Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
મુઢ્યા તામંજરી
अथात्मनो व्यापकत्वाभावे दिग्देशान्तरवर्तिपरमाणुभिर्युगपत्संयोगाभावाद् आद्यकर्माभावः, तदभावाद् अन्त्यसंयोगस्य, तन्निर्मितशरीरस्य, तेन तत्सम्बन्धस्य चाभावाद् अनुपायसिद्धः सर्वदा सर्वेषां मोक्षः स्यात्। नैवम्। यद् येन संयुक्तं तदेव तं प्रत्युपसर्पतीति नियमासम्भवात् । अयस्कान्तं प्रति अयसस्तेनासंयुक्तस्याप्याकर्षणोपलब्धेः । अथासंयुक्तस्याप्याकर्षणे तच्छरीरारम्भं प्रत्येकमुखीभूतानां त्रिभुवनोदरविवरवर्तिपरमाणूनामुपसर्पणप्रसङ्गाद् न जाने तच्छरीरं कियत्प्रमाणं स्याद् इति चेत् ? संयुक्तस्याप्याकर्षणे कथं स एव दोषो न भवेत् ? आत्मनो व्यापकत्वेन सकलपरमाणूनां तेन संयोगात्। अथ तद्भावाविशेषेऽप्यदृष्टवशाद् विवक्षितशरीरोत्पादनानुगुणा नियता एव परमाणव उपसर्पन्ति । तदितरत्रापि तुल्यम् । પરમાણુઓને આકર્ષિત કરી શકે છે. તેથી આત્માને વ્યાપક માનવાની જરૂર નથી.
પૂર્વપક્ષ :– જો આત્મા અસંયુક્ત રહીને પણ પરમાણુઓને આકર્ષિત કરશે, તો તેનાં શરીરને બનાવવા ભેગા મળેલા=ઉધત બનેલાં ત્રિભુવન અંતર્ગત બધા જ પરમાણુઓ આત્માતરફ આકર્ષિત થશે. અને તેઓનાં સંયોગથી આત્માનું શરીર ન જાણે કેટલું મોટું બનશે ?
ઉત્તરપક્ષ :- આ દોષ તો ‘વિભુ આત્માને સંયુક્ત એવા પરમાણુઓ જ આકર્ષિત થાય છે.” તેમ માનવામાં પણ આવશે. કારણ કે આત્મા પોતે વ્યાપક હોવાથી ત્રિભુવન અંતર્ગત સર્વ પરમાણુઓ સાથે આત્માનો સંયોગ રહેશે.
પૂર્વપક્ષ :– સર્વ પરમાણુઓમાં આત્માસાથે સંયુક્ત થવાનો ભાવ સમાનરૂપે હોવા છતાં આત્માના તેવા અદૃષ્ટને કારણે વિવક્ષિત શરીરનાં ઉત્પાદનને અનુકૂળ એવા નિયત પરમાણુઓ જ ગતિમાન બનશે. તેથી અમને એવી આપત્તિ નથી.
ઉત્તરપક્ષ :– આ સમાધાન તો ‘અવિભુ આત્મા સાથે અસંયુક્ત પરમાણુઓ શરીર બનાવવા ક્રિયાશીલ બને છે' એ પક્ષમાટે પણ સમાન રીતે જ લાગુ પડે છે. અર્થાત્ અવિભુ આત્માનું તેવું અદૃષ્ટ જ, તે તે નિયત પરમાણુઓમાં આદ્યકર્મ કરાવશે. તેથી આત્મા વિભુ સિદ્ધ થતો નથી.
અવિભુ આત્મામાં જન્યત્વદોષ-પૂર્વપક્ષ
પૂર્વપક્ષ :– સંયુક્ત કે અસંયુક્ત પરમાણુઓ દ્વારા શરીરની ઉત્પત્તિ ચાહે માની લો. છતાં પણ આત્માને શરીરવ્યાપી માનવામાં મોટી આપત્તિ છે. શરીર પોતે સાવયવ છે. અવિભુ આત્મા સંપૂર્ણ રીતે શરીરને વ્યાપીને રહેતો હોય, તો તે આત્મા શરીરનાં પ્રત્યેક અવયવમાં પ્રવેશ કરશે, અને જે દેશથી શરીરનાં એક અવયવમાં પ્રવેશ કરશે તેનાથી ભિન્ન દેશથી બીજા અવયવમાં પ્રવેશ કરશે. તેથી આત્મા પણ સાવયવ બનશે. તેથી જ પટવગેરેની જેમ કાર્યરૂપ બનશે. અનુમાન પ્રયોગ :– આત્મા કાર્ય છે કેમ કે સાવયવ છે. જે જે સાવયવ હોય છે તે—તે કાર્ય હોય છે જેમ કે કપો. આકાશ વગેરે કાર્ય નથી તો સાવયવ પણ નથી.' આમ આત્મા કાર્યરૂપે સિદ્ધ થશે. હવે આ કાર્ય વિજાતીય કારણોથી કે સજાતીય કારણોથી નિર્મિત થાય છે ? વિજાતીયને તો તેનાં કારણ તરીકે માની ન શકાય. કેમ કે વિજાતીય કારણો પોતાનાથી વિજાતીય કાર્યનો આરંભ કરતાં નથી. તન્તુઓ ઘડાનું નિર્માણ કરી શકતા નથી. સજાતીય કારણોથી કાર્ય થાય છે, તેમ પણ માની શકાય નહિ. કેમ કે આત્માનાં સજાતીય કારણો તેઓને જ માની શકાય કે, જેઓમાં પણ આત્મત્વ હોય. પાર્થિવપરમાણુઓ દ્રવ્યત્વરૂપે સજાતીય હોવા છતાં, આત્મત્વરૂપે વિજાતીય છે. તેથી આત્માઓ દ્વારા જ આત્માનું નિર્માણ માનવું પડશે. પણ ત્યાં આત્માશ્રય (=સ્વની ઉત્પત્તિમાં સ્વની જ અપેક્ષા રાખવી)દોષ છે. વળી એક જ શરીરમાં એક આત્માને ઉત્પન્ન કરવા અનેક આત્માઓની કલ્પના કરવી સંગત નથી, અને તે કલ્પના કદાચ સંભવિત માનીએ, તો અવિભુ આત્મામાં જન્યત્વદોષ-પૂર્વપક્ષ
105