Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
એક મ્યાનમંજરી
पुनस्तद्वैधर्म्याद् निरवयवत्वाद् नित्य इति । उत्कर्षापकर्षाभ्यां प्रत्यवस्थानम्उत्कर्षापकर्षसमे जाती भवतः । तत्रैव प्रयोगे दृष्टान्तधर्मं कञ्चित् साध्यधर्मिण्यापादयन् उत्कर्षसमां जातिं प्रयुङ्क्ते । यदि घटवत् कृतकत्वादनित्यः शब्दः घटवदेव मूर्तोऽपि भवतु, न चेद् मूर्तः, घटवदनित्योऽपि मा भूदिति शब्दे धर्मान्तरोत्कर्षमापादयति । अपकर्षस्तु घटः कृतकः
અયોગ્ય)છે. તેથી શબ્દ પણ અશ્રાવણ માનવો પડશે. જો શબ્દ અશ્રાવણ નથી તો ધટની જેમ અનિત્ય પણ માનવો ન જોઇએ.’આ પ્રમાણે દિશા સૂચનરૂપે ચાર જાતિ દર્શાવી. બાકીની વીશ જાતિ પણ ન્યાયગ્રંથમાંથી જાણી લેવી. અહીં ઉપયોગી ન હોવાથી દર્શાવી નથી.
૧. બાકીની વીશનું કંઇક સ્વરૂપ આ પ્રમાણે છે. (૫) વાર્ય :– સાધ્યધર્મ અને દૃષ્ટાંતધર્મ સમાન હોવા જરૂરી છે. તેથી સાધ્યધર્મ વર્ણી=કહેવા યોગ્ય અર્થાત્ અસિદ્ધ ોવાથી સિદ્ધ કરવા યોગ્ય છે. તો દૃષ્ટાંતધર્મ પણ અસિદ્ધ અને વર્ણ હોવો જોઇએ. આ વર્ણનો પ્રસંગ દેવાપૂર્વક ખંડન કરવું તે વર્ણસમા. (૬) આનાથી વિપરીત જો દૃષ્ટાંતધર્મ સ્વયંસિદ્ધ હોવાથી સાધ્ય તરીકે વર્ય નથી, તો સાધ્યધર્મ પણ સ્વયંસિદ્ધ જ હોવો જોઇએ. અહીં અવર્ણ પ્રસંગ દેવાદ્વારા નિરાસ થતો હોઇ આને અવર્યસમાજાતિ કહે છે. સામાન્યથી સાધ્યધર્મ વર્ણ હોય છે અને દૃષ્ટાંતધર્મ અવર્ણ હોય છે. તેથી પ્રતિવાદી કહે, ઘટમાં રહેલો કૃતકત્વધર્મ કુંભારઆદિથી જન્યતરીકે પ્રસિદ્ધ છે. જયારે શનિઋકૃતકત્વધર્મ ઓષ્ઠતાત્વાદિજન્યતરીકે હજી અસિદ્ધઅવસ્થામાં છે. આમ સાધ્યધર્મ કૃતકત્વ અને દૃષ્ટાંતધર્મ કૃતકત્વ સમાન ને બદલે વિપરીત હોવાથી દૃષ્ટાંતધર્મ સાધ્યધર્મને સિદ્ધ કરવામાં અસમર્થ છે. (કાંતો સાધ્યધર્મ સિદ્ધ હો યા તો દેષ્ટાન્ત ધર્મ અસિદ્ધ હો, એવો આશય છે.) (૭) બીજા ધર્મોનો વિકલ્પ કરીને ખંડન કરવું તે વિક્પસમા જાતિ. જેમ કે રૂની શય્યા વગેરે કેટલાક કૃતક=કાર્યો મૃદુ છે, જયારે કુહાડીવગેરે કેટલાક કાર્યો કઠિન છે. તેમ કેટલાક ધટ વગેરે કાર્યોને અનિત્ય અને શાદિ કાર્યોને નિત્ય માનવામાં વાંધો નથી. તેથી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય ઠેરવવો વ્યાજબી નથી. (૮) દૃષ્ટાંતમાં સાધ્યની સમાનતા દર્શાવવી તે સાધ્યસમા. જેમ કે જો જેવો ઘડો તેવો શબ્દ હોય ( કૃતકત્વરૂપે સમાન હોવાથી) તો જેવો શબ્દ તેવો ઘડો પણ થવો જોઇએ. તેથી શબ્દ સાધ્ય ોવાથી ધડો પણ સાધ્ય બનવો જોઇએ. તેથી ધડો દૃષ્ટાંતરૂપે અયોગ્ય છે અને જો ઘડો સાધ્ય નથી તો સાધ્યથી વિલક્ષણ હોવાથી દૃષ્ટાંત તરીકે પણ અયોગ્ય છે. (૯–૧૦) પ્રાપ્તિ- અપ્રાપ્તિનાં વિકલ્પ ઉઠાવીને પ્રતિરોધ કરવો તે પ્રાપ્ત્યપ્રાપ્તિ જાતિ. તે