Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
વાંઝાના યાાઠમુજરી
सोपाधिकसावधिक परिमितानन्दनिष्यन्दात् स्वर्गादप्यधिकं तद्विपरीतानन्दमम्लानज्ञानं च मोक्षमाचक्षते विचक्षणाः । यदि तु जडः पाषाणनिर्विशेष एव तस्यामवस्थायामात्मा भवेत्, तदलमपवर्गेण । संसार एव वरमस्तु । यत्र तावदन्तरान्तरापि दुःखकलुषितमपि कियदपि सुखमनुभुज्यते । चिन्त्यतां तावत् किमल्पसुखानुभवो भव्य उत सर्वसुखोच्छेद एव ॥ अथास्ति तथाभूते मोक्षे लाभातिरेकः प्रेक्षादक्षाणाम् । ते ह्येवं विवेचयन्ति । संसारे तावद् दुःखास्पृष्टं सुखं न सम्भवति, दुःख चावश्यं हेयम्, विवेकहानं चानयोरेकभाजनपतितविषमधुनोरिव दुःशक्यम्, अत एव द्वे अपि त्यज्येते । ततश्च संसाराद् मोक्षः श्रेयान् । यतोऽत्र दुखं सर्वथा न स्यात्। वरमियती कादाचित्कसुखमात्रापि त्यक्ता, न तु तस्या दुःखभार इयान् व्यूढ રૂતિ
મોક્ષથી સર્યું. અર્થાત્ તેવા મોક્ષને પ્રાપ્ત કરવાની ઇચ્છા કોઇને નથી. જે સંસારમાં આંતરે આંતરે અને દુ:ખથી કલુષિત પણ કંઇક સુખનો ભોગવટો થાય છે એ સંસાર જ શ્રેષ્ઠ છે. એ વિચારણીય છે કે, અલ્પ પણ સુખનો ભોગવો સારો કે સર્વથા સુખનો ઉચ્છેદ સારો ?
સુખહીન પણ મોક્ષની ઉપાદેયતા
પૂર્વપક્ષ :- સર્વ સુખોચ્છેદરૂપ મોક્ષમાં સંસાર કરતાં લાભ વધારે હોવાથી મોક્ષ જ ઇચ્છનીય છે. સંસારમાં દુ:ખથી રહિતનું સુખ સંભવતું જ નથી. અને દુ:ખ અવશ્ય ોય જ છે. એક જ પાત્રમાં પડેલાં વિષ અને મધનો વિભાગ કરવો જેમ અશકય છે, તેમ આ સુખનો દુ:ખથી વિભાગ કરવો અત્યંત દુષ્કર છે. માટે જ અવશ્ય ત્યજનીય દુ:ખથી આવિષ્ટ હોવાથી સુખ પણ ત્યાજય બને છે. અને આવા દુ:ખના અને દુ:ખયુક્ત સુખનાં અભાવવાળો મોક્ષ જ સંસાર કરતાં શ્રેષ્ઠ છે. કેમ કે અહીં દુ:ખનો સર્વથા અભાવ છે. અને એટલા ખાતર કયારેક પ્રાપ્ત થતી એવી સુખની અલ્પમાત્રાનો ત્યાગ કરવો એ જ શ્રેયસ્કર છે. આટલા અલ્પ સુખને ખાતર ડુંગર જેવા દુ:ખના ભારને વહન કરવો એ જરાયે સારું નથી.
સંસારસુખની અનુપાદેયતા
ઉત્તરપક્ષ :- તમારું આ કથન બરાબર જ છે. ‘સાંસારિક સુખ મધથી લેપાયેલી તીક્ષ્ણધારવાળી તલવારનાં અગ્રભાગને ચાટવા જેવું છે.' એમ તો અમે પણ માનીએ જ છીએ. તેથી તે દુ:ખરૂપ જ છે. અને મુમુક્ષુઓને તે સુખ છોડવાની ઇચ્છા થાય તે સ્વાભાવિક છે. પણ આ દુ:ખ છોડવાની ઇચ્છા આત્મન્તિક સુખ વિશેષને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા મુમુક્ષુઓને જ સંભવે છે. સ્વાભાવિક છે કે દુ:ખરહિતનાં વિશેષસુખની પ્રાપ્તિનો સંભવ હોય, તો જ અહીંના દુ:ખમિશ્રિત અને દુ:ખજનક સુખને દુ:ખરૂપ માની છોડવાની ઇચ્છા થાય. અહીં પણ વિષયોની નિવૃત્તિથી ઉત્પન્ન થતું સુખ યોગીઓને અનુભવસિદ્ધ જ છે. આ સુખ પ્રશમસુખ પણ કહેવાય છે. જો આવું સુખ વિશેષરૂપે મોક્ષમાં ન હોય, તો તો મોક્ષ દુ:ખરૂપ જ છે. એક ભાજનમાં મિશ્ર થઇ ગયેલાં વિષ અને મધ ત્યાજ્ય બને છે તે પણ સુખવિશેષની ઇચ્છાથી જ. અર્થાત્ ત્યાં જીવનનાં સુખની પ્રબળ ઇચ્છા જ કારણ બને છે. વળી જીવને સંસારિપણામાં જેમ સુખ ઇષ્ટ છે. અને દુ:ખ અનિષ્ટ છે. તેમ મોક્ષઅવસ્થામાં પણ દુ:ખની નિવૃત્તિ ઇષ્ટ છે. પરંતુ સુખની નિવૃત્તિ તો અનિષ્ટ જ છે. તેથી જો તમે કલ્પ્યો એવો જ મોક્ષ હોય, તો તો પ્રાજ્ઞ પુરુષોની ત્યાં પ્રવૃત્તિ થવી જ ન જોઇએ. કેમ કે મોક્ષમાં દુ:ખની નિવૃત્તિ જેટલી ઇષ્ટ છે, એના કરતાં પણ પ્રબળ રીતે સુખની નિવૃત્તિ અનિષ્ટ છે. પણ પ્રાજ્ઞ પુરુષો મોક્ષ માટે પ્રયત્ન કરતાં દેખાય છે. આ પ્રવૃત્તિ સુખનું સંવેદન જો ત્યાં ન હોય તો ન જ થાય. અને પ્રેક્ષાવાન વ્યક્તિ વ્યર્થ પ્રવૃત્તિ કરે નહીં. તેથી તેઓની આ પ્રવૃત્તિ અન્યથાઅનુપપન્ન થવા દ્વારા મોક્ષ સુખસંવેદનાત્મક છે તેમ સિદ્ધ કરે છે.
ન
કાવ્ય - ૪
96