________________
જ્યાાદમંજરી
-
તથા ન સંવિત્યાદ્રિા મુર્તિ મોક્ષઃ, 7 સંવિાનમી=ન જ્ઞાનસુદ્યસ્વરૂપા સંવિ-જ્ઞાનં, આનન્દ્=સૌમ્, તતો દ્વન્દ્વ, संविदानन्दौ प्रकृतौ यस्यां सा संविदानन्दमयी । एतादृशी न भवति → बुद्धिसुखदुःखेच्छाद्वेषप्रयत्नधर्माधर्मसंस्काररूपाणां नवानामात्मनो वैशेषिकगुणानामत्यन्तोच्छेदो मोक्ष इति वचनात् । चशब्दः पूर्वोक्ताभ्युपगमद्वयसमुच्चये । ज्ञानं हि क्षणिकत्वादनित्यं, सुखं च सप्रक्षयतया सातिशयतया च न विशिष्यते संसारावस्थातः । इति तदुच्छेदे आत्मस्वरूपेणावस्थानं मोक्ष इति । प्रयोगश्चात्र → 'नवानामात्मविशेषगुणानां सन्तानोऽत्यन्तमुच्छिद्यते, सन्तानत्वात्, यो यः सन्तानः स सोऽत्यन्तमुच्छिद्यते, यथा प्रदीपसन्तानः । तथा चायम्, तस्मात्तदत्यन्तमुच्छिद्यते' इति । तदुच्छेद एव महोदयः, न कृत्स्नकर्मक्षयलक्षण इति ।
વગેરેવિશેષગુણો નાશ થાય છે. હવે જો, આત્મા જ્ઞાન વગેરેથી અભિન્ન હોય, તો આત્માનો પણ નાશ થઇ જાય. અને આત્માનો નાશ થાય, તો તે નિત્ય' સિદ્ધ ન થાય. અને મુક્તિના અભાવની આપત્તિ આવે. તેથી જ્ઞાનાદિગુણો નાશ થાય, તો પણ આત્માનું અસ્તિત્વ માનવું હોય, તો આત્માથી જ્ઞાનાદિને વ્યતિરિક્ત માનવા જ સંગત છે.
મોક્ષમાં જ્ઞાનસુખ અભાવ-વૈશેષિક
મુક્તિ-મોક્ષ. ન સંવિદાનન્દમયી=જ્ઞાન અને સુખસ્વરૂપ નથી. અર્થાત્, મોક્ષ જ્ઞાન કે સુખમય નથી. કારણ કે, “આત્માના બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ, અધર્મ અને સંસ્કારરૂપ નવ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ=મોક્ષ” એવું વચન છે. (કાવ્યમાં 'ચ'પદ વૈશેષિકોના પૂર્વોક્ત બે સિદ્ધાંતસાથે આ ત્રીજા સિદ્ધાંતનો સમાવેશ કરે છે.)જ્ઞાન ક્ષણિક હોવાથી અનિત્ય છે. (વૈશેષિકોવગેરે જ્ઞાનને દ્વિક્ષણસ્થાયી માને છે. અપેક્ષાજ્ઞાન ત્રણક્ષણ સ્થાયી છે. ઉત્તરજ્ઞાન પૂર્વજ્ઞાનનો નાશક હોવાથી જ્ઞાન ક્ષણિક છે. )અને સુખવગેરે સંતાનરૂપ છે. ઉત્તરક્ષણે ઉત્પન્ન થયેલું વિભિન્ન સુખ પૂર્વક્ષણના સુખનો નાશક છે. આ પૂર્વઉત્તરક્ષણના સુખો સાતિશય = ઓછાવત્તા –પ્રમાણ વાળા હોય છે. આમ સુખ પણ એકસરખું સ્થિર નથી. પણ હંમેશા હાનિ– વૃદ્ધિવાળું છે. જો આવા પ્રકારનું સુખ મોક્ષમાં પણ માનવામાં આવે, તો મોક્ષ અને સંસાર વચ્ચે કોઇ તફાવત જ ન રહે. વળી મોક્ષમાં દુ:ખનો અત્યંતનાશ સર્વને ઇષ્ટ છે. અને સુખ અને દુ:ખ એકબીજા સાથે એવા વળગેલા છે કે, બન્ને છૂટા ન પડી શકે. તેથી દુ:ખના અત્યંત નાશ વખતે સુખનો પણ નાશ થઇ જાય છે. તેથી આ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું પોતાના સ્વરૂપમાં અવસ્થાન (=રહેવું)એ જ મુક્તિ છે, અપવર્ગ છે. પ્રયોગ:- “આત્માના નવ વિશેષગુણોના સંતાનો અત્યંત ઉચ્છેદ પામે છે, કેમ કે તેઓ સંતાન છે. જે જે સંતાનરૂપ હોય, તે—તે અત્યંત ઉચ્છેદને પામે. જેમ કે પ્રદીપસંતાન. તે જ પ્રમાણે આ વિશેષગુણો પણ સંતાનરૂપ છે. માટે અત્યંત ઉચ્છેદન પામે છે. “આ પ્રમાણે વિશેષગુણસંતાનનો ઉચ્છેદ જ મહોદય (=મોક્ષ)છે, નહીં કે જૈનો માને છેતેમ સર્વકર્મનો
ક્ષય."
વેદાંતમતે મુક્તિનું સ્વરૂપ
વેદાંતવાદીઓ પણ આવા પ્રકારની મુક્તિનું જ સમર્થન કરે છે. આ વાત વેદવાકચ દ્વારા બતાવે છે, “શરીરસહિતના =સંસારી જીવને પ્રિયા–પ્રિયની (=સુખ–દુ:ખની ) અપહત=(નાશ)નથી. જેઓ અશરીર =મુક્તાત્મા છે, તેઓને પ્રિયાપ્રિય સ્પર્શતા નથી અર્થાત્ સુખ-દુ:ખ હોતા નથી.” આ જ સંદર્ભમાં પ્રખર નૈયાયિક જયન્તની સમ્મતિ તેના જ શ્લોકો દ્વારા દર્શાવે છે. “જ્યાં સુધી વાસના=સંસ્કારવગેરે આત્માનાં બધા ગુણો ઉચ્છિન્ન (=નાશ) થતા નથી, ત્યાં સુધી દુ:ખનો આત્મન્તિક વ્યવચ્છેદ થતો નથી. સુખ-દુ:ખનો સંભવ (=ઉત્પત્તિ )ધર્માધર્મનિમિત્તક છે. (=ધર્મ અને અધર્મ જ સુખ અને દુ:ખનાં જનક છે. )અને સુખ–દુ:ખ
કાવ્ય - ૪
80