________________
ચાાઠમંજરી નાખે કે શકીએ
कथं खण्डितावयवयोः संघट्टनं पश्चाद् ? इति चेत् ? एकान्तेन छेदानभ्युपगमात्, पद्मनालतन्तुवत् (दछे ?) छेदस्यापि स्वीकारात् । तथाभूतादृष्टवशात् तत्संघट्टनमविरूद्धमेवेति तनुपरिमाण एवात्माङ्गीकर्तव्यः, न व्यापकः । तथा च आत्मा व्यापको न भवति, चेतनत्वात्, यत्तु व्यापकं न तत् चेतनम्, यथा व्योम, चेतनश्चात्मा, तस्माद् न व्यापकः । अव्यापकत्वे चास्य तत्रैवोपलभ्यमानगुणत्वेन सिद्धा कायप्रमाणता । यत्पुनरष्टसमयसाध्यकेवलिसमुद्घातदशायामार्हतानामपि चतुर्दशरज्ज्वात्मकलोकव्यापित्वेनात्मनः सर्वव्यापकत्वम्, तत् कादाचित्कम्, इति न तेन व्यभिचारः । स्याद्वादमन्त्रकवचावगुण्ठितानां च नेदृशबिभीषिकाभ्यो भयम् ॥ इति काव्यार्थः ॥ ९ ॥
જેઓ વ્યાપક હોય છે. તેઓ ચેતન હોતા નથી, જેમ કે આકાશ. આત્મા ચેતન છે. તેથી વ્યાપક નથી.
આ રીતે આત્મા અવ્યાપક સિદ્ધ થાય છે, અને શરીરમાં જ તેના ગુણો ઉપલબ્ધ થાય છે. તેથી તેને શરીરપ્રમાણ માનવો એ જ યુક્તિયુક્ત છે.
શંકા :– કેવળીસમુદ્ધાત વખતે કેવળીભગવંતનો આત્મા ૧૪ રાજરૂપ લોકમાં વ્યાપ્ત થાય છે. આમ સમગ્ર લોકવ્યાપી થવાથી આત્મા વ્યાપક છે જ.
સમાધાન :- બેશક આ રીતે આત્મા વ્યાપક થાય છે. પરંતુ તે આઠ સમયરૂપ અત્યંત અલ્પકાળ માટે જ વ્યાપક થાય છે. વળી જીવનાં અનંતકાળનાં ભવચક્રમાં માત્ર એક જ વાર આ ક્રિયા થાય છે. માટે કાદાચિત્ક છે. વળી અભવ્યાદિ જીવો કયારેય આ ક્રિયા કરતાં નથી. વળી એ સમુદ્દાત વખતે પણ આત્મા માત્ર લોકવ્યાપી જ થાય છે. પણ આકાશની જેમ લોકાલોકવ્યાપી થતો નથી. તેથી આવી વ્યાપકતાને આગળ કરી આત્માની અવ્યાપકતામાં વ્યભિચાર દેખાડી શકાય નહીં. આમ સ્યાદ્વાદમંત્રરૂપ કવચથી રક્ષાયેલા હોવાથી અમને આવી ભયજનક વસ્તુઓ ભય પમાડી શકે તેમ નથી. ` uu
૧. અહીં સર્વ આત્માઓ પક્ષરૂપ હોવાથી અન્વયવ્યાપ્તિ મળી ન શકે. છતાં વ્યતિરેકવ્યાપ્તિ મળતી હોવાથી આ અનુમાન અનુપપન્ન નથી. નૈયાયિકાદિઓને પણ કેવળઅન્વયી–કેવળવ્યતિરેકી – અન્વયવ્યતિરેકી એમ ત્રણ પ્રકારનાં અનુમાન ઇષ્ટ છે. તેમાંથી આ અનુમાન કેવળવ્યતિરેકી છે. જયાં અન્વયવ્યાપ્તિ ન મળે તે કેવળવ્યતિરેકી અનુમાન: જેમ કે આ જીવંત શરીર આત્માસહિતનું છે કેમ કે પ્રાણવાળું છે. અહીં પથ્થરવગેરેદૃષ્ટાંતથી માત્ર વ્યતિરેકવ્યાપ્તિ મળી શકે. અન્વયવ્યાપ્તિ ન મળે.
૨. સમુદ્ધાત=મૂળ શરીરને છોડ્યા વિના કેટલાક આત્મપ્રદેશોનું શરીરની બહાર પ્રયોગવિશેષથી ગમન. તેના સાત ભેદ. (૧) વેદનાસમુદ્દાત (૨) કષાયસમુ. (૩) મરણસમુ. (૪) વૈક્રિયસમુ. (૫) તૈજસસમુ. (૬) આહરસમુ. તથા (૭) કેવળ સમુ. કેવળિસમુ. વિનાનાં છનો કાળ અન્તર્મુહૂર્ત છે. અને તેનાથી અશાતાવેદનીય વગેરે કર્મ પુદ્ગળનો નાશ થાય છે. આ બધાનું વિસ્તૃત વર્ણન પ્રજ્ઞાપનાદિમાં છે. કેવળિસમુદ્દાત આઠ સમયનો હોય છે. આ સમુદ્ધાત કેવળીભગવંતો પોતાનું આયુષ્ય અંતર્મુહુર્ત જેટલું બાકી હોય ત્યારે કરે છે. આ સમુદ્દાત દરેક કેવળીભગવત કરે તેવો નિયમ નથી. જે કેવળીભગવંતના વેદનીય, નામ અને ગોત્રકર્મની સ્થિતિ બાકી રહેલા આયુષ્ય કરતાં વધારે હોય, તે જ કેવળીભગવંતો આ સમુદ્દાત કરે. આ સમુદ્ધાત કરતી વખતે કેવળીભગવંતો પોતાના આત્મપ્રદેશોને પ્રયત્નવિશેષથી શરીરની બહાર કાઢી પ્રથમ સમયે દણ્ડ કરે છે. બીજા સમયે કપાટ બનાવે. ત્રીજા સમયે મન્થાન ૨ચે. ચોથા સમયે આંતરા પૂરે. આ સમયે આત્મપ્રદેશો સર્વલોક વ્યાપી બને છે. પાંચમા સમયથી આત્મપ્રદેશોને સંહરી ફરીથી મૂળ શરીરમાં લાવવાની ક્રિયા શરુ થાય. તેમાં પાંચમા સમયે આંતરા સંહરે, છટ્ઠા સમયે મન્થાન સંહરે. સાતમા સમયે કપાટ સંહરે. આઠમા સમયે દંડને સંહરી આત્મા શરીરસ્થ બને છે. આ ક્રિયા માત્ર કાયયોગથી થાય છે. તે વખતે કેવળજ્ઞાન-દર્શનનો આભોગ પ્લેય.
કાવ્ય-હ
110