________________
- ચાજ્ઞાઠમંજરી
नन्वात्मनां कार्यत्वे घटादिवत्प्राक्प्रसिद्धसमानजातीयावयवारभ्यत्वप्रसक्तिः । अवयवा हावयविनमारभन्ते, यथा तन्तवः पटमिति चेत् ? नैवं वाच्यम् । न खलु घटादावपि कार्ये प्राक्प्रसिद्धसमानजातीयकपालसंयोगारभ्यत्वं दृष्टम्। कुम्भकारादिव्यापारान्विताद् मृत्पिण्डात् प्रथममेव पृथुबुध्नोदराद्याकारस्योत्पत्तिप्रतीतेः। द्रव्यस्य हि पूर्वाकारपरित्यागेनोत्तराकारपरिणामः कार्यत्वम् । तच्च बहिरिवान्तरमप्यनुभूयत एव ततश्चात्मापि स्यात् कार्यः । नच पटादौ स्वावयवसंयोगपूर्वककार्यत्वोपलम्भात् सर्वत्र तथाभावो युक्तः । काष्ठे लोहलेख्यत्वोपलम्भाद् वज्रेऽपि तथाभावप्रसङ्गात् । प्रमाणबाधनमुभयत्रापि तुल्यम् । न चोक्तलक्षणकार्यत्वाभ्युपगमेऽप्यात्मनोऽनित्यत्वानुषङ्गात् प्रतिसन्धानाभावो ऽनुषज्यते । कथञ्चिदनित्यत्वे सत्येवास्योपपद्यमानत्वात् । प्रतिसन्धानं हि यमहमद्राक्षं तमहं स्मरामीत्यादिरूपम् । तच्चैकान्तनित्यत्वे कथमुपपद्यते अवस्थाभेदात् । अन्या ह्यनुभवावस्था, अन्या च स्मरणावस्था । अवस्थाभेदे चावस्थावतोऽपि भेदादेकरूपत्वक्षतेः कथञ्चिदनित्यत्वं युक्त्यायातं केन वार्यताम् ॥
ત્યાગ કરી કમ્પ્યુગ્રીવાદિઆકારને ધારણ કરે તે જ ધટ કાર્ય' કહેવાય છે. જેમ બહાર આ રીતે કાર્ય દેખાય છે તેમ આત્માની અંદર પણ તેવા પ્રકારના પરિણામાન્તરો અનુભવાય છે. તેથી તે રૂપે આત્મા પણ કાર્ય છે. વળી પટ વગેરેમાં સ્વઅવયવનાં સંયોગપૂર્વક કાર્ય દેખાય છે તેથી સર્વત્ર સ્વાવયવસંયોગપૂર્વક જ કાર્ય માનવું સંગત નથી. નહીંતર ‘લાકડામાં લોખંડથી કોતરણીરૂપ કાર્ય થતું દેખાય છે તેથી વજ્રમાં પણ લોખંડથી કોતરણીનું કાર્ય થાય છે” તેમ માનવાનો પ્રસંગ આવશે. વજ્રમાં તેવી કોતરણી માનવામાં પ્રત્યક્ષાદિપ્રમાણથી બાધ છે એવું સમાધાન તો પ્રસ્તુતમાં પણ તુલ્ય જ છે. કપાળસંયોગથી ધટકાર્યની ઉત્પત્તિ પ્રત્યક્ષબાધિત છે.
પૂર્વપક્ષ :– “પૂર્વાકારનો ત્યાગ કરી ઉત્તર આકારને ધારણ કરવો એ જ કાર્ય છે" આવા લક્ષણવાળા કાર્ય તરીકે આત્માને સ્વીકારશો તો પણ તેને અનિત્ય માનવાની આપત્તિ તો છે જ. કેમ કે જે જે કાર્ય હોય છે, તે તે અનિત્ય હોય છે. તેથી પૂર્વાકાર આત્માએ જે અનુભવ્યું હોય તેનું ઉત્તરાકાર આત્માને સ્મરણ ન થવું જોઇએ. કેમ કે પૂર્વાકાર આત્મા નષ્ટ થયો છે. અને ઉત્પન્ન થયેલો ઉત્તરાકાર તેનાથી ભિન્ન છે. તેથી સ્મરણના અભાવની
આપત્તિ આવશે.
ઉત્તરપક્ષ :- પ્રતિસંધાન “મેં જે જોયું હતું તેને હું સ્મરુ છું”વગેરે રૂપ હોય છે. તે આત્માનેકથંચિત અનિત્ય માનવાથી જ ઉપપન્ન થશે. આત્માને એકાંતે નિત્ય સ્વીકારવામાં આત્મામાં સ્મરણ અનુપપન્ન બને કારણ કે આત્માને હંમેશા એકરૂપ-એકઅવસ્થાવાળો જ માનવો પડે. જયારે સ્મરણ તો અવસ્થાભેદ માનવાથી જ ઉપપન્ન થઇ શકે. આત્માની અનુભવવખતની અવસ્થા કરતા સ્મરણવખતની અવસ્થા ભિન્ન હોય છે, તે સર્વસંમત છે. આ અવસ્થાભેદ અવસ્થાવાન આત્મામાં પણ કથંચિદ્ ભેદ ઉત્પન્ન કરે છે. આમ સ્મરણની ઉપપત્તિ કરવી હોય, તો આત્માની અવસ્થામાં ભેદ માનવો પડે, અને તેમ માનવામાં આત્માના સદા એકરૂપતાના સિદ્ધાંતને બાધ પહોંચે. આમ યુક્તિથી સિદ્ધ થતી આત્માની કથંચિત્ અનિત્યતાને કોણ અટકાવી શકે છે ? (હ! આત્માને અવસ્થાભેદે સર્વથા ભિન્ન માનવામાં આવે–એકાંતે ક્ષણિક માનીએ, તો પૂર્વપક્ષે કહેલો દોષ જરૂર ઉત્પન્ન થાય. પણ જેઓ આત્માને દ્રવ્યરૂપે સ્થિર અને અવસ્થા વગેરેને અપેક્ષીને અસ્થિર માને છે તેઓને કોઇ દોષ નથી.)
મૂર્તત્વસ્વરૂપની ચર્ચા
પૂર્વપક્ષ :– આત્માને શરીરપરિમાણવાળો માનશો તો મૂર્ત પણ માનવો પડશે. અને જો તે મૂર્ત હોય તો શરીરમાં તેનો પ્રવેશ અઘટ છે. કારણ કે મૂર્તમાં મૂર્તનો પ્રવેશ વિરોધયુક્ત છે. તેથી શરીર પોતે આત્માથી રહિત
થઇ જશે.
ઉત્તરપક્ષ :– મૂર્તત્વનો અર્થ શું છે? અસર્વગત દ્રવ્યપરિમાણત્વ? કે રૂપાદિવાળાપણું? અહીં પહેલો વિકલ્પ દોષમાટે નથી. આત્માને અમે અવ્યાપક માનતા હોવાથી તે રૂપે આત્માને મૂર્ત માનવામાં વાંધો નથી. બીજો વિકલ્પ અસંગત છે. જેઓ અવિભુ પરિમાણવાળા છે, તેઓને તમે મૂર્ત માનો છો. અને મૂર્તત્વ એટલે રૂપાદિ
મૂર્ત્તત્વસ્વરૂપની ચર્ચા
107