Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
જી
. • • - સ્થા[મજવી અને मुख्योऽनुगतः प्रत्ययः, द्रव्यादिषु तु तदभावाद् मुख्य इति चेत्? ननु किमिदं बाधकम्? अथ सामान्येऽपि सत्ता ऽभ्युपगमेऽनवस्था, विशेषेषु पुनः सामान्यसद्भावे स्वरूपहानिः, समवायेऽपि सत्ताकल्पने तवृत्त्यर्थं सम्बन्धान्तराभाव
इति बाधकानीति चेत् ? न । सामान्येऽपि सत्ताकल्पने यद्यनवस्था, तर्हि कथं न सा द्रव्यादिषु ? तेषामपि स्वरूपसत्तायाः 1 प्रागेव विद्यमानत्वात्। विशेषेषु पुनः सत्ताभ्युपगमेऽपि न रूपहानिः, स्वरूपस्य प्रत्युतोत्तेजनात्। निःसामान्यस्य विशेषस्य ।
क्वचिदप्यनुपलम्भात्। समवायेऽपि समवायत्वलक्षणायाः स्वरूपसत्तायाः स्वीकारे उपपद्यत एवाविष्वग्भावात्मकः सम्बन्धः। अन्यथा तस्य स्वरूपाभावप्रसङ्गः। इति बाधकाभावात् तेष्वपि द्रव्यादिवद् मुख्य एव स सम्बन्ध इति व्यर्थं । द्रव्यगुणकर्मस्वेव सत्ताकल्पनम् ॥ સામાન્ય હોય તો સ્વરૂપસત સામાન્યમાં પણ સત્તા સ્વીકારવી જ રહી. વિશેષમાં સત્તારૂપસામાન્ય વિશેષતા સ્વરૂપને હાનિકર્તા નથી બલ્ક ઉત્તેજક છે. કારણ કે સામાન્ય વિનાનાં વિશેષ ક્યાંય પણ ઉપલબ્ધ નથી.
(શંકા:- દ્રવ્યતવગેરેમાં રહેલા સામાન્ય અને વિશેષ પરસ્પરથી અત્યંત ભિન્ન છે. તથા જે અંશે સામાન્ય છે, તે અંશે વિશેષ નથી. અને જે અંશે વિશેષ છે તે અંશે સામાન્ય નથી. તેથી તે બે એકબીજાના ઘાતક બની શકતા નથી. તથા દ્રવ્યત્વ પોતે સામાન્ય કે વિશેષ૫નથી. પણ તે બન્નેથી ભિન્ન છે. જ્યારે વિશેષ પોતે વિશેષરૂપ છે. તેથી જો તેનામાં સામાન્યરૂપ પણ માનવામાં આવે, તો પોતાના એકમાત્ર વિશેષરૂપની હાનિ થવાથી સ્વરૂપનિ દોષ સ્પષ્ટ છે.
સમાધાન - સામાન્ય અને વિશેષ પરસ્પર અને દ્રવ્યતવગેરેથી એકાંતે ભિન્ન નથી, પણ કથંચિત અભિન્ન છે અને તેથી દ્રવ્યત્વમાં જ્યારે સામાન્યરૂ૫ છે; ત્યારે વિશેષરૂપે પણ છે. ઈત્યાદિ વાત આગળ સિદ્ધ કરવાના છે. અને તે સઘળી વાતો વિશેષઅંગે પણ લાગુ પડે છે. તથા વિશેષમાં જે વિશેષરૂપ છે, તે માત્ર એક વિશેષમાં છે કે સર્વ વિશેષોમાં? આધે વિકલ્પ તો અનિષ્ટ જ છે. બીજા વિકલ્પ સર્વવિશેષોમાં રહેલું વિશેષરૂપ' એ જ સામાન્ય છે. તેથી જ સર્વવિશેષોમાં સમાનરૂપે વિશેષબુદ્ધિ ઉત્પન્ન થાય છે. કેમ કે સમાનતાની બુદ્ધિ ઉત્પન્ન કરાવવી એ જ સામાન્યનું કાર્ય છે. વળી તેટલા માત્રથી સ્વરૂ૫હાનિ પણ નથી. કેમ કે (૧) સામાન્ય વિશેષથી કથંચિત ભિન્ન છે. તથા (૨)વિશેષનું જે વ્યાવૃત્તિ કાર્ય છે તેમાં બાધ આવતો નથી.) સમવાયમાં પણ સમવાયત્વરૂપસના અવિવગભાવાત્મક સંબંધથી ઉપપન્ન છે જ. તેથી સમવાયમાં સત્તા સ્વીકારવામાં સંબંધાર નથી એમ બાધક માનવાની જરૂર નથી. જો સમવાયમાં સમવાયત્વસ્વરૂપ પણ ન શ્રેય, તો પોતે નિઃસ્વરૂપ થશે, અને કાચબાનારોમની જેમ અસત્ થઈ જશે. તેથી દ્રવ્યાદિની જેમ સામાન્યાદિમાં પણ મુખ્યરૂપે જ સત્તા સંબંધ છે. તેથી દ્રવ્યાદિ ત્રણમાં જસત્તાની કલ્પના કરવી વ્યર્થ છે. પૂર્વપક્ષ:- દ્રવ્યાદિમાં સત્તા સમવાય સંબંધથી રહે છે, તેથી સમવાયમાં અપૃથકભાવ સંબંધથી માનવામાં સત્તાના સંબંધ જૂધ-જુદા માનવા પડશે અને તેથી અતિપ્રસંગ આવશે. ઉત્તરપક્ષ:- એકની એક વસ્તુ જૂધ-જૂદા આધારમાં જૂદા-જૂઘ સંબંધથી રહેતે અનુ૫૫ન્ન નથી.' જેમ કે ઘરે જમીન પર સંયોગસંબંધથી અને સ્વઅવયવ કપાલઆદિમાં સમવાયસંબંધથી રહે છે. અથવા તો સત્તા પણ વસ્તુનું જ સ્વરૂપે હોવાથી દ્રવ્યાદિ સર્વમાં અપૃથભાવસંબંધથી રહે તેમ માનવામાં કશું અજુગતુ નથી.
દ્રવ્યાદિ ત્રણમાં સત્તાસંબંધ અસંગત વળી તે વાદીઓએ દ્રવ્યઆદિત્રણમાં જે મુખ્યસત્તાસંબંધ સ્વીકાર્યો છે, તે પણ વિચાર કરતાં વજૂદ વિનાનો છે લાગે છે. તેઓએ સત્તાને દ્રવ્યઆદિથી અત્યંત ભિન્ન સ્વીકારી છે. તેથી તેઓના મતે દ્રવ્ય પોતે અસરૂપ છે. |
પૂર્વપક્ષ:- દ્રવ્યઆદિમાં સત્તાનો સંબંધ થવાથી દ્રવ્ય સત્ બની શકશે.
ઉત્તરપક્ષ:- અસત દ્રવ્યોમાં સત્તાનો યોગ થાય તો પણ સત કેવી રીતે બની શકે? સત્તા કંઈ અસત છે વસ્તુનાં અસત્ સ્વરૂપને બદલી સતરૂપ કરી ન શકે. અન્યથા આકાશકુસુમને પણ સત કરી શકે. અને છે { જ દ્રવ્ય સ્વરૂપથી સરૂ૫ હેય, અર્થાત જો દ્રવ્યમાં સ્વરૂપ સત્વ સ્વીકારશો. તો તેમાં સત્તાનો યોગ કરાવવો
કાવ્ય – ૮