આ પ્રમાણે – કૃતકત્વ (=કાર્યત્વ) સાધન સાધ્યને પ્રાપ્ત કરીને સાધશે કે અપ્રાપ્ત કરીને ? જો પ્રાપ્ત કરીને એમ કહેશો, તો પ્રાપ્તિ તો બે વિધમાનની જ ોય, તેથી બન્ને સત્ બનશે. તો કોણ કોનું સાધ્ય કે સાધન ? અને જો સાધ્યને પ્રાપ્ત કર્યા વિના (=અપ્રાપ્ય) સિદ્ધ કરશે તો અતિપ્રસંગદોષ છે. (૧૧) અનવસ્થાદિપ્રસંગ આપવા દ્વારા જે પ્રત્યવસ્થાન તે પ્રસંગસમ જાતિ. જેમ કે જો અનિત્યતા માટે કૃતકત્વ સાધન છે, તો કૃતકત્વ માટે કોણ સાધન ? તેને માટે કોણ સાધન ઇત્યાદિ. (૧૨) સાધ્યના અભાવનું સાધક દૃષ્ટાંત આપવું તે પ્રતિષ્ટાન્તજાતિ. વાદી કહે – ‘શબ્દ અનિત્ય છે. કેમ કે પ્રયત્નપૂર્વક છે. જેમ કે ઘડો” ત્યારે જાતિવાદી કહે – અનિત્ય ઘડો જેમ પ્રયત્નપૂર્વક છે તેમ નિત્ય એવું આકાશ પણ પ્રયત્નપૂર્વક છે. કૂવો ખોદવાવગેરેથી આકાશ થાય છે. ત્યાં પ્રયત્ન દેખાય છે. ” પ્રથમ દેખાવે આ જાતિ અનૈકાંતિક હેત્વાભાસતુલ્ય દેખાય, પણ તેમ નથી. અનૈકાંતિકસ્થળે હેતુની વિપક્ષમાં વૃત્તિ બતાવાય છે, જયારે અહીં પ્રતિદૃષ્ટાંત દ્વારા વ્યભિચાર પ્રદર્શિત કર્યો છે. (૧૩) અનુત્પત્તિદ્વારા વિરોધ બતાવવો તે અનુત્પત્તિસમા જાતિ. જેમ કે શબ્દરૂપપક્ષ પોતે અનુત્પન્ન બ્રેઇ તેમાં કૃતકત્વધર્મ શી રીતે રહેશે ! (૧૪) સાધ્યસમા કે વૈધર્મસમાજાતિ જયા૨ે સંશયપૂર્વક દર્શાવાય ત્યારે સંશયસમા જાતિ કહેવાય. જેમ કે ધટના સાધર્મથી અને આકાશના વૈધર્મથી કૃતક હોવાથી શબ્દ અનિત્ય છે કે, ઘટના વૈધર્મ અને આકાશના સાધર્મથી અમૂર્ત હોવાથી નિત્ય છે ? (૧૫) સત્પ્રતિપક્ષને દર્શાવવા સાધ્યસમ કે વૈધર્મસમજાતિનો પ્રયોગ કરવો તે પ્રકરણસમા જાતિ. વાદી કહે - શબ્દ અનિત્ય છે કેમ કે મૃતક છે. જેમ કે ધડો" ત્યારે જાતિવાદી કહે – “શબ્દ નિત્ય છે કેમ કે શ્રવણયોગ્ય છે. જેમ કે શબ્દત્વ' અહીં ઉત્થાનનો ભેદ જ ભિન્ન જાતિ માનવામાં હેતુ છે. (૧૬) હેતુની ત્રૈકાલિક અનુપપત્તિ બતાવવી તે હેતુસમા જાતિ. જેમ કે હેતુ સાધ્યથી પહેલા, પછી કે સાથે રહે છે ? જો સાધ્યની પહેલા હોય, તો હેતુકાળે સાધ્ય અસત્ છે તેથી હેતુ કોનું સાધન બનશે? જો સાધન સાધ્યની પછી હોય, તો સાધનની પહેલાં જ સાધ્ય સિદ્ધ છે. તેથી સાધન પ્રયોજનહીન છે. અને જો બન્ને સાથે જ હોય તો ગાયના બે શિંગડાની જેમ કોણ સાધન ? અને કોણ સાધ્ય ? (૧૭) અર્થપત્તિ આપવી તે અર્થપત્તિસમા જાતિ છે . જો અનિત્યની સાથે કૃતકત્વના સાધર્મથી અર્થપત્તિથી અનિત્યતા સિદ્ધ કરો છો, તો નિત્ય એવા આકાશસાથે અમૂર્તત્વના સાધર્મથી અર્થપત્તિથી નિત્ય સિદ્ધ થશે. (૧૮) સર્વત્ર અવિશેષની આપત્તિ આપવી તે અવિશેષસમા જાતિ. જેમ કે શબ્દ અને ઘટ ‘કૃતકત્વ’ રૂપ એકધર્મથી અવિશેષ – તુલ્ય માનવામાં આવે, તો બધા જ પદાર્થો પ્રમેયત્વાદિને આગળ
કાય-૧૦
118