________________
अथास्त्यदृष्टमात्मनो विशेषगुणः। तच्च सर्वोत्पत्तिमतां निमित्तं सर्वव्यापकं च। कथमितरथा द्वीपान्तरादिष्वपि प्रतिनियतदेशवर्तिपुरुषोपभोग्यानि कनकरत्नचन्दनाङ्गनादीनि तेनोत्पाद्यन्ते। गुणश्च गुणिनं विहाय न वर्तते। अतोऽनुमीयते सर्वगत आत्मेति। नैवम्। अदृष्टस्य सर्वगतत्वसाधने प्रमाणाभावात् । अथास्त्येव प्रमाणं वढेरू व॑ज्वलनं, वायोस्तिर्यक्पवन चादृष्टकारितमिति चेत् ? न। तयोस्तत्स्वभावत्वादेव तत्सिद्धेः, दहनस्य दहनशक्तिवत्। साप्यदृष्टकारितेति चेत् ? तर्हि जगत्त्रयवैचित्रीसूत्रणेऽपि तदेव सूत्रधारायतां, किमीश्वरकल्पनया। तन्नायमसिद्धो हेतुः। न चानैकान्तिकः, साध्यसाधनयोाप्तिग्रहणेन व्यभिचाराभावात्। नापि विरुद्धः, अत्यन्तं विपक्षव्यावृत्तत्वात्। आत्मगुणाश्च बुद्ध्यादयः शरीर एवोपलभ्यन्ते, ततो गुणिनापि तत्रैव भाव्यम् । इति सिद्धः कायप्रमाण आत्मा।
અતાગમાદિ દોષો વળી પ્રત્યેકશરીરમાં ભિન્ન-ભિન્ન આત્મા છેવાથી આત્માઓ જૂધ-જૂદા છે. એ વચનથી તમે અનંત આત્માઓ માનો છો. તમારા મતે આ દરેક આત્મા વ્યાપક છે. તેથી જેમ એક જ ઓરડામાં રહેલાં ઘણાં દિવાઓની પ્રભાઓ પરસ્પર અનુવિદ્ધ રહેલી છે, તેમ આ આત્માઓ પણ પરસ્પરઅનુવિદ્ધ થઈને રહેશે. તેથી પ્રત્યેક આત્માને આશ્રયીને રહેલાં શુભાશુભકર્મો પણ પરસ્પરઅનુવિદ્ધથશે. તેથી સંકરદોષ આવશે. તેથી એકના શુભકર્મથી અન્ય સુખી, અને અન્યનાં અશુભકર્મથી બીજો દુઃખી, એમ અસમંજસ થશે. અને અકૃતાગમદોષ આવશે. એ જ રીતે પોતે ઉપાર્જિત કરેલા શુભાશુભકર્મ બીજાને વિપાક દેખાડી નષ્ટ થઈ જશે. તેથી કૃતનાશદોષ પણ આવશે. તથા એક જ જીવ પોતે કરેલાં શુભકર્મના વિપાકથી સુખ અને બીજાનાં અશુભકર્મનાં વિપાકથી દુ:ખ એકસાથે અનુભવશે. આમ એકીસાથે સુખ–દુ:ખના સંવેદનની આપત્તિ આવશે.
પૂર્વપક્ષ:- શુભાશુભકર્મના યોગે જે ભોગો પ્રાપ્ત થાય છે. તે પોતાનાથી અધિષ્ઠિત શરીરને આશ્રયીને જ થશે. અર્થાત દરેક આત્મા સ્વસ્વકર્મવિપાકથી પ્રાપ્ત થતા ફળને સ્વસ્વનાં શરીરને આશ્રયીને જ ભોગવશે. તેથી ઉપરોક્ત દોષો આવશે નહીં.
ઉત્તરપક્ષ:- જો આ રીતે સ્વોપાર્જિત અષ્ટ શરીરને આશ્રયીને જ ફળ આપનાર ય, તો તે બહાર છે નિકળીને અગ્નિની શિખાને ઊર્ધ્વગામી બનાવે છે. ઈત્યાદિ કથનો કેવી રીતે સંગત થશે? તે વિચારો.
વિભુ આત્મામાં જગત્કર્તવાપત્તિ વળી જો દરેક આત્મા વ્યાપક જ હેય, તે દરેક આત્મા સૃષ્ટિકર્તા બની જશે. કારણ કે સર્વગત લેવાથી તેઓ ઇશ્વરને વ્યાપીને પણ રહેશે. અથવા તો સર્વગ ઇશ્વર આત્મામાં વ્યાપીને રહેશે. તેથી ઈશ્વરને આત્માઓની જેમ અકર્તા માન્ય રાખવો પડશે. કેમ કે જેઓ એકમેકમાં સંપૂર્ણ રીતે વ્યાપ્ત થઈ ગયા હોય, તેઓમાં સર્વ ક્રિયા સમાન રીતે જ થાય જેમ કે દૂધ અને પાણી એકમેક થાય તો એકને પીવાની જે ક્રિયા છે તેકિયાબીજાની પણ થાય.આમ બન્નેમાં એકી સાથે એકજપીવાનીકિયા થાય છે. તેથી ઈશ્વરગતજગત્કરણક્રિયા તેને વ્યાપ્ત અન્ય આત્માઓમાં આવશે. અથવા અન્ય આત્માગત અકર્તુત્વ ઈશ્વરમાં પણ આવશે. વળી જો ! આત્મા સર્વગત હોય, તો તે સમાનકાળે મનુષ્યનારકાદિપર્યાયોને અનુભવશે, કારણ કે તે સર્વત્ર હાજર છે. આ પૂર્વપક્ષ :- મનુષ્યાદિ ભિન્ન-ભિન્ન પર્યાયોનો અનુભવ જૂદા-જૂદા શરીરને આશ્રયીને થાય છે. હું એકકાળે મનુષ્યપર્યાયાદિયોગ્ય એક જ શરીર લેવાથી તભિન્ન બીજા પર્યાયોનો અનુભવ નહીં થાય.
ઉત્તરપક:- આત્મા પોતાના શરીરને સંપૂર્ણ રીતે અધિષ્ઠિત છે કે પોતાના એકદેશથી? પ્રથમ વિકલ્પ સ્વીકારવામાં તો અમારા મતનો સ્વીકાર થઈ જશે. કેમ કે “આત્મા પૂર્ણ રીતે શરીરને આશ્રયીને જ રહ્યો છે.
:::::::::::
:
જ
વિભુ આત્મામાં જગકર્તલાપતિ
103)