટ થતું જ્ઞાન લાયોપથમિક કહેવાય.) કેવળજ્ઞાન ક્ષાયિક છે. અને જ્ઞાનાવરણીય કર્મના સર્વથા ક્ષયથી ઉત્પન્ન થાય છે. કેવળજ્ઞાનની પ્રાપ્તિવખતે જ્ઞાનાવરણીય કર્મનષ્ટ થઈ ગયા હોવાથી પૂર્વોક્તક્ષયોપશમ નથી. તેથી કેવળજ્ઞાનકાળે ક્ષયોપશમદ્વારા પ્રગટ થતાં જ્ઞાનો પણ રહેતાં નથી. માટે કેવળજ્ઞાનનાં પ્રગટ થવાના કાળે જ મતિવગેરે ક્ષાયોપથમિક જ્ઞાનો પ્રલીન થાય છે. આગમ વચન છે, “છાઘસ્થિક જ્ઞાન નષ્ટ થયે છતે કેવળજ્ઞાન પ્રગટે છે." ઈત્યાદિ ક્ષાયોપથમિકજ્ઞાનો છાપ્રસ્થિક જ્ઞાન કહેવાય છે. કેવળજ્ઞાન પોતે સર્વદ્રવ્ય અને સર્વપર્યાયવિષયક છે અને ક્ષાયિક છે તેથી તે નિષ્કલંક =નિર્દોષ છે.) તથા આત્મસ્વભાવરૂપ છે. મોક્ષ આત્મસ્વભાવરૂપ છે. તે વાત આગળ બતાવી જ ગયા છીએ. તેથી મોક્ષમાં પણ કેવળજ્ઞાન રહેશે જ. કેવળજ્ઞાનાવરણીયકર્મ-કે જે કેવલજ્ઞાનનો પ્રતિબંધક છે–તેનો નિર્મળ નાશ સદા માટે થયો છે. તેથી પ્રતિબંધકાભાવ લેવાથી પણ કેવળજ્ઞાન નિત્ય રહેશે. વૈષયિક વિષયનાં ઉપભોગથી પ્રાપ્ત થતું સુખ. આ સુખમાં વેદનીયકર્મનો શાતાવેદનીયકર્મનો ઉદય હેતુ છે. જ્યારે મોક્ષ સર્વકર્મનાં આત્મત્તિક ક્ષયરૂપ) છે. તેથી વેદનીયકર્મોદયજનિત વૈષયિક સુખ મોક્ષમાં સંભવતું નથી. પરંતુ (૧)નિરતિશય (કર્મોદયજનિત તરતમભાવરૂપ અતિશય વિનાનું) (ર)અક્ષય, (૩)અનપેક્ષ (વિષયાદિ પરાપેક્ષ વિનાનું)તથા (૪)અનન્ત એવું અને (૫)વેદનીયકર્મના ક્ષય કે સર્વકર્મના ક્ષયથી પ્રગટ થતું સુખ તો ત્યાં છે જ. દુ:ખમાં અધર્મ હેતુ છે. મોક્ષમાં અધર્મનો ઉચ્છેદ થવાથી દુ:ખ પણ ઉચ્છેદ પામે છે.
પૂર્વપક્ષ:- જેમ દુઃખ અધર્મમૂળક છે, તેમ સુખ ધર્મમૂળક છે. (અધર્મ પાપ ધર્મનું પુણ્ય)મોક્ષમાં ધર્મનો છું પણ ઉચ્છેદ છે–તેથી સુખનો ઉચ્છેદ થવો જોઈએ આગમમાં કહ્યું જ છે કે, “પુણ્ય અને પાપનાં ક્ષય થય છછું મોક્ષ છે.” | ઉત્તરપક્ષ:- અલબત્ત, વૈષયિક સુખ ધર્મમૂળક છે. તેથી ધર્મના નાશથી વૈષયક સુખનો મોક્ષમાં ઉચ્છેદ
છે જ. છતાં ધર્માદિને નિરપેક્ષ આત્મસ્વભાવરૂપસુખને ત્યાં ઉચ્છેદનથી (દુ:ખમાત્ર અધર્મમૂળક છેઆત્મસ્વભાવરૂપ છું નથી. જ્યારે સુખ ધર્મમૂળક અને સ્વભાવરૂપ એમ બે પ્રકારે છે. તેથી ધર્માધર્મનાં ક્ષયથી તદપેલ સુખ-દુઃખ નાશ પામે પણ આત્મસ્વભાવભૂત સુખ તો અક્ષત જ રહે.) ઇચ્છા (રાગ)અને દ્વેષરૂપ બે વિશેષગુણો મોહનીયકર્મનાં જ ભેદ છે. હું અને મોહનીયકર્મનો તેની સઘળી ય પ્રકૃતિની સાથે નિર્મૂળ નાશ થયો છે. તેથી ઇચ્છા અને દ્વેષનો પણ મોક્ષમાં
અભાવ સંગત જ છે. તથા મોલમાં ક્રિયામાં વ્યાપાર કરાવનાર પ્રયત્ન પણ નથી. કેમકે મોક્ષગત જીવ કૃતકૃત્ય રે લેવાથી ત્યાં ક્રિયા કરવાની હોતી નથી. અંતરાયકર્મની પાંચ પ્રકૃતિના ક્ષયથી દાનાદિ લબ્ધિઓ જેમ સિદ્ધના
::
:::
કાવ્ય - ૮
: T