Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
E
अथ ते वादिनः कायप्रमाणत्वमात्मनः स्वयं संवेद्यमानमपलप्य, तादृशकुशास्त्रशस्त्रसंपर्कविनष्टदृष्टयर # मन्यन्ते । अतस्तत्रोपालम्भमाह -
WARRA
यत्रैव यो दृष्टगुणः स तत्र कुम्भादिवद् निष्प्रतिपक्षमेतत् । तथापि देहाद् बहिरात्मतत्त्वमतत्त्ववादोपहताः पठन्ति ।। ९ ।
यत्रैव-देशे, यः पदार्थः, दृष्टगुणो, दृष्टाः- प्रत्यक्षादिप्रमाणतोऽनुभूताः, गुणा:=धर्मा यस्य स तथा; स पदार्थः, तत्रैव-विवक्षितदेश एव। उपपद्यते इति क्रियाध्याहारो गम्यः । पूर्वस्यैवकारस्यावधारणार्थस्यात्राप्यभिसम्बन्धात् तत्रैव नान्यत्रेत्यन्ययोगव्यवच्छेदः। अमुमेवार्थं दृष्टान्तेन द्रढयति। कुम्भादिवदिति-घटादिवत्। यथा कुम्भादेयत्रैव देशे रूपादयो गुणा उपलभ्यन्ते, तत्रैव तस्यास्तित्वं प्रतीयते नान्यत्र । एवमात्मनोऽपि गुणाश्चैतन्यादयो देह एव दृश्यन्ते न बहिः, तस्मात्
આત્માની સર્વવ્યાપિતાવાદનું ખંડન
હવે, વૈશેષિકો તથા નયાયિકો “આત્મા શરીર પ્રમાણ છે એમ આબાળગોપાળ પ્રસિદ્ધ સંવેદનમાં અ૫લાપ કરે છે. અને તેવા પ્રકારનાં કુશાસ્ત્રરૂપશાસ્ત્રનો સંપર્ક થવાથી નષ્ટ બુદ્ધિવાળા થઈને આત્માને વિભુ વ્યાપક જગવ્યાપી માને છે. તેથી તે વિષયમાં તેઓને ઉપાલંભ આપતાં કવિવર કહે છે.
કાવાર્થ:- ઘડાવગેરેનાં રૂપાદિગુણો જયાં દેખાય છે, ત્યાં જ તેઓ (Fઘાદિ)દેખાય છે. તેથી જેના ગુણ જયાં દેખાય, તે વસ્તુ ત્યાં જ હોય છે એ વિરોધ વિના સિદ્ધ છે. આત્માનાં ગુણો શરીરમાં દેખાતા હેવાથી આત્મા શરીરમાં જ છે. છતાં પણ અતાત્વિકવાદથી હણાયેલી બુદ્ધિવાળા વૈશેષિકવગેરે આત્મતત્વને દેહની બહાર પણ વ્યાપકરૂપે)સ્વીકારે છે.
જે પદાર્થનાં ગુણો પ્રત્યક્ષાદિપ્રમાણથી જે દેશમાં રહેતા ઉપલબ્ધ થાય છે, તે પદાર્થને જ દેશમાં રહે છે, અન્યત્રનીં. પત્ર સાથેનો પd' કાર “તત્ર સાથે પણ સંબંધિતહેવાથી અન્યયોગનો વ્યવચ્છેદ થાય છે. અર્થાત તે સિવાયનાં દેશનો વ્યવચ્છેદ થાય છે. અહીં દષ્ટાંત દર્શાવે છે. ઘર વગેરેનાં રૂપવગેરે ગુણો જયાં ઉપલબ્ધ થાય છે, ત્યાં જ તે ઘડાદિ રહેલાં પ્રતીત થાય છે, બીજે નહીં. એ જ રીતે આત્માના ચેતના વગેરે ગુણો શરીરમાં જ દેખાય છે. તેથી આત્મા શરીરપ્રમાણ જ છે. શરીરને વ્યાપીને જ રહ્યો છે. અન્યત્ર નીં.
શંકા:- અહીં અનેકાંતિકદોષ છે. અર્થાત “જયાં ગુણો ઉપલબ્ધ થાય ત્યાં ગુણવાન ન દેખાય એવું પણ બને છે. એટલે કે “ગુણસ્થળે ગુણવાન પ્રાપ્ત થાય જ તેવો નિયમ નથી. જેમકે પુષ્પવગેરે વસ્તુઓ જે દેશમાં રહેલી હેય છે તેનાથી ભિન્નસ્થળે પણ તેનાં ગન્ધાદિગુણો ઉપલબ્ધ થાય છે.
સમાધાન :- અલબત્ત, પુષ્પાદિના દેશથી ભિન્નસ્થળે ગત્પાદિ ઉપલબ્ધ થાય છે. છતાં પણ ત્યાં અનેકાંતિકદોષ નથી. કેમ કે પુષ્પની અંદર ગન્ધયુક્ત પરાગાદિ દ્રવ્યો હોય છે. આ પરાગ સ્વાભાવિકરીતે, કે વાયુવગેરેના પ્રયોગથી ગતિ કરે છે. અને ગન્ધધર્મનાં જ્ઞાનમાં કારણભૂત નાક ઈન્દ્રિય પાસે આવે છે. તેથી ગધનું છે
જ્ઞાન થાય છે. ગુણો નિરાશ્રય રહી શકતા નથી. તેથી માત્ર ગબ્ધ જ અન્યત્ર જાય છે એમ નથી. પરંતુ ગન્ધયુક્ત શું પરાગવગેરે દ્રવ્ય અન્યત્ર ગમન કરે છે. અને જયાં ગંધનું જ્ઞાન થાય છે ત્યાં પરાગાદિ દ્રવ્યો પણ ઉપલબ્ધ થઈ છે ઈ શકે છે. પુષ્પ તો માત્ર ગન્ધયુક્ત દ્રવ્યનો આશ્રય જ છે. તેથી જ અમારો ઉપરોક્ત સિદ્ધાંત નિપ્રતિપક્ષ છે. હું છે અર્થાત વ્યભિચાર વગેરે બાધકથી રહિત છે. કેમ કે જે પ્રત્યક્ષદષ્ટ લેય તેમાં અનુપપત્તિ સંભવી શકતી નથી. આ
એવો ન્યાય છે.
::::::
:
:
કાવ્ય
100