________________
s
,
*
ડા.
::
:
: :
જ
Eme ચાકુકમંજરી अथात्मनः कायपरिमाणत्वे बालशरीरपरिमाणस्य सतो युवशरीरपरिमाणस्वीकारः कथं स्यात् ? किं तत्परिमाणत्यागात्, तदपरित्यागाद् वा ? परित्यागात् चेत् ? तदा शरीरवत् तस्यानित्यत्वप्रसङ्गात् परलोकाद्यभावानुषङ्गः अथापरित्यागात, तन्न। पूर्वपरिमाणापरित्यागे शरीरवत् तस्योत्तरपरिमाणोत्पत्त्यनुपपत्तेः। तदयुक्तम्। युवशरीरपरिमाणावस्थायामात्मनो बालशरीरपरिमाणपरित्यागे सर्वथा विनाशासम्भावात्, विफणावस्थोत्पादे सर्पवत्। इति कथं परलोकाभावोऽनुषज्यते? पर्यायतस्तस्यानित्यत्वेऽपि द्रव्यतो नित्यत्वात्॥
अथात्मनः कायपरिमाणत्वे तत्खण्डने खण्डनप्रसङ्गः, इति चेत्? कः किमाह? शरीरस्य खण्डने कथंचित् ।। तत्खण्डनस्येष्टवात्। शरीरसम्बद्धात्मप्रदेशेभ्यो हि कतिपयात्मप्रदेशानां खण्डितशरीरप्रदेशेऽवस्थानादात्मनः खण्डनम्। तच्चात्र विद्यत एव। अन्यथा शरीरात् पृथग्भूतावयवस्य कम्पोपलब्धिर्न स्यात् । नच खण्डितावयवानुप्रविष्टस्यात्मप्रदेशस्य पृथगात्मत्वप्रसङ्गः, तत्रैवानुप्रवेशात् । न चैकत्र सन्तानेऽनेके आत्मानः। अनेकार्थप्रतिभासिज्ञानानामेकप्रमात्राधारतया प्रतिभासाभावप्रसङ्गात। शरीरान्तरव्यवस्थितानेकज्ञानावसेयार्थसंवित्तिवत॥
જ
આત્માની કથંચિત ખંડિત અવયવિતા પૂર્વપક્ષ:- જો આત્મા કાયપરિમાણવાળો હોય, તો શરીરનાં ખંડનથી આત્માનું પણ ખંડન થવું જોઇએ.
ઉત્તરપક:- એમાં અમારે વિરોધ નથી. શરીરનું ખંડન થવાથી કથંચિત આત્માનું ખંડન અમને ઈષ્ટ જ છે. “શરીરને સંબદ્ધ આત્મપ્રદેશોમાંથી કેટલાક પ્રદેશોનું ખંડિત શરીરપ્રદેશમાં પણ રહેવું એ જ આત્માનું ખંડની છે. અને તે ઉપપન છે જ. જો એમ થતું ન લેય તો શરીરથી છૂટા પડેલાં અવયવમાં પણ જે કમ્પ દેખાય છે ! તે ન દેખાત. કેમ કે શરીર કે તેનું અંગ જડ હોવાથી સ્વયં કમ્પનાદિચેષ્ટા માટે અસમર્થ છે. | પૂર્વપક્ષ:- જેમ છૂટો થયેલો અવયવ શરીરથી ભિન્ન છે. તેમ તદન્તર્ગત આત્મપ્રદેશો પણ મૂળ શરીરગત આત્મપ્રદેશોથી ભિન્ન બનશે. તેથી ભિન્ન આત્માની ઉત્પત્તિનો પ્રસંગ આવશે.
ઉત્તરપલ :- એમ નહિ થાય. અવયવગત આત્મપ્રદેશો અલ્પકાળ પછી મૂળ શરીરમાં જ સમાઈ જાય છે. અને એક જ શરીરસંતાનમાં અનેક આત્મા તો રહી શકે જ નહીં. જો એક શરીરગત અનેક આત્મા હોય તો નેત્રગત આત્મા જૂધે-કાનગત જૂધે, નાકગત જુદો, એમ જુદા-જુદા અવયવોમાં જૂ-જૂદો આત્મા માનવો પડશે. તેથી હું સંપું “હું દેખું છું” વગેરે અનેક વિષયપ્રતિભાસી જે અનેક જ્ઞાનો થાય છે. તે જ્ઞાનોનો
જે હું સંપું છું તે જ હું દેખું છું" એવો એક જ્ઞાતાને આધારે જે બોધ થાય છે તે થશે નહિ. જેમ ભિન્ન શરીરગત ભિન્ન આત્માઓને થતાં જ્ઞાનનો એક આધારે બોધ થતો નથી. પરંતુ યજ્ઞદત્ત સુંઘે છે. દેવદત્ત જૂએ છે એમ ભિન્ન આધારવાળાતરીકે જ પ્રતિભાસ થાય છે. તદૈવએક શરીરગત અનેકભિન્ન આત્માઓને માનવામાં એવો ભાસ થવો જોઈએ કે નેત્રમાં રહેલો આત્મા જૂએ છે. નાકમાં રહેલો બીજો આત્મા સુંધે છે. પરંતુ આમ થતું નથી. તેથી એક શરીરગત આત્મા એક જ છે તે સિદ્ધ થાય છે. તેથી ખંડિત અવયવોમાંથી ફરીથી મૂળ શરીરપ્રદેશમાં પ્રવેશેલા આત્મપ્રદેશો ત્યાં પૃથક્ સ્વતંત્ર આત્મરૂપે રહેતા નથી. પણ મૂળશરીરગત આત્મપ્રદેશો
સાથે પુન: સંઘટિત થઇને એક જ આત્મરૂપે રહે છે. શું શંકા:- ખંડિત થયેલાં આત્માનાં અવયવો ફરીથી મૂળ શરીરમાં રહેલાં આત્મપ્રદેશો સાથે સંઘઠ્ઠીત થઈને એકમેક શી રીતે થશે?
સમાધાન:- ખંડિત અવયવગત આત્મપ્રદેશો મૂળ આત્મપ્રદેશોથી તદ્દન છૂટા પડતા નથી. કમળની નાળ ને છેદવામાં આવે તો જેમ રેસાઓથી કથંચિત બને ભાગ જોડાયેલા રહે છે. તે જ પ્રમાણે છૂટા પડેલાં હું આત્મપ્રદેશો મૂળ આત્મપ્રદેશો સાથે કથંચિત જોડાયેલાં જ હોય છે. અને પછી તથાવિધ અદષ્ટનાં કારણે તેઓનું સંઘઢન થઈ જાય છે. એમાં કઈ વિરોધ જેવું નથી. તેથી આત્માને શરીર પ્રમાણ જ અંગીકાર કરવો જોઇએ આકાશની જેમ વ્યાપકનહીં. અનુમાન પ્રયોગ:-“આત્મા (પક્ષ) વ્યાપકનથી (સાધ્ય),કેમ કે ચેતન છે (ત)
આત્મા કથંચિત ખંડિત અવયવી
:::::
:
:
:
::
:
: