________________
િણે કરી શકાય છે अपि च, साध्यविकलोऽपि वासीवर्धकिदृष्टान्तः। तथाहि। नायं वर्धकिः 'काष्ठमिदमनया वास्या घटयिष्ये' इत्येवं । वासीग्रहणपरिणामेनापरिणतः सन् तामगृहीत्वा घटयति, किन्तु तथा परिणतस्तां गृहीत्वा । तथापरिणामे च वासिरपि तस्य काष्ठस्य घटने व्याप्रियते पुरुषोऽपि । इत्येवंलक्षणैककार्यसाधकत्वात् वासीवर्धक्योरभेदोऽप्युपपद्यते । तत्कथमनयोर्भेद एव इत्युच्यते । एवमात्मापि 'विवक्षितमर्थमनेन ज्ञानेन ज्ञास्यामि' इति ज्ञानग्रहणपरिणामवान् ज्ञानं गृहीत्वा । व्यवस्यति। ततश्च ज्ञानात्मनोरुभयोरपि संवित्तिलक्षणैककार्यसाधकत्वादभेद एव। एवं कर्तृकरणयोरभेदे सिद्धे । संवित्तिलक्षणं कार्यं किमात्मनि व्यवस्थितं; आहोस्विद् विषये इति वाच्यम्। आत्मनि चेत् ? सिद्ध नः समीहितम्। विषये ॥ चेत? कथमात्मनोऽनभवः प्रतीयते ? अथ विषयस्थितसंवित्तेः सकाशादात्मनोऽनुभवः, तर्हि किं न पुरुषान्तरस्यापि? तभेदाविशेषात् ॥ “જે જેનું સ્વરૂપ હેયતે તેનાથી ભિન્ન હેતું નથી."જેમકે વૃક્ષનું સ્વરૂપ વૃક્ષથી ભિન્ન નથી, તેથી આત્માનું સ્વરૂપ લેવાથી ચૈતન્ય આત્માથી ભિન્ન નથી.
આત્માની સ્વત: અચેતનતા અસિદ્ધ પૂર્વપક્ષ :- આત્મા સ્વયં ચેતન નથી. પણ સમવાય સંબંધથી ચેતનાનો યોગ થવાથી ચેતન છે, કેમકે પ્રતીતિ તેવી જ થાય છે.
ઉત્તરપક્ષ:- આ બરાબર નથી. જો તમે પ્રતીતિને જ પ્રમાણ કરતા છે, તો તો, નિરાબાધિતપણે આત્મા ઉપયોગાત્મક જ પ્રસિદ્ધ થાય છે. “હું પોતે અચેતન છું અને ચેતનાનાં યોગથી ચેતન છું" એવી કે “અચેતન એવા મારામાં ચેતનાનો સમવાય છે એવી પ્રતીતિ કોઈને કયારેય થતી નથી. કેમકે સર્વત્ર “હું જ્ઞાતા છું" એવી સમાનાધિકરણ પ્રતીતિ જ થાય છે. અહીં સમાનાધિકરણ સમાનવિભક્તિક અભિન્ન. અર્થાત “જે જ્ઞાતા છે તે જ હું (આત્મા) છું" એવી જ પ્રતીતિ થાય છે. એટલે કે “હું જ્ઞાનસ્વરૂ૫ છું એવો તાદાત્મબોધ જ થાય
છે.
પૂર્વપક્ષ :- આત્મા અને જ્ઞાન વચ્ચે રહેલા ભેદમાં આ પ્રતીતિ છે.
ઉત્તરપક્ષ :- જ્ઞાન-જ્ઞાનવાનવચ્ચે કથંચિત પણ તાદાભ્ય-અભેદ ન હોય તો આમ સમાનાધિકરણ- ૪ એકાધિકરણરૂપે બન્નેનો બોધ થાય, કેમકે સર્વથા ભિન્ન વસ્તુઓમાં એવો સમાનાધિકરણ બોધ દેખાતો નથી.
પૂર્વપક્ષ :- “પુરુષ-યષ્ટિ છે.” (યષ્ટિ-લાકડી) અહં બન્ને વચ્ચે ભેદ લેવા છતાં સમાનાધિકરણબોધ દૂ દેખાય છે. માટે ભેદમાં પણ સમાનાધિકરણ અસિદ્ધ નથી.
ઉત્તરપક્ષ:- અહીં ભેદ હેવાથી, જે આ પ્રતીતિ થાય છે, તે ઉપચારથી થાય છે. મુખ્યરૂપે નહીં. અને આ ઉપચારમાં પુરુષમાં યષ્ટિગત સ્તબ્ધતા (=અક્કડતા)વગેરે જેગુણો અભેદભાવે રહ્યા છે તે બીજ છે. કેમકે ઉપચાર મુખાર્થને અનુલક્ષીને થાય છે. (અીં યષ્ટિગત સ્તબ્ધતા વગેરે ગુણો મુખ્યર્થ છે. તેને સદેશ સ્તબ્ધતા વગેરે ગુણો પુરુષમાં હેવાથી અભેદ ઉપચાર થાય છે, પુરુષથી પુરુષગત ગુણો કથંચિત અભિન્ન છે. તે ગુણો યષ્ટિગત ગુણોને સમાન લેવાથી યષ્ટિગત તરીકે ઉપચરિત થાય છે. અને યષ્ટિગતગુણો યષ્ટિથી અભિન્ન છે. તેથી પુરુષથી અભિન્ન એવા ગુણોથી અભિન્ન યષ્ટિ થવાથી પુરુષ યષ્ટિ છે. તેવો ઉપચાર થાય છે.) આત્મામાં થતી “હું જ્ઞાતા છું એવી પ્રતીતિ આત્મા અને જ્ઞાનનાં અભેદ દ્વારા આત્માનાં પોતાનાથી કથંચિત અભિન્ન ચેતના સ્વરૂપને દર્શાવે છે. કેમકે તે વિના હું જ્ઞાતા છું એવી પ્રતીતિ ઉપપન્ન થઈ શકે નહીં. જેમકે ઘડ ચેતનારૂપ ન લેવાથી ઘડાને “હું જ્ઞાતા છું એવી પ્રતીતિ થતી નથી. પૂર્વપક્ષ:- ઘડામાં ચૈતન્યનો યોગ ન લેવાથી ઘડાને તેવી પ્રતીતિ થતી નથી. જયારે આત્મામાં તેવો યોગ છે
આત્માની સ્વત: અચેતનતા અસિદ્ધ