Book Title: Anyayogvyavacched Dwatrinshika Tika Syadwadmanjari
Author(s): Hemchandracharya, Jayshekharsuri, Ajitshekharsuri
Publisher: Jain Sangh Gantur
View full book text
________________
સ્થાપ્નાદમંજરી तथा, चैतन्यमित्यादि। चैतन्यं ज्ञानम्, आत्मनः क्षेत्रज्ञाद, अन्य-अत्यन्तव्यतिरिक्तम्,। असमासकरणादत्यन्तमिति लभ्यते । अत्यन्तभेदे सति कथमात्मनः सम्बन्धि ज्ञानमिति व्यपदेशः, इति पराशङ्कापरिहाराथर्म औपाधिकमिति विशेषणद्वारेण हेत्वभिधानम्। उपाधेरागतमौपाधिकम्-समवायसम्बन्धलक्षणेनोपाधिना आत्मनि समवेतम्, आत्मनः ifi स्वयं जडरूपत्वात् समवायसम्बन्धोपढौकितमिति यावत्। यद्यात्मनो ज्ञानादव्यतिरिक्तत्वमिष्यते, तदा । दुःखजन्मप्रवृत्तिदोषमिथ्याज्ञानानामुत्तरोत्तरापाये तदनन्तराभावाद् बुद्ध्यादीनां नवानामात्मविशेषगुणानामुच्छेदावसर आत्मनोऽप्युच्छेदः स्यात्, तदव्यतिरिक्तत्वात्। अतो भिन्नमेवात्मनो ज्ञानं यौक्तिकमिति॥
સમવાય પોતાનામાં સત્તાને સમવાયાન્તરસંબંધથી રાખી ન શકે. તેથી સમવાયમાં સત્તાને રહેવા માટે સંબંધ નો જ અભાવ છે. અર્થાત સમવાયમાં સત્તાને રાખવા બીજા સમવાયની કલ્પના કરવામાં અનવસ્થાદિ દિષો હોવાથી સમવાયમાં સત્તાને રહેવા માટે સંબંધનો અભાવ છે. (અભાવ પોતે અસત્ સ્વરૂપ છે તેથી તેમાં પણ સત્તા ન સંભવે) આમ સામાન્યાદિમાં સત્તાનો અભાવ હેવાથી તેઓમાં અનુવૃત્તિપ્રત્યય થતો નથી. આ સિદ્ધાંતનું સમર્થન કરતા પ્રકાષ્ઠનયાયિકઉદયનાચાર્ય છ જાતિબાધક બતાવે છે. (૧)વ્યક્તિનો અભેદ, (૨) તત્યતા, (૩)સંકર, (૪)અનવસ્થિતિ, (૫)પહાનિ અને (૬)અસમ્બન્ધ. આ છ જાતિબાધક છે" તેથી સત છે પદાર્થોમાં પણ કેટલાકમાં જ સત્તા છે તે સિદ્ધ થાય છે.
તથા ચૈતન્ય (જ્ઞાન)આત્માથી અત્યંત વ્યતિરિત છે. કાવ્યમાં આત્માન અને અન્ય' શબ્દનો સમાસ કર્યો ન હોવાથી અત્યંત અર્થની પ્રાપ્તિ થાય છે. આત્મા પોતે જડ હોય અને જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન |ોય, તો “આત્માનું જ્ઞાન એમ આત્મા સાથે જ્ઞાન સંબંધિત શી રીતે થશે? આવી બીજાઓને શંકા થાય, તો તેના નિરાકરણ માટે ઔપાધિક વિશેષણ દર્શાવ્યું છે. આ વિશેષણપદ પોતે જ જ્ઞાનનો આત્મા સાથેનો સંબંધ દર્શાવવામાં હેત બને છે. ઉપાધિથી લબ્ધ હેય ને પાધિક. જ્ઞાન સમવાય સંબંધરૂપઉપાધિ દ્વારા આત્મામાં સમવેત હોવાથી પાધિક છે. તેથી આ જ્ઞાન આત્માથી અત્યંત ભિન્ન છે.
શંકા :- જ્ઞાન આત્માનો સ્વભાવ છે. માટે જ્ઞાનને આત્માથી અભિન્ન માનવું જ સંગત છે. સમાધાન:- જ્ઞાનને જો આત્માથી અભિન્ન માનશો, તો આત્માના જ ઉચ્છેદની આપત્તિ આવશે. તે આ પ્રમાણે તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનનો નાશ થાય છે. મિથ્યાજ્ઞાનના નાશથી રાગ, દ્વેષ, મોહનામના શેષો ધ્વસ્ત થાય છે. આ દોષોનો ધ્વંસ થવાથી શુભાશુભ ફળવાળી મનોવાકાયવ્યાપારરૂપ પ્રવૃત્તિનો અપાય( નાશ) થાય છે. પ્રવૃત્તિનાં અપાયથી જન્મ વિનષ્ટ થાય છે. જન્મનો વિનાશ થવાથી એકવીશભેટવાળા દુ:ખનો નાશ થાય છે. પ્રવૃત્તિના ક્ષયથી ધર્મ અને અધર્મની ઉત્પત્તિ થતી નથી. આ બધાને નાશ થવાથી આત્માના બુદ્ધિ, વગેરે નવવિશેષ ગણોનો નાશ થાય છે. વૈશેષિકોએ બદ્ધિ વગેરે ગુણોને દીવાની જયોતના પ્રવાહની જેમ પ્રવાહરૂપ ! માન્યા છે. અને પ્રદીપપ્રવાહના દષ્ટાંતથી તે દરેકપ્રવાહનો અત્યંત ઉચ્છેદ માન્યો છે. આમ બુદ્ધિ જ્ઞાન
१. तत्त्वज्ञानान्मिथ्याज्ञानापाये रागद्वेषमोहाख्या दोषा अपयान्ति, दोषापाये वाङ्मनःकायव्यापाररूपायाः शुभाशुभफलायाः प्रवृत्तेरपायः प्रवृत्त्यपाये जन्मापायः। जन्मापाये एकविंशतिभेदस्य दुःखस्यापायः॥ ૧. આકાશાદિ એક જ લેવાથી ત્યાં આકાશવાદિ જાતિને બાધ છે. કેમ કે જાતિ અનેક વ્યક્તિમાં અનુવૃત્તિપ્રત્યયમાં હેતુ છે. ૨) ઘટત્વ અને કળશ બન્ને સમવ્યાપ્ય છે અર્થાત જયાં ઘટવ છે ત્યાં જ કળશ છે, અને જયાં કળશત્વ છે. ત્યાં જ ઘટવ છે. તેથી તત્યતા હેવાથી કળશવને જાતિ માનવામાં બાધ છે. કેમ કે લાઘવથી ઘટત જાતિ સિદ્ધ છે. (૩)અલગ-અલગ દ્રવ્યમાં વૃત્તિ બે ધર્મો (=ઉપાધિઓ) ત્રીજા દ્રવ્યમાં સમાનતયા વૃતિ હેય, તો તે બે ધર્મો સંકરોલવાળા ગણાય. જેમ કે ભૂતત્વ આકાશમાં વૃતિ છે. મૂર્તિ મનમાં વૃત્તિ છે. આમ બે અલગ દ્રવ્યમાં રહેલાં આ બન્ને પૃથ્વી વગેરેમાં સમાનરૂપે રહે છે તેથી બન્ને વચ્ચે સંકરદોષ છે. બાકીનાં ત્રણ પતિબાધકોનું સ્વરૂપ ઉપર દર્શાવ્યું છે.
જાતિ બાધ