Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્યાાઠમંજરી હતી અને સા
वैशेषिकनैयायिकयोः प्रायः समानतन्त्रत्वादौलूक्यमते क्षिप्ते यौगमतमपि क्षिप्तमेवावसेयम् । पदार्थेषु च तयोरपि न तुल्या प्रतिपत्तिरिति सांप्रतमक्षपादप्रतिपादितपदार्थानां सर्वेषां चतुर्थपुरुषार्थं प्रत्यसाधकतमत्वे वाच्येऽपि, तदन्तःपातिनां छलजातिनिग्रहस्थानानां परोपन्यासनिरासमात्रफलतया अत्यन्तमनुपादेयत्वात् तदुपदेशदातुर्वैराग्यमुपहसन्नाहस्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्मभिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ॥ १० ॥
अन्ये- अविज्ञातत्वदाज्ञासारतयाऽनुपादेयनामानः परे, तेषामयं शास्तृत्वेन सम्बन्धी अन्यदीयो मुनिः अक्षपादऋषिः अहो विरक्तः - अहो वैराग्यवान् । अहो इत्युपहासगर्भमाश्चर्यं सूचयति । अन्यदीय इत्यत्र “ईयकारके' ' इति दोऽन्तः । ચોગ કલ્પિત પદાર્થ નિરાસ
શેષિક અને નૈયાયિકો લગભગ સમાન સિદ્ધાંતવાળા છે. તેથી વૈશેષિકોનાં ખંડનથી યોગ-નૈયાયિકમત પણ દૂરાપાસ્ત થાય છે. પરંતુ પદાર્થનાં વિષયમાં તે બન્નેની તુલ્ય માન્યતા નથી. તેથી હવે નૈયાયિકોએ કલ્પેલા પદાર્થોનું બાષ્પીભવન કરે છે. અક્ષપાદ-ગૌતમે પ્રતિપાદિત કરેલા બધા જ પદાર્થો મોક્ષસાધક નથી. છતાં પણ વિશેષ કરીને તે પદાર્થોમાં (૧)છલ (૨)જાતિ અને (૩)નિગ્રહસ્થાનો તો માત્ર પરની સ્થાપનાને ફગાવવાના હેતુથી જ દર્શાવેલાં છે. તેથી આ પદાર્થો મુમુક્ષુઓ માટે અત્યંત અનુપાદેય છે. તેથી આવા પદાર્થોની દેશના દાતા ગૌતમના વૈરાગ્યની હાંસી ઊડાવતાં કહે છે.
કાવ્યાર્થ :- જગતના આ બધા લોકો સ્વયં જ વિવાદરૂપ ગ્રહથી જકડાયેલા છે અને સ્વપક્ષની સ્થાપના વિના માત્ર પરપક્ષનાં ઉત્થાપનની કળામાં પંડિતાઇથી મુખને ખંજવાળવાની ટેવવાળા છે. અર્થાત્ બીજાની વાતને તોડી પાડવા ઉત્સુક છે. આવા લોકોને માયાનો-છળ, જાતિ અને નિગ્રહસ્થાનોનો ઉપદેશ દેવાડારા બીજાનાં મર્મને ભેદી નાખનારા અન્યદીય-નૈયાયિકમતનાં સ્થાપક ગૌતમમુનિ અર્હો ! (કટાક્ષમાં)ખરેખર! વૈરાગી છે.
જાત્યાદિનો ઉપદેશ માયોપદેશ
અન્ય-તારી આજ્ઞાના સારને નહીં જાણતા હોવાથી જેઓનું નામ પણ ઉપાદેય નથી તેવા બીજાઓ. તેઓના જે ઉપદેશક છે, તે અન્યદીય-અક્ષપાદ—ગૌતમમુનિ-(અણુ-કટાક્ષગર્ભિત આશ્ચર્ય અર્થમાં છે.) વૈરાગ્યવાન છે. અર્થાત્ ગૌતમમુનિ વિરક્ત મનાય છે તે અદ્ભુત છે ! (ય' પ્રત્યયપર અને ‘કારક' શબ્દ ઉત્તરપદમાં હોય ત્યારે ‘અન્ય” શબ્દ દકારાન્ત બને છે – અર્થાત્ અન્યત્” શબ્દ બને છે.) આ ગૌતમ બીજાનાં મર્મને ભેદી રહ્યો છે. (ધણા આત્મપ્રદેશોથી અધિષ્ઠિત શરીરનો ભાગ મર્મ કહેવાય. આ પારિભાષિકી સંજ્ઞા છે.) સાધ્યના સ્વરૂપને સિદ્ધ કરવામાં અવ્યભિચારી હોવાથી સાધનની (=હેતની) રજૂઆત પણ મર્મરૂપ જ છે. બીજાના તત્ત્વોને જો અસિદ્ધિરૂપ મરણ આપવું હોય તો તેઓના તત્ત્વના હેતુરૂપ મર્મનો જ ભેદ કરવો જોઇએ. બીજાના તત્ત્વોને ખતમ કરવાના હેતુથી જ અને તે માટે તેઓના સહેતુઓરૂપ મર્મને છેદી નાખવા માટે જ ગૌતમે પોતાના શિષ્યોને છળ, જાતિ અને નિગ્રહસ્થાનોરૂપ ઠગવિધા બતાવી. કાવ્યમાં “માયોપદેશાત્” પદમાં પંચમી વિભક્તિ હેતુના અર્થમાં છે. “ગુણાદસ્ત્રિયાં નવા.” આ સૈમસૂત્રના આધારે ત્રીજી વિભક્તિના અર્થમાં પંચમી વિભક્તિ લાગી છે. કયા લોકોના અંગે ગૌતમે માયાનો ઉપદેશ આપ્યો? તે દર્શાવે છે. “અસ્મિન” ઇત્યાદિ. ૨. હૈમસૂ. ૩-૨-૨૨૨ ॥
યોગકલ્પિતમત નિરાસ
111