Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
તારા સ્થાપ્નદમંજરી ज्ञानमपि यद्येकान्तेनात्मनः सकाशाद् भिन्नमिष्यते, तदा तेन चैत्रज्ञानेन मैत्रस्येव नैव विषयपरिच्छेदः स्यादात्मनः। अथ यत्रैवात्मनि समवायसम्बन्धेन समवेतं ज्ञानं तत्रैव भावावभासं करोतीति चेत् ? न। समवायस्यैकत्वाद् नित्यत्वाद् व्यापकत्वाच्च सर्वत्र वृत्तेरविशेषात् समवायवदात्मनामपि व्यापकत्वादेकज्ञानेन सर्वेषां विषयावबोधप्रसङ्गः। यथा च घटे रूपादयः समवायसम्बन्धेन समवेताः, तद्विनाशे च तदाश्रयस्य घटस्यापि विनाशः, एवं ज्ञानमप्यात्मनि समवेतं, तच्च क्षणिकं, ततस्तद्विनाशे आत्मनोऽपि विनाशापत्तेरनित्यत्वापत्तिः ॥ अथास्तु समवायेन ज्ञानात्मनोः सम्बन्धः। किन्तु स एव समवायः केन तयोः सम्बध्यते? समवायान्तरेण चेत् ? अनवस्था । स्वेनैव चेत् ? किं न ज्ञानात्मनोरपि तथा ? अथ यथा प्रदीपस्तत्स्वभाव्यादात्मानं, परं च प्रकाशयति, तथा समवायस्येदृगेव स्वभावो यदात्मानं, ज्ञानात्मानौ च सम्बन्धयतीति
લ્પના,તેનીવૃત્તિ માટે વળી અન્યની, એમ સમવાયની પરંપરા સર્જાશે. “સમવાય સ્વત:જ જ્ઞાન અને આત્મા સાથે સંબદ્ધ છે માટે બીજા સંબંધની કલ્પના કરવાની આપત્તિ નથી” એવી કલ્પના પણ અસંગત છે. કેમ કે તો જ્ઞાન અને આત્મા પણ સ્વત:જ સંબદ્ધ છે અને બન્નેના સંબંધ માટે સમવાયની જરૂર નથી એમ શા માટે કલ્પી ન શકાય?
પૂર્વપક્ષ:- પ્રદીપનો સ્વભાવ જ એવો છે કે તે પોતાનો અને બીજાનો પ્રકાશ કરે. તે જ રીતે સમવાયનો પોતાનો જ તેવો સ્વભાવ છે કે જેથી તે પોતાનો અને જ્ઞાન-આત્માનો સંબંધ જોડે.
ઉત્તરપક્ષ:- આ સ્વભાવ સમવાયનો જ છે, જ્ઞાન અને આત્માને નથી. તેમ માનવામાં પ્રયોજક કોણ છે? અર્થાત જ્ઞાન અને આત્મા સ્વત: જ સમ્બદ્ધ રહેવાના સ્વભાવવાળા છે. તેમ કલ્પવામાં કોણ પ્રતિબંધક છે? એટલે કે તેવી કલ્પના પણ કરી શકાય તેમ છે. કેમ કે સમવાય પણ કલ્પનાનો વિષય છે, પ્રત્યક્ષ-સિદ્ધ નથી. અને કલ્પના જ કરવાની હોય ત્યારે તો લાઘવતર્કની સહાયથી જેમાં કલ્પનાલાઘવ હેય, તે જ કલ્પના સંગત બને. તેથી જ્ઞાન 1અને આત્માના સંબંધમાટે ત્રીજી સમવાયની કલ્પના કરવા કરતાં બન્નેને સ્વતઃ સમ્બદ્ધ થવાના સ્વભાવવાળા માનવા જે સંગત
વળી જે પ્રદીપદેષ્ટાંત બતાવ્યું છે, તે પણ આપના (=વૈશેષિકના)મતે અત્યંત ઘટતું નથી. કેમ કે પ્રદીપ પોતે દ્રવ્ય છે અને પ્રકાશ તેનો ધર્મ છે. ધર્મ અને ધર્મી વચ્ચે અત્યંતભેદ તમને સ્વીકૃત છે. તો પ્રદીપ પોતે જ કેવી રીતે પ્રકાશાત્મક બની શકે? અર્થાત પ્રદીપ પોતાના પ્રકાશધર્મથી ભિન્ન હોવાથી પ્રદીપ પ્રકાશાત્મક શી રીતે કહેવાય? તેથી પ્રદીપ સ્વ–પરનો પ્રકાશ કરે છે તે પણ શી રીતે ઘટે? એટલે જો પ્રદીપ પ્રકાશાત્મક ન હોય, તો પ્રદીપનો સ્વપરપ્રકાશતા સ્વભાવ છે. તેવી વાણી પણ બીનપાયાદાર ઠરે છે. તેથી દષ્ટાંત અસિદ્ધ છે, તેથી તે દાર્દાન્તિકની સિદ્ધિમાં પ્રયોજક બની શકે નહીં. વળી, જો પ્રદીપથી પ્રકાશનો અત્યંત ભેદ હોવા છતાં “પ્રદીપ સ્વપર પ્રકાશક છે એમ સ્વીકારાય, તો ઘડા વગેરેને પણ તેવા માનવામાં દોષ નહીં રહે. કારણ કે ઘડા વગેરે પણ તલ્યરૂપે પ્રકાશાદિથી ભિન્ન છે.
સ્વભાવના ભેદભેદવિન્ધદ્વારા સમવાયની અસિદ્ધિ વળી સમવાયના આ બે સ્વસમ્બન્ધ અને પરસમ્બન્ધ (જ્ઞાન-આત્માવગેરેનો સમ્બન્ધ) સ્વભાવ સમવાયથી ભિન્ન છે કે અભિન્ન છે? જો સમવાયથી ભિન્ન છે, તો સમવાયના આ બે સ્વભાવ છે તેમ શી રીતે કહી શકાય? કેમ કે તેમ માનવામાં બીજો સંબંધ માનવો પડશે. અને એ સમ્બન્ધતરીકે સમવાયાન્તરની કલ્પના અનવસ્થાદોષથી સંલગ્ન છે. તેથી તે બન્નેને સમવાયના સ્વભાવ માનવામાં સંબંધાભાવદોષ આવે. આ બન્ને સ્વભાવ સમવાયથી અભિન્ન છે એવો પણ તર્ક કરવો સારો નથી. કારણ કે, તે જેમ સમવાયનું દૂધ
:::
:::
:
::::::
કી
*
*
*
કાવ્ય -૮
,
***