________________
વડા મ્યાતાઠમંજરી
नापि “न हि वै सशरीरस्य” इत्यादेरागमात्। स हि शुभाशुभादृष्टपरिपाकजन्ये सांसारिकप्रियाप्रिये परस्परानुषक्ते अपेक्ष्य व्यवस्थितः । मुक्तिदशायां तु सकलादृष्टक्षयहेतुकमैकान्तिकमात्यन्तिकं च केवलं प्रियमेव; तत्कथं प्रतिषिध्यते । | आगमस्य चायमर्थः 'सशरीरस्य ' = गतिचतुष्टयान्यतमस्थानवर्तिन आत्मनः, 'प्रियाप्रिययोः 'परस्परानुषक्तयोः सुखदुःखयोः, 'अपहतिः = अभावो, 'नास्ती 'ति । अवश्यं हि तत्र सुखदुःखाभ्यां भाव्यम् । परस्परानुषक्तत्वं च समासकरणादभ्यूह्यते । 'अशरीरं’=मुक्तात्मानं, 'वा' शब्दस्यैवकारार्थत्वात् अशरीरमेव; 'वसन्तं ' = सिद्धिक्षेत्रमध्यासीनं, 'प्रियाप्रिये परस्परानुषक्ते सुखदुःखे; 'न स्पृशतः ॥ इदमन्त्र हृदयम् । यथा किल संसारिणः सुखदुःखे परस्परानुषक्ते स्यातां; न तथा मुक्तात्मनः किन्तु केवलं सुखमेव, दुःखमूलस्य शरीरस्यैवाभावात्। सुखं त्वात्मस्वरूपत्वादवस्थितमेव । स्वस्वरूपावस्थानं हि मोक्षः । અધિકૃતઅનુમાનથી બુદ્ધિવગેરેગુણોનાં ઉચ્છેદરૂપ સાધ્યની સિદ્ધિ થતી નથી.
ન હિ વૈ.” વેદવચનનો અર્થ
“ન હિ મૈં સશરીરસ્ય” એવા આગમવચનથી પણ મુક્તિ સંવિદાનંદ વિનાની સિદ્ધ થતી નથી. કારણ કે આ આગમ સાંસારિક પ્રિયાપ્રિયને અપેક્ષીને વ્યવસ્થિત છે. આ સાંસારિકપ્રિયાપ્રિય શુભાશુભઅદૃષ્ટ (=કર્મ) ના પરિપાકથી પ્રાપ્ત થાય છે. અને શુભાશુભ અષ્ટ પરસ્પરને અનુવિદ્ધ હોવાથી પ્રિયાપ્રિય પણ પરસ્પર સંલગ્ન છે. આવા પરસ્પરસંલગ્ન સુખ-દુ:ખનો મુક્તિમાં અભાવ છે. પરંતુ તેથી સર્વ અદૃષ્ટનાં ક્ષયથી ઉત્પન્ન થયેલાં એકાંતિક (દુ:ખથી અસંલગ્ન) અને આત્યાંતિક (=સર્વકાલીન)પ્રિય-સુખનો મુક્તિમાં નિષેધ નથી થતો. પરસ્પરાપેક્ષિક સુખ–દુ:ખનો અભાવ દુ:ખથી નિરપેક્ષ એવા એકલા સુખનો નિષેધ કરવા સમર્થ નથી. વળી જેમ જ્યાં એકલો ઘડો હોય, ત્યાં પણ ઘટપટઉભયાભાવ તમને ઇષ્ટ જ છે તેમ અહીં પણ માત્ર સુખ સ્થળે સુખ–દુ:ખ ઉભયાભાવ કહેવો વિરુદ્ધ નથી, અર્થાત્ સુખ-દુ:ખઉભયાભાવસ્થળે માત્ર સુખ હોય એ વિરુદ્ધ નથી. તેથી આ વચન દ્વારા એકલા સુખની વિર્ધમાનતાનો નિષેધ કરવો અયુક્ત છે. વળી આગમનો અર્થ આ પ્રમાણે છે. (સશરીરીને=) ચાર ગતિમાંથી કોઇપણ ગતિમાં રહેલાં આત્માને (પ્રિયા–પ્રિયનો=) પરસ્પરસંલગ્નસુખ–દુ:ખનો (અપતિ=)અભાવ નથી. ત્યાં (ચારે ગતિમાં) સુખ–દુ:ખ અવશ્ય હોય છે.
શંકા :– પ્રિયાપ્રિયનો અર્થ માત્ર સુખ-દુ:ખ છે. તેમાં પરસ્પરસંલગ્ન' અર્થની પ્રાપ્તિ કેવી રીતે કરી ? સમાધાન :– પ્રિય અને અપ્રિયનો દ્વન્દ્વસમાસ કર્યો છે. તેનાથી જ “પરસ્પરસંલગ્ન સુખ–દુ:ખ” એવા અર્થનો તર્ક કરાય છે. વા' શબ્દનો અર્થ એવ=જ કાર કરવાનો છે. તેથી મુક્તાત્માને વસન્ત-સિદ્ધિ ક્ષેત્રમાં રહેલાને પ્રિયા–પ્રિયે-પરસ્પરઅનુષક્ત સુખ-દુ:ખ સ્પર્શતા જ નથી.
મોક્ષમાં સ્વભાવસુખની સત્તા
અહીં કહેવાનો આશય આ છે–સંસારી જીવને પરસ્પર સંલગ્ન જ સુખ-દુઃખ હોય છે. પરંતુ મુક્તાત્માઓને તો દુ:ખથી રહિત કેવળ સુખ જ હોય છે. કેમ કે તેઓને દુ:ખમાં નિમિત્તભૂત શરીર જ નથી.
શંકા :– શરીરનાં અભાવથી તો દુ:ખની જેમ સુખનો અભાવ આવશે.
સમાધાન :– શરીરનાં અભાવથી શરીર નિમિત્તક સુખનો અભાવ આવશે. પરંતુ જે આત્મસ્વરૂપ સુખ છે. તે તો મોક્ષમાં અવસ્થિત જ રહેશે. સુખ એ આત્માનું સ્વરૂપ (=સ્વભાવ=ગુણ)છે. અને આત્મા સર્વથા પોતાનાં સ્વરૂપમાં સ્થિત થાય, તે જ મોક્ષ છે. જ્યાં સુધી શરીરનો યોગ હોય, ત્યાં સુધી દુ:ખ સંભવે અને તેથી કેવળ સુખાત્મક આત્મસ્વભાવમાં લીનતાને અવરોધ થાય છે. જ્યારે જીવ સ્વશરીરથી મુક્ત થાય છે ત્યારે દુ:ખ પણ નાશ પામે છે. અને જીવ સુખરૂપ આત્મસ્વભાવમાં લીન બને છે. આ લીનતા જ મોક્ષરૂપ છે. તેથી જ મુક્તજીવને અશરીરી કહ્યો. “નહિ વૈ” ઇત્યાદિ આગમનો અર્થ પણ આ પ્રમાણે જ કરવો બરાબ છે. કેમ કે
કાવ્ય
